Bhavnagar News : ભાવનગરમાં SMCની ટીમે 3.47લાખના સીરપના જથ્થા સાથે 4.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેસમાં પોલીસે ત્રણ શક્સોની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સ્ટેટ મનીટરિંગ સેલ (SMC)ની ટીમને માહિતી મળી હતી કે ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં વૃષા સુવર્ણા ફ્લેટમાં નશીલા સીરપનો જથ્થો રાખવામાંઆવ્યો છે. જેને આધારે પોલીસે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે Codein Phosphate and Triprolidine Hydrochloride Syrupની રૂ.3,47,426 ની કિંમતની 1798 બોટલો કબજે કરી હતી.
તે સિવાય પોલીસે 3 મોબાઈલ, રૂ.25,500 રોકડા મળીને કુલ રૂ. 4,37,926નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભાવનગરમાં રહેતા નિશાંત એચ.સંઘવી, તોફિક આર.શેખ અને રહીમ એફ વિરાણીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં જળસંકટની ભીતિ, શું સુકાઈ જશે ભૂગર્ભજળ!
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસની તકલીફ: દરરોજ 300 કેસ, અમદાવાદમાં AQI ખરાબ
આ પણ વાંચો:ગુજરાત સાયબર સેન્ટરની મેગા બસ્ટ, પાકિસ્તાની ગેંગ સાથે જોડાયેલા 3 એજન્ટ ઝડપાયા!
