Sport news/ ન્યૂઝીલેન્ડે 225 રન ફટકાર્યા, ભારત સામે 226 રનનું મોટું લક્ષ્ય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહી છે. શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર પહોંચી ગયો છે.

Top Stories Sports
IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં

Sport News: IND vs NZ 1st T20 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે અને ભારતીય ટીમને લક્ષ્યનો પીછો કરવાનો રહેશે.

ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 200 રનને પાર પહોંચતા ટીમ ઈન્ડિયા પર દબાણ વધી ગયું છે. ભારતીય બોલરો માટે યજમાન ટીમને મોટા સ્કોરથી રોકવાનો પડકાર રહ્યો હતો.

ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડનો પડકાર

ટોસ સમયે કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે ટીમ માટે શરૂઆતમાં પિચ કેવી રીતે રમે છે તે સમજવું મહત્વપૂર્ણ રહેશે. તેમણે ટીમની બેટિંગને લઈને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રેયસ અય્યરના જણાવ્યા અનુસાર ટીમે બેટિંગમાં અનેક સકારાત્મક બાબતો દર્શાવી છે.

ભારતીય ટીમ માટે આ મેચ આસાન નથી, કારણ કે ટીમ થોડા સમય પહેલાં જ ન્યૂઝીલેન્ડ પહોંચી છે. ટીમને તૈયારી માટે વધારે સમય મળ્યો નથી. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિ અને પિચ ભારતીય ખેલાડીઓ માટે અલગ પડકાર રજૂ કરે છે.

IND vs NZ 1st T20 માં ભારતીય ટીમ તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને મયંક યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ પાસેથી ટીમને સારા પ્રદર્શનની અપેક્ષા છે.

ન્યૂઝીલેન્ડમાં મોટો સ્કોર બનાવવો પડકારજનક

ન્યૂઝીલેન્ડની પિચો પર T20 ક્રિકેટમાં મોટા સ્કોર બનાવવા હંમેશા સરળ રહેતા નથી. અહીં બોલ સ્વિંગ થવાની સાથે પિચમાંથી ઝડપી બોલરોને મદદ મળવાની શક્યતા રહે છે. આ કારણે બેટ્સમેનો માટે શરૂઆતની ઓવરોમાં સાવચેતીપૂર્વક બેટિંગ કરવી જરૂરી બને છે.

આંકડાઓ અનુસાર ન્યૂઝીલેન્ડમાં T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 200 રનનો સ્કોર લાંબા સમય બાદ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમનો સ્કોર 200ને પાર પહોંચવો ભારતીય ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

ભારતીય ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પણ સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં સ્વિંગ બોલિંગનો ફાયદો ઉઠાવવા માટે તેમનો અનુભવ મહત્વપૂર્ણ બની શકે છે.

બુમરાહ અને હાર્દિક સિરીઝમાંથી બહાર

ભારતની T20 ટીમમાં બે મોટા મેચવિનર ખેલાડીઓ આ સિરીઝમાં જોવા મળી રહ્યા નથી. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે ટીમનો ભાગ નથી.

બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણની જવાબદારી અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને મયંક યાદવ જેવા બોલરો પર છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ભારતીય બોલરો પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ XI

ન્યૂઝીલેન્ડે પ્રથમ T20 મેચ માટે મજબૂત ટીમ ઉતારી છે. ટીમમાં ફિન એલન, ટિમ સીફર્ટ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસનનો સમાવેશ થાય છે.

મિચેલ સેન્ટનર ટીમની કમાન સંભાળી રહ્યા છે, જ્યારે ટિમ સીફર્ટ વિકેટકીપરની ભૂમિકા નિભાવશે.

ભારતની પ્લેઇંગ XI

ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે. તેમની સાથે અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ ટીમમાં સામેલ છે.

આ મેચ સાથે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લાંબી ક્રિકેટ સિરીઝની શરૂઆત થઈ છે. T20 સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ પણ રમાવાની છે. તેથી IND vs NZ 1st T20 માત્ર પ્રથમ મેચ નથી, પરંતુ બંને ટીમો વચ્ચેની લાંબી ક્રિકેટ ટક્કરની શરૂઆત પણ છે.

Live updates : india vs new zealand 1st t20i live score….

સંજુ સેમસન બન્યા પ્લેયર ઓફ ધ મેચ

4:55PM

શાનદાર બેટિંગ બદલ સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. તેમણે માત્ર 33 બોલમાં 67 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. સંજુએ પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

4:41PM

ભારતે 4 વિકેટે મેચ જીતી

ભારતે પ્રથમ મેચમાં 4 વિકેટે શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા સામે જીત માટે 226 રનનું લક્ષ્ય હતું. ભારતે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 230 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી.

4:16 PM

16 ઓવરમાં ભારતનો સ્કોર

16 ઓવરનો ખેલ પૂર્ણ થઈ ગયો છે. ભારતે 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવી લીધા છે. હવે મેચમાં માત્ર 4 ઓવરનો ખેલ બાકી છે. ભારતને જીત માટે હવે 48 રનની જરૂર છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને બાકીના બેટર્સ પર હવે ટીમને લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી છે.

4:10 PM

ભારતની 5 વિકેટ પડી

ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલ પણ આઉટ થઈ ગયા છે. તેમણે 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. હાલમાં 15મો ઓવર ચાલી રહ્યો છે અને ભારતનો સ્કોર 168 રન છે. ભારતને જીત માટે હજુ પણ 50થી વધુ રનની જરૂર છે. હવે કેપ્ટન શ્રેયસ અય્યર અને બાકીના બેટર્સ ટીમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં કેટલી સફળતા મેળવે છે તે જોવાનું રહેશે.

3:49 PM

તિલક વર્મા પણ આઉટ

ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા 11 બોલમાં માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયા છે. તેમની ઇનિંગ્સમાં એક પણ ચોગ્ગો કે છગ્ગો આવ્યો નહોતો. તિલક વર્માએ ધીમી બેટિંગ કરી હતી. સંજુ સેમસનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા તિલક પણ વધારે સમય ટકી શક્યા નહીં અને પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યા.

IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં
IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં

3:39 PM

ind-vs-nz-1st-t20-live-score
ind-vs-nz-1st-t20-live-score

સંજુ સેમસન આઉટ

ભારતને બીજો ઝટકો લાગ્યો છે. સંજુ સેમસન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે. જોકે આઉટ થતા પહેલા તેમણે શાનદાર બેટિંગ કરી હતી. સંજુ સેમસને 33 બોલમાં 67 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર હાલમાં 115 રન છે. હવે કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યા છે.

3:35 PM

ભારતના 100 રન પૂરા

ન્યૂઝીલેન્ડના 226 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 100 રન પૂરા કરી લીધા છે. અભિષેક શર્મા ધમાકેદાર બેટિંગ કરીને આઉટ થઈ ગયા છે, પરંતુ સંજુ સેમસનની તોફાની ઇનિંગ્સ હજુ પણ ચાલુ છે. સંજુ સેમસન હાલમાં 65 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે.

IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં
IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં

3:27PM

6 ઓવરમાં ભારતનો સ્કોર

6 ઓવરનો ખેલ પૂર્ણ થઈ ગયો છે, એટલે કે પાવરપ્લે પણ સમાપ્ત થઈ ગયો છે. ભારતે અત્યાર સુધીમાં 1 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા હમણાં જ આઉટ થયા છે. હવે તિલક વર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ઈશાન કિશનને હાલ બેટિંગ માટે રોકવામાં આવ્યા છે.

3:25PM

અભિષેક શર્મા આઉટ

ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. અભિષેક શર્મા 12 બોલમાં 29 રન બનાવીને આઉટ થઈ ગયા છે. તેમણે પોતાની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 6 ઓવર પૂર્ણ થયા બાદ ભારતનો સ્કોર 93 રન થઈ ગયો છે. હવે ક્રિઝ પર સંજુ સેમસન સાથે નવા બેટર ઈશાન કિશન આવ્યા છે.

3:20PM

5 ઓવરમાં ભારતનો સ્કોર

5 ઓવરનો ખેલ પૂર્ણ થઈ ગયો છે. ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા 29 રન અને સંજુ સેમસન 39 રન બનાવીને ક્રિઝ પર છે. પાવરપ્લેનો હજુ એક ઓવર બાકી છે. આ ઓવરમાં ભારતની નજર વધુમાં વધુ રન બનાવવાની રહેશે.

3:14PM

4 ઓવરમાં ભારતના 68 રન, ઓપનર્સની શાનદાર શરૂઆત

ભારતીય ટીમે 4 ઓવર પૂર્ણ થતાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 68 રન બનાવી લીધા છે. સંજુ સેમસને 15 બોલમાં 28 રન બનાવ્યા છે, જ્યારે અભિષેક શર્માએ માત્ર 9 બોલમાં 27 રન પૂરા કરી લીધા છે. ભારતને શાનદાર શરૂઆત મળી છે અને હવે બંને ઓપનર્સે આ જ રનગતિને આગળ પણ જાળવી રાખવી પડશે.

3:04PM

3 ઓવરમાં ભારતના 42 રન

3 ઓવરનો રમત પૂર્ણ થઈ ગયો છે. ભારતીય ટીમ હવે ઝડપથી રન બનાવી રહી છે. ભારતે 3 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 42 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા 7 રન અને સંજુ સેમસન 28 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે. 226 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ભારતે આગળ પણ આ જ રીતે ઝડપી રન બનાવતા રહેવું પડશે.

2:58PM

2 ઓવરમાં ભારતના 20 રન, ઓપનર્સની સારી શરૂઆત

ભારતીય ટીમે સારી શરૂઆત કરી છે. બે ઓવરનો રમત પૂર્ણ થઈ ગયો છે અને ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 20 રન બનાવી લીધા છે. 226 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય બેટ્સમેનોને હવે રનની ગતિ વધુ ઝડપી કરવાની સાથે વિકેટ પણ જાળવી રાખવી પડશે. સંજુ સેમસન અને અભિષેક શર્મા પાસેથી મોટી ઇનિંગ્સની આશા રહેશે

2:46PM

ભારતીય ટીમ મેદાન પર ઉતરી, બેટિંગ શરૂ

ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન અને અભિષેક શર્મા ક્રિઝ પર આવી ગયા છે. બંને બેટ્સમેન પર શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા વિના ઝડપથી રન બનાવવાની જવાબદારી રહેશે. લક્ષ્ય મોટું છે, પરંતુ જો ભારતીય ઓપનર્સ મજબૂત શરૂઆત કરવામાં સફળ રહેશે તો 226 રનના લક્ષ્યનો પીછો કરવો ભારત માટે સરળ બની શકે છે.

2:31PM

ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં બનાવ્યા 225 રન, ભારત સામે 226 રનનું લક્ષ્ય

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ પૂર્ણ થઈ ગઈ છે. ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. હવે ભારતને જીતવા માટે 226 રન બનાવવાના રહેશે. ન્યૂઝીલેન્ડની પિચ પર આટલા મોટા સ્કોરનો પીછો કરવો ભારત માટે સરળ નહીં હોય. ભારતીય બેટ્સમેનો પર શરૂઆતથી જ ઝડપી રન બનાવવાની સાથે વિકેટ જાળવી રાખવાની મોટી જવાબદારી રહેશે.

2:21PM

ન્યૂઝીલેન્ડના 200થી વધુ રન, ભારત માટે પડકાર વધ્યો

ન્યૂઝીલેન્ડની ટીમે 200 રનનો આંકડો પાર કરી લીધો છે. ટીમે અત્યાર સુધીમાં માત્ર 4 વિકેટ ગુમાવી છે અને હાલમાં 19મો ઓવર ચાલી રહ્યો છે. બાકીની બોલમાં ન્યૂઝીલેન્ડની ટીમ વધુમાં વધુ રન બનાવીને મોટો સ્કોર ઊભો કરવા માગશે. ભારત માટે આ લક્ષ્ય સરળ રહેવાનું નથી અને હવે ભારતીય બોલરો પર ન્યૂઝીલેન્ડને શક્ય તેટલા ઓછા રન સુધી રોકવાની મોટી જવાબદારી રહેશે.

2:14PM

ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો, અર્શદીપ સિંહે કર્યો રનઆઉટ

ન્યૂઝીલેન્ડની ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. બેવન જેકોબ્સ 16 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો છે. તેની ઇનિંગ્સમાં 3 છગ્ગાનો સમાવેશ થાય છે. અર્શદીપ સિંહે શાનદાર ફિલ્ડિંગ કરતા બેવન જેકોબ્સને રનઆઉટ કરી દીધો છે.

18મો ઓવર હાલમાં ચાલી રહ્યો છે અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 195 રન થઈ ગયો છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ 200 રનનો આંકડો પાર કરવા માટે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરશે.

2:09PM

ન્યૂઝીલેન્ડ 200 રનની નજીક, ભારતની મુશ્કેલી વધી

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સના 17 ઓવર પૂર્ણ થઈ ગયા છે અને ટીમે 3 વિકેટના નુકસાન પર 190 રન બનાવી લીધા છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ 200 રનના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં આ આંકડો પાર કરી શકે છે. ભારત માટે આગામી ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકવા અને ઝડપથી વિકેટ મેળવવી જરૂરી બની ગઈ છે. હાલની સ્થિતિ જોતા ભારતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

2:03PM

16 ઓવરમાં ન્યૂઝીલેન્ડના 172 રન

ન્યૂઝીલેન્ડની ટીમે 16 ઓવર પૂર્ણ થતાં 3 વિકેટના નુકસાન પર 172 રન બનાવી લીધા છે. હાલમાં ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકોબ્સ ક્રિઝ પર છે. ન્યૂઝીલેન્ડ પાસે હવે માત્ર 4 ઓવર બાકી છે. બાકીની ઓવરોમાં ટીમ કેટલા વધુ રન ઉમેરે છે અને અંતે કેટલો મોટો સ્કોર ઊભો કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં
IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં

1:52 PM

ન્યૂઝીલેન્ડનો સ્કોર 150ને પાર

ન્યૂઝીલેન્ડની ટીમે 15મી ઓવરમાં 150 રનનો આંકડો પાર કરી લીધો છે. ગ્લેન ફિલિપ્સ હવે અડધી સદીની નજીક પહોંચી ગયા છે અને મજબૂત બેટિંગ કરી રહ્યા છે. બીજી તરફ જેકોબ્સ પણ ક્રિઝ પર પોતાની ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ હવે અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવીને મોટો સ્કોર ઊભો કરવા માગશે.

1:38PM 

ન્યૂઝીલેન્ડનો ત્રીજો વિકેટ પડ્યો

13મી ઓવરની શરૂઆત સાથે જ ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો છે. અર્શદીપ સિંહે ડેરિલ મિચેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. મિચેલે 19 બોલમાં 28 રન બનાવ્યા હતા અને ત્યારબાદ તે આઉટ થયો હતો. હવે ભારત ન્યૂઝીલેન્ડ પર વધુ દબાણ બનાવવાનો પ્રયાસ કરશે.

1:37PM 

12 ઓવરમાં ન્યૂઝીલેન્ડના 122 રન

12 ઓવર પૂર્ણ થવા સાથે ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકસાન પર 122 રન બનાવી લીધા છે. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે 26 બોલમાં 42 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ ગઈ છે. બંને બેટ્સમેન મજબૂતીથી બેટિંગ કરી રહ્યા છે અને ન્યૂઝીલેન્ડની ટીમ હવે મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે.

1:30 PM 

ન્યૂઝીલેન્ડના 100 રન પૂરા, 11મો ઓવર ચાલુ

ન્યૂઝીલેન્ડની ટીમે 100 રનનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં 11મો ઓવર ચાલી રહ્યો છે અને ટીમે અત્યાર સુધીમાં માત્ર 2 વિકેટ ગુમાવી છે. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર મક્કમ રીતે બેટિંગ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ હવે અહીંથી વધુ મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.

1:25 PM 

10 ઓવરમાં ન્યૂઝીલેન્ડના 98 રન

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સના 10 ઓવર પૂર્ણ થઈ ગયા છે. એટલે કે ટીમની અડધી ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવી લીધા છે. ટીમ હવે ટૂંક સમયમાં 100 રનનો આંકડો પાર કરવા ઈચ્છશે. હાલમાં ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર હાજર છે.

IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં
IND vs NZ 1st T20: ન્યૂઝીલેન્ડનો સ્કોર 200ને પાર, ભારત મુશ્કેલીમાં

1:16 PM 

અક્ષર પટેલે ફિન એલનને 45 રને આઉટ કર્યો

ન્યૂઝીલેન્ડની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. ફિન એલન અક્ષર પટેલનો શિકાર બન્યો છે. તેણે 24 બોલમાં ઝડપી 45 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

ફિન એલનના આઉટ થયા બાદ ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર આવ્યા છે. ડેરિલ મિચેલ તેમનો સાથ આપી રહ્યા છે. ભારત હવે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ પર વધુ દબાણ બનાવવાનો પ્રયાસ કરશે.

1:13 PM 

7 ઓવરમાં ન્યૂઝીલેન્ડના 72 રન, ભારતને બીજી વિકેટની તલાશ

7 ઓવર પૂરા થયા બાદ ન્યૂઝીલેન્ડે એક વિકેટના નુકસાન પર 72 રન બનાવી લીધા છે. New Zealand Powerplay Score બાદ ટીમનો સ્કોર સતત આગળ વધી રહ્યો છે. ફિન એલન 38 રન અને ડેરિલ મિચેલ 8 રન બનાવીને ક્રિઝ પર છે. ન્યૂઝીલેન્ડની ટીમ હવે મોટા સ્કોર તરફ આગળ વધતી જોવા મળી રહી છે. ભારતે ઝડપથી વધુ વિકેટ મેળવીને ન્યૂઝીલેન્ડની રન બનાવવાની ગતિ પર અંકુશ લગાવવો પડશે.

1:06 PM 

પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડની ધમાકેદાર શરૂઆત, 6 ઓવરમાં 65 રન

પાવરપ્લે પૂર્ણ થઈ ગયો છે, એટલે કે 6 ઓવરનો રમત પૂરો થયો છે. New Zealand Powerplay Score દરમિયાન ન્યૂઝીલેન્ડે એક વિકેટના નુકસાન પર 65 રન બનાવી લીધા છે. હાલમાં ડેરિલ મિચેલ 7 રન અને ફિન એલન 33 રન બનાવીને ક્રિઝ પર છે. હવે જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડની ટીમ અહીંથી આગળ કેવી બેટિંગ કરે છે અને કેટલો મોટો સ્કોર બનાવે છે.

1:02 PM

મયંક યાદવને પ્રથમ ઓવરમાં જ સફળતા

ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઝટકો લાગી ગયો છે. મયંક યાદવે ટિમ સીફર્ટને આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો છે. સીફર્ટે 17 બોલમાં 24 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 5 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 49 રન થઈ ગયો હતો.


આ પણ વાંચો:IND vs WI T20I: અર્શદીપ સિંહની ઈજાથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી, સંજુ સેમસને આપ્યું હેલ્થ અપડેટ

આ પણ વાંચો:ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે રચ્યો ઈતિહાસ, T20માં 249 રનનો વિશાળ સ્કોર

આ પણ વાંચો:BCCIનું મોટું એલાન! ટીમ ઈન્ડિયા પ્રથમ વખત જાપાન સામે રમશે T20I મેચ