Not Set/ અમદાવાદ મહાનગર પાલિકાના ડ્રાફ્ટ બજેટ રજૂ, શું મળશે લાભ જાણીલો

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકાએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. મ્યુન્સિપાલ કમિશ્નર વિજય નેહરાએ 7509 કરોડનું બજેટ રજૂ કર્યુ હતુ. જો કે બજેટમાં આ વખતે કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બજેટની થીમ સ્માર્ટ અમદાવાદ રાખવામાં આવી છે. જેમાં ટ્રાફિક અને સ્વચ્છતા પર ભાર મુકવામાં આવશે. કાંકરીયા પ્રાણીસંગ્રહલાયના પાંજરાનુ 1 કરોડના ખર્ચે તેમજ કાંકરિયા લેક્ફ્રન્ટ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકાએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. મ્યુન્સિપાલ કમિશ્નર વિજય નેહરાએ 7509 કરોડનું બજેટ રજૂ કર્યુ હતુ. જો કે બજેટમાં આ વખતે કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બજેટની થીમ સ્માર્ટ અમદાવાદ રાખવામાં આવી છે.

જેમાં ટ્રાફિક અને સ્વચ્છતા પર ભાર મુકવામાં આવશે. કાંકરીયા પ્રાણીસંગ્રહલાયના પાંજરાનુ 1 કરોડના ખર્ચે તેમજ કાંકરિયા લેક્ફ્રન્ટ ગેટ નંબર 50 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે અને 30 હાજર જેટલી રીક્ષા અને 1000 ઇલેકટ્રીક બસ દોડશે.

જેમાં કેપિટલ ખર્ચ તરીકે રૂ. 3903.04 કરોડ અને રેવન્યુ ખર્ચ તરીકે રૂ. 1590.90 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 6500 કરોડ રુપિયાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ.

કમીશ્નરે રજુ કરેલા બજેટની મુખ્ય જોગવાઇ પર નજર કરીએ તો..

-ટ્રાફીક સમસ્યા હલ કરવા ટ્રાફીક મેનેજમેન્ટ માટે 20 કરોડ

રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન સામે -સીંધુભવન-દાણાપીઠ અને પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટીલેવલ પાર્કીંગ

–ત્રણ વર્ષમા શહેરમા 1000 ઇલેક્ટ્રીક બસ દોડશે જેમા 50 બસ એપ્રિલ 19 સુધી દોડતી થઇ જશે

-આગામી ત્રણ વર્ષમા 30 હજાર ઇ-રીક્ષા દોડશે જેમા 150 રીક્ષાનો ઉપયોગ એપ્રિલ 2019 થી થઇ શકશે

-વી એસ હોસ્પિટલ અને ચીનાઇ પ્રસુતિગૃહનુ 60 કરોડના ખર્ચે આધુનિકરણ

-ગરીબ અને મધ્યમવર્ગ માટે 90000 આવાસો

-રેનબસેરાનો ઉપયોગ કરનારાને એક ટંક મફત ભોજન

-200 સ્માર્ટ ટોપયલેટ કે જેમા નક્કી કરેલ રકમ નાંખવાથી ટોયલેટનો ઉપયોગ કરી શકાય છે અને ઓટો કલીન થાય છે

-નાણાની જેમ પાણીના પણ એટી એમ અમદાવાદમા જોવા મળશે.કોર્પોરેશન દ્વારા 100 વોટર એટીએમ મુકવામા આવશે જેમા

નીયત ચાર્જ ચુકવીને પીવાનુ પાણી મેળવી શકાશે

-સાબરમતી નદી શુધ્ધીકરણ માટે 500 કરોડ

-પીરાણા ડંપીંગ સાઇટના નીકાલ માટે 300 કરોડ

-સરખેજ-શીલજ-ગોતા સોલા-નીકાલ-ઇસનપુર-વિંઝોલ-ચેનપુરના તળાવ ડેવલપમેન્ટ

– 10 નવા બગીચા માટે 30 કરોડની ફાણવણી

-ફાયરખાતાંમા આધુનિક રેસ્ક્યુ સાધનો ખરીદવા 3200 કરોડ ફાળવવામા આવ્યા છે

-ઇનપુર-ઓઢવ-ગોતાના સ્મશાનનુ નવીનીકરણ-