Ahmedabad News/ નળસરોવરમાં બોટિંગ પહેલાં સુરક્ષાની તૈયારી! સ્થાનિક ઓપરેટર્સને અપાઈ લાઇફ સેવિંગ તાલીમ

ગુજરાત પ્રવાસન નિગમ અને NIWS દ્વારા નળસરોવરમાં (Nal Sarovar) સ્થાનિક બોટિંગ ઓપરેટર્સને વોટર રેસ્ક્યુ, CPR અને ફર્સ્ટ એઇડની તાલીમ અપાઈ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Nal Sarovar: બોટિંગ ઓપરેટર્સને લાઇફ સેવિંગ અને CPRની તાલીમ

Ahmedabad News: નળસરોવર (Nal Sarovar) ખાતે બોટિંગ અને વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર સ્પોર્ટ્સ (NIWS)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક બોટિંગ ઓપરેટર્સને પાણીમાં સર્જાતી કટોકટીની સ્થિતિનો સામનો કરવા અને જીવન બચાવવાની વિવિધ પદ્ધતિઓની તાલીમ (Water Sports Training) આપવામાં આવી હતી.

Nal Sarovar: બોટિંગ ઓપરેટર્સને લાઇફ સેવિંગ અને CPRની તાલીમ
Nal Sarovar: બોટિંગ ઓપરેટર્સને લાઇફ સેવિંગ અને CPRની તાલીમ

Nal Sarovar: એક મહિના સુધી વિવિધ બેચમાં તાલીમ અપાઈ

‘લાઇફ સેવિંગ ટેકનિક્સ – વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ (LST-WS)’ નામનો આ કાર્યક્રમ 4 ઑક્ટોબર, 2026થી શરૂ થયો હતો અને 2 નવેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયો હતો. નળસરોવર સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ બેચમાં તાલીમ આપવામાં આવી હતી. દરેક બેચ માટે પાંચ દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો.

Nal Sarovar: બોટિંગ ઓપરેટર્સને લાઇફ સેવિંગ અને CPRની તાલીમ

ડૂબતી વ્યક્તિને બચાવવાથી લઈને CPR સુધીની તાલીમ

તાલીમ દરમિયાન ઓપરેટર્સને પાણીમાં ઊભી થતી કટોકટીની સ્થિતિ ઓળખવા, ડૂબતી વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તાત્કાલિક જીવનરક્ષક કામગીરી (Life Saving Techniques) કરવા અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું. તેમાં લાઇફગાર્ડની ફરજો અને જવાબદારીઓ, ડૂબવાની સ્થિતિનાં લક્ષણો, સ્વિમિંગ અને વોટર રેસ્ક્યુ ટેકનિક્સનો સમાવેશ કરાયો હતો.

આ ઉપરાંત તાલીમાર્થીઓને CPR (Cardiopulmonary Resuscitation) અને પ્રાથમિક સારવાર અંગે નિદર્શન સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તેમની કુશળતા ચકાસવા માટે CPR અને પ્રાથમિક સારવારની પ્રાયોગિક કસોટી પણ લેવામાં આવી હતી.

15,877 પ્રવાસીઓએ નળસરોવરની મુલાકાત લીધી

ગુજરાત પ્રવાસન નિગમના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નળસરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત 15,877 પ્રવાસીઓ લઈ ચૂક્યા છે. આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા અને બોટિંગ પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલથી સ્થાનિક બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સની જીવનરક્ષક (Water Rescue Training) તથા કટોકટી વ્યવસ્થાપન ક્ષમતામાં વધારો થવાની આશા છે. બોટિંગ અને અન્ય જળપ્રવૃત્તિઓ દરમિયાન સંભવિત અકસ્માતોનું જોખમ ઘટાડવા અને પ્રવાસીઓને વધુ સુરક્ષિત અનુભવ આપવા માટે આ તાલીમ ઉપયોગી સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: નળસરોવર પક્ષી ગણતરી 2026: 270 પ્રજાતિના 6.42 લાખ પક્ષીઓ નોંધાયા

આ પણ વાંચો: અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં પોલીસ પર હુમલો: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા

આ પણ વાંચો: થોળ-નળસરોવરમાં 54 કરોડના ખર્ચે ફેસિલિટી વિકસાવાશે