ભારતના હવામાનશાસ્ત્ર વિભાગ (આઇએમડી) એ ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ચક્રવાતન “વાયુ” ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતનું વાવાઝોડું વાયુ 75 કિલોમીટરથી વધીને 135 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 13 જૂનના રોજ વેરાવળના કાંઠા પર વાવાઝોડાનું ભારે તોફાન થઈ શકે છે.વેરાવળના દરિયા કિનારાના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.વાયુને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા 3 લાખ લોકોને સલામત સ્થળે ખેસડી દેવા જણાવ્યું છે.
SCS ‘VAYU’ over Eastcentral Arabian Sea intensified into Very Severe Cyclonic Storm near latitude 17.1°N and longitude 70.6°E is about 420 km west-northwest of Goa, 320 km south-southwest of Mumbai.
It is likely to cross Gujarat coast between around Veraval . pic.twitter.com/xe8EmORHK6— India Meteorological Department (@Indiametdept) June 11, 2019
વાયુનું સંભવિત તોફાનને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે વસતા ગીરના સિંહોને પણ સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.વાવઝોડાને લીધે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત તટવર્તી વિસ્તારો વેરાવળ, ભુજ અને સુરતમાં વરસાદ થઇ શકે છે.
C. R. Kharsan, Valsad District Collector: Everybody has been alerted in Valsad district, fishermen have come back, people living in coastal villages have also been alerted. District Administration is completely on alert. #Gujarat pic.twitter.com/IfItSAxggR
— ANI (@ANI) June 11, 2019
ચક્રવાતને કારણે,સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સોમનાથ, વેરાવળ, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Gujarat Chief Minister Vijay Rupani has cancelled the 3-day Shala Praveshotsav (Welcoming to the school festival) from 13 to 15 June in the entire state. He has also declared two days holiday on 13&14 June in schools&colleges in 10 districts where #CycloneVayu is likely to impact https://t.co/mtkhX62rAY
— ANI (@ANI) June 11, 2019
સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં 12થી 15 જૂન સુધી રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વાવાઝોડા સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. સાથે જ આ ૩ દિવસ સ્કુલ પ્રવેશોત્સવ રદ કરવામાં આવ્યા છે. તો જે 10 જિલ્લામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, તે 10 જીલ્લા જેમ કે પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ,ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સ્કુલ-કોલેજમાં 13 જુનથી 14 જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે. તો ત્યાં જ વલસાડમાં વરસાદે પણ દસ્તક આપી દીધી છે.
એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું 13 જૂનની સવારે વેરવલ અને દીવ વચ્ચે પોરબંદર અને મહુઆ વચ્ચે પાર કરશે. હવામાન ખાતાએ વર્તમાનમાં તમામ બંદરો પર ચક્રવાત ચેતવણી આપી છે અને માછીમારોને સમુદ્ર તટ પર ન જવા દેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, બંદરો પર સાઈક્લોનીક વોનીંગ જારી કરવામાં આવ્યું છે. તો ત્યાં જ વહીવટ દ્રારા ચેતવણી પર આપવામાં આવી છે અને કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આર્મી અને એનડીઆરએફ ટીમો એલર્ટ છે. એનડીઆરએફની એક ટીમને વિજયવાડાથી એરફોર્સના ખાસ પ્લેનમાં જામનગર લાવવામાં આવી છે.એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. એનડબલ્યુએફની તમામ 26 ટીમો ગુડગાંવમાં તૈનાત કરવામાં આવી છે,જ્યારે 10 સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે. રાજકોટમાં 26 ટીમોમાંથી 16 ની તૈનાત કરવામાં આવી છે.
