ગીર સોમનાથ,
ધોરણ એક ના 20 જેટલા વિદ્યાર્થીઓને રૂમમાં પુરી શિક્ષકોએ ચાલતી પકડી 6 વાગ્યે સ્થાનિક મહિલાઓએ સળિયા તોડી બહાર કાઢયા હતા,
ગીર સોમનાથના કોડીનારના દરિયા કિનારે આવેલા માઢવાડ ગામના અહીંની પ્રાથમિક શાળા વિવાદોમા સપડાય છે, ગઈકાલે ધોરણ એક અભ્યાસ કરતા 20 જેટલા બાળકોને શિક્ષકો રૂમમાં પુરી ચાલ્યા જતા ભારે હંગામો મચ્યો હતો. 5 વાગ્યે બાળકોને રજા પડે છે.

જેથી શિક્ષકો 5 વાગ્યે સ્કૂલને તાળા મારી જતા રહયા પરંતુ ધોરણ એક નો આખો કલાસ રૂમ બાળકોથી ભરાયેલો હતો અને આ નાના ભૂલકાઓને શિક્ષકો ભૂલી શાળાને લોક કરી દીધી, શાળાની અંદર બાળકો રાડા રાડી કરી દેકારો મચાવી દીધો, આખરે ગામની બે મહિલાઓ ત્યાંથી પસાર થતા બાળકોની ચિખો સાંભળી અને શાળાની દીવાલ કૂદી મહિલાઓએ સરિયા તોડી બાળકો ને હેમખેમ બહાર કાઢયા.

માધવાડ ગામના ધોરણ એક ના બાળકો શાળામા પુરાય રહ્યા હોવાની વાત ગ્રામજનો અને આગેવાનો સુધી પહોંચતા ભારે હંગામો મચ્યો છે, ગામના પટેલો અને સ્થાનિક આગેવાનોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો અને એક પણ વિદ્યાર્થીને સ્કૂલે જવા પર રોક લગાવતા શાળા સુમસામ બની છે.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો એ માનગ કરી છે કે બાળકોને ગોંધી રાખનાર શિક્ષક કોણ છે અને જ્યા સુધી તેના પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મોકલીએ, આશરે 400 જેટલા વિધાયર્થીઓ ના ભાવી સામે સવાલો ઉઠયા. સમગ્ર મામલો ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા જિલ્લા શિક્ષણ અધિકરિયે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા અને યોગય કાર્યવાહીની ખાતરી આપી.
