Gujarat News/ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી.

Top Stories Gujarat
pm-modi-will-address-the-nation-today

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતાનગર) ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
UPDATE: PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, એકતા દિવસ નિમિતે PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા, ત્યારબાદ એકતા પરેડ, ધ્વજ કૂચ, મહિલાઓની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ , સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતીય વાયુસેનાનો એર શો યોજાયો. કેવડિયામાં દિલ્હી જેવી પરેડ, રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલ સંપૂર્ણપણે જનસેવા માટે સમર્પિત હતા. તેઓ એકતા અને અખંડિતતાના પ્રતીક હતા અને તેમને ભારતની એકતાના શિલ્પી કહી શકાય. સરદાર પટેલે સ્વતંત્ર ભારતનો પાયો નાખ્યો અને નાના સ્વતંત્ર પ્રાંતોને એક કરીને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું. તેમનું યોગદાન આજે પણ દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે.
પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા

PM મોદીનો આજનો કાર્યક્રમ
સવારે 8:10: સરદાર પટેલની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પુષ્પાંજલિ અર્પણ કરશે.
સવારે 8:15 થી 10:30: એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રને સંબોધન કરશે.
સવારે 10:45: ‘આરંભ 7.0’ ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
બપોરે 12:20: કેવડિયાથી વડોદરા જવા રવાના થશે.
બપોરે 1:00: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

એકતાનગરમાં મુવિંગ પરેડનું આયોજન
આજે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.

પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પરેડમાં જોડાશે
પરેડનું નેતૃત્વ 100 જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે. જેમાં ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાશે. આ ઉપરાંત, 9 બેન્ડ કન્ટીજન્ટ્સ કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવશે. ગુજરાતના બે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજાશે.

સિવિલ સર્વિસીસના તાલીમાર્થીઓ સાથે પીએમ મોદી સીધો સંવાદ
આ કાર્યક્રમમાં ભારતની 16 અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના કુલ 660 અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમની સાથે પીએમ મોદી સીધો સંવાદ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે…

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન