Gandhinagar News: લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhari)ના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું ઐકયભાવનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી

અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની150મી જન્મજયંતી (Birth Anniversary) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

વિશ્વની સૌથી ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ વડાપ્રધાનની શ્રેષ્ઠ અંજલિ
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા એકતા નગર (Ektanagar) ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’ (Statue Of Unity)નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે.

આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. 31 ઓક્ટોબરને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (Rashtriya Ekta Diwas) તરીકે વર્ષ 2014થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.

વડાપ્રધાનના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.

અધ્યક્ષે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી
ગુજરાત (Gujarat)નાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબ (Sardar Patel)ની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગાંધીનગરના મેયર મીરા પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ આશિષ દવે અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરો, વિધાનસભાના સચિવ સી. બી પંડયા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
