Ahmedabad News/ અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં પોલીસ પર હુમલો: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા

અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં પોલીસ રેડ દરમિયાન ગ્રામજનોએ હુમલો (Attack on police ) કર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો અને પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
નળસરોવર Attack on police: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા

Ahmedabad News: અમદાવાદ નજીક આવેલા નળસરોવર વિસ્તારના એક ગામમાં પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. નશીલા પદાર્થોના મામલે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક લોકો અચાનક તૂટી પડતા (Attack on police) તંગદિલી સર્જાઈ હતી.

શું છે સમગ્ર ઘટના?

માહિતી મુજબ, નળસરોવર નજીક આવેલા ધરજી ગામ વિસ્તારમાં પોલીસને નશાના દ્રવ્યો અંગે માહિતી મળતા રેડ માટે ટીમ મોકલવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચતાં જ પરિસ્થિતિ બગડી ગઈ અને કેટલાક ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા.

પોલીસ પર હુમલો (Attack on police), ટીમને દોડાવીને માર માર્યો

સ્થાનિક લોકોએ પોલીસ ટીમ પર લાકડીઓ અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો હતો. આરોપ છે કે પોલીસને દોડાવી દોડાવીને માર મારવામાં (Attack on police) આવ્યા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

વીડિયો થયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં હુમલા (Attack on police)ની ઘટનાઓ સ્પષ્ટ જોવા મળે છે.

પોલીસની કાર્યવાહી

આ મામલે પોલીસે ઉશ્કેરાયેલા ટોળા સામે રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધ્યા છે. સાથે જ, વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો:સાબરમતીમાં કાયદાને ખુલ્લો પડકાર, ફરજ પરની પોલીસ પર હુમલો, PCR વાનમાં તોડફોડ

આ પણ વાંચો:આણંદમાં આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો: 2 કિલો સોનાની ચોરીની તપાસ દરમિયાન હુમલો

આ પણ વાંચો:પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો