Ahmedabad News/ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ યોજાઈ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું…

Trending Ahmedabad Gujarat

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel)એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઘાટલોડીયા (Ghatlodiya) વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ પદયાત્રાને આંબલી ખાતેથી ‘ફ્લેગ ઓફ’ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી (150 Birth Anniversary)ના ઉપલક્ષ્યમાં આ ‘યુનિટી માર્ચ’ જન-જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા-પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) અને રાજ્યમંત્રી દર્શના વાઘેલા (Darshna Vaghela) સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ જોવા   મળી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ

* સરદાર સાહેબની 150 મી જન્મ જયંતિ વર્ષમાં ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઈઝ યુનિટી માર્ચનું આયોજન

* વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે

મુખ્યમંત્રીએ યુનિટી માર્ચ–પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીએ આ રાજ્યવ્યાપી ‘યુનિટી માર્ચ’ (Unity March)નો તારીખ 9 નવેમ્બરે જૂનાગઢ (Junagarh)થી પ્રારંભ કરાવ્યા બાદ, વિધાનસભા વિસ્તાર વાઈઝ આ માર્ચના આયોજન અંતર્ગત, તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સોમવારે સવારે ‘યુનિટી માર્ચ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’થી સાકાર કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારત (United India)નું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જ એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’થી સાકાર કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન અને આપણા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કાશ્મીરમાંથી 370 (Kashmir, 370) દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી, એક ભારત બનાવ્યું છે.

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ

વડાપ્રધાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ (Statue Of Unity)ની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે, તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, આપણે સૌ સરદાર સાહેબને યાદ કરી, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેમ મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ એક બની, નેક બની વિકસિત ભારત @2047 ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.

સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણના સામૂહિક શપથ લેવાયા

આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.

અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈને સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ‘યુનિટી માર્ચ’ થકી સરદાર પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ (Tribute) અર્પણ થશે.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી દર્શના વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા અને નરહરિ અમીન, મહાનગરના પ્રભારી રજની પટેલ, શહેરના ધારાસભ્યો, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જર, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશન જી.એસ.મલિક, કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, સાધુ-સંતો, રાજવી પરિવાર, કોર્પોરેટરો, પક્ષના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે, સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં રન ફોર યુનિટીનું થયું આયોજન

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ‘સરદાર’ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ…