Not Set/ VIDEO : ધવનને આઉટ કર્યા બાદ આ કેરેબિયન ખેલાડીએ “ગબ્બર સ્ટાઈલ”માં કર્યું ખાસ સેલેબ્રેશન

મુંબઈ, ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન ક્રિકેટના મેદાનમાં હંમેશાની માટે કેચ પકડ્યા બાદ ગબ્બર સ્ટાઈલમાં સેલેબ્રેશન કરતા નજરે જોવા મળે છે. ગબ્બરના નામે ઓળખાતા ધવનનો આ અંદાજ ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે. https://twitter.com/shadabarabbani/status/1056835344673386496 જો કે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી ચોથી વન-ડે મેચમાં પરંતુ શિખર ધવનની વિકેટ લીધા બાદ કેરેબિયન ખેલાડી કિમો પોલે પણ […]

Trending Sports Videos

મુંબઈ,

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન ક્રિકેટના મેદાનમાં હંમેશાની માટે કેચ પકડ્યા બાદ ગબ્બર સ્ટાઈલમાં સેલેબ્રેશન કરતા નજરે જોવા મળે છે. ગબ્બરના નામે ઓળખાતા ધવનનો આ અંદાજ ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે.

https://twitter.com/shadabarabbani/status/1056835344673386496

જો કે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી ચોથી વન-ડે મેચમાં પરંતુ શિખર ધવનની વિકેટ લીધા બાદ કેરેબિયન ખેલાડી કિમો પોલે પણ આ જ અંદાજમાં ખાસ સેલેબ્રેશન કર્યું હતું. ત્યારબાદ આ ખાસ સેલેબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

ચોથી વન-ડે મેચની ૧૨મી ઓવરમાં જયારે ભારતીય ટીમનો સ્કોર ૭૧ રન પર પહોચ્યો હતો, ત્યારે ભારતને ધવનના સ્વરૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જો કે ધવનને આઉટ કર્યા બાદ કિમો પોલનું ખાસ સેલેબ્રેશન જોઈ શિખર ધવન પોતે હસી પડ્યો હતો.