Relationship News/ પરિવારમાં માન-સન્માન વધારવા માટે અપનાવો આ 6 ટિપ્સ, દરેક સભ્ય તમારી વાતને આપશે મહત્વ

જો તમને familyમાં યોગ્ય માન-સન્માન નથી મળી રહ્યું, તો તમારા વ્યવહાર અને બોલવાની રીતમાં ફેરફાર કરીને તમે ફરીથી સૌના પ્રિય બની શકો છો. આ લેખમાં જાણો માન-સન્માન વધારવા માટેની 6 અદભૂત ટિપ્સ.

Trending Tips & Tricks Lifestyle Relationships
family

How to get respect in family tips: પરિવાર એ પ્રેમ અને વિશ્વાસનો પાયો છે, જ્યાં દરેક સભ્ય માન-સન્માનનો હકદાર હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે પરિવારમાં કોઈ સભ્યની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી અથવા તેને યોગ્ય માન મળતું નથી. ખાસ કરીને સ્ત્રીઓમાં આ ફરિયાદ વધુ હોય છે કે સાસરીમાં કે સંબંધીઓમાં તેમની લાગણીઓની કદર થતી નથી. સન્માન કમાવવું અઘરું છે પણ ગુમાવવું ખૂબ સહેલું છે. જો તમે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો તમારા વ્યવહારમાં આ નાના ફેરફારો કરીને તમે ફરીથી સૌના ચહેતા બની શકો છો.

family

સૌ પ્રથમ પોતાનું સન્માન કરો (Self-Respect)

તમને પરિવારમાં (family) ત્યારે જ સન્માન મળશે જ્યારે તમે પોતે પોતાની કદર કરશો. નાની-નાની વાતોને વતંગોડ કરીને બોલવી અથવા પાયાવિહોણી વાતો કરવાથી લોકો તમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે. જો તમારે ખોવાયેલું માન પાછું મેળવવું હોય તો સંયમિત અને અર્થપૂર્ણ વાત કરવાની આદત પાડો. તમારી ગરિમા જાળવી રાખશો તો જ બીજા તમારી મર્યાદા રાખશે.

મદદગાર બનો

જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે બીજાની મદદ કરો છો, ત્યારે તમારું મહત્વ આપોઆપ વધી જાય છે. પરિવારમાં દરેક સભ્ય પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, એવા સમયે જો તમે સામે ચાલીને કોઈની મદદ કરશો તો તે વ્યક્તિ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. તમારો અનુભવ અને જ્ઞાન પણ યોગ્ય સમયે શેર કરો જેથી લોકો તમારી સલાહ લેતા થાય.

family

બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખો

ઉદારતા એ સન્માન મેળવવાની ચાવી છે. જમતી વખતે પોતાની પ્લેટ ભરતા પહેલા બીજાને પૂછવાની તસ્દી લો અથવા ઘરના (family) વડીલોના આરામનું ધ્યાન રાખો. તમારા આવા નાના-નાના જેસ્ચર (હાવભાવ) લોકોની નજરમાં તમારી છબી એક પ્રેમાળ અને જવાબદાર વ્યક્તિ તરીકે ઉભી કરશે.

વાત કરતી વખતે આઈ-કોન્ટેક્ટ રાખો

જ્યારે તમે કોઈની સાથે વાત કરો ત્યારે નજર ચોરાવીને વાત ન કરો. જો તમે આંખોમાં આંખ મિલાવીને વાત નથી કરતા, તો લોકો તમને લુચ્ચા અથવા અવિશ્વાસુ માની શકે છે. વાતચીત દરમિયાન હંમેશા આત્મવિશ્વાસ (Confidence) જાળવી રાખો, જેથી સામેવાળી વ્યક્તિ તમારી વાતને ધ્યાનથી સાંભળે અને સમજે.

family

familyના નિર્ણયોમાં ભાગીદારી નોંધાવો

માત્ર પોતાની જ ચિંતા કરવાને બદલે ઘરના (family) નાના-મોટા નિર્ણયોમાં રસ લો. જ્યાં જરૂર હોય ત્યાં તમારી મૌલિક રાય આપો. ઘરમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરો. જ્યારે તમે ઘરના કાર્યોમાં સક્રિય ભાગ લેશો, ત્યારે પરિવારના સભ્યોને તમારી હાજરીની કિંમત સમજાશે.

બીજાને પર્સનલ સ્પેસ આપો

ઘણીવાર વડીલો બાળકો કે વહુ-દીકરીઓની દરેક વાતમાં દખલગીરી કરવા લાગે છે, જેના કારણે અંતર વધવા લાગે છે. જો તમારે સન્માન મેળવવું હોય તો બીજાની અંગત બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરવાનું ટાળો. દરેકને પોતાની વાત રજૂ કરવાની અને જીવવાની સ્પેસ આપો. ખાસ કરીને વહુઓ અને દીકરીઓને યોગ્ય માન અને સ્પેસ આપવાથી સંબંધોમાં મધુરતા આવે છે.


આ પણ વાંચો:પતિ-પત્ની વચ્ચેના ઝઘડા મિનિટોમાં ઉકેલશે આ 5-5-5 Rule, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

આ પણ વાંચો:શું તમારા સંબંધોમાં તણાવ છે? કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો બદલી શકે છે તમારું જીવન

આ પણ વાંચો: પત્નીઓને બાળકો કરતા પતિ તરફથી મળે છે વધુ સ્ટ્રેસ, જાણો આ ચોંકાવનારી સ્ટડીમાં શું થયું જાહેર