Keral Story/ કેરળમાં સગીરાના જાતીય શોષણની કંપારી છૂટી જાય તેવી કહાણી

કેરળના પઠાણમથિટ્ટા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે..…જ્યાં એક તરુણીનું એક બે કે ત્રણ નહીં પણ 64 લોકોએ જાતીય શોષણ કર્યું…જી, હા તમે સાચું સાંભળ્યું એક તરુણીએ તેના સાથે થયેલી આ આપવીતી જણાવતા કહ્યું કે, તેનું ચાર વર્ષ સુધી જાતીય શોષણ થયું છે….. અને આ ચાર વર્ષમાં તે 64 લોકોનો શિકાર બની…..

Trending Mantavya Vishesh

બેટી બચાઓ, બેટી પઢાઓ આ નારા તો બધાંને યાદ જ હશે ??? હવે એક નારો આ પણ દીકરી ભણી તો રહી છે પરતું તેને બચાવશે કોણ??? આ હું એ માટે કહી રહી છું કારણ કે, જયાં હમણાં જ ભરૂચ જિલ્લામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ તાજેતરમાં ખૂબ જ ગુંજ્યો હતો. બાળકી પર એટલી ખરાબ રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો કે તે બે-બે ઓપરેશન પછી મૃત્યુ પામી હતી. ત્યાં જ કેરળના પઠાણમથિટ્ટા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે..…

જ્યાં એક તરુણીનું એક બે કે ત્રણ નહીં પણ 64 લોકોએ જાતીય શોષણ (Sexual Abuse) કર્યું…જી, હા તમે સાચું સાંભળ્યું એક તરુણીએ તેના સાથે થયેલી આ આપવીતી જણાવતા કહ્યું કે, તેનું ચાર વર્ષ સુધી જાતીય શોષણ થયું છે….. અને આ ચાર વર્ષમાં તે 64 લોકોનો શિકાર બની…..

તેનું કહેવું છે કે તે તેના જ નજીકના લોકો દ્વારા ભોગ બનાવામાં આવી હતી તેના કોચ, પડોશીઓ અને સંબંધીઓએ જ કુકર્મ આચર્યું.. તેના જણાવ્યાં મુજબ 2019 માં તેનું પહેલી વાર શોષણ થયું હતું જ્યારે તે 13 વર્ષની હતી તે પણ તેના સાથે સ્કૂલમાં ભણતા મિત્ર દ્વારા તેનું શોષણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં તેણે પોતાના અન્ય મિત્રને બોલાવ્યાં અને છોકરી સાથે ખરાબ વર્તન કરાવ્યું હતું…

ત્યારબાદ જ્યારે છોકરી રમગમત માટે જતી હતી ત્યારે કોચે તેનું શોષણ કર્યું…. અને દુ:ખદ વાત તો એ છે કે, તેના કોચ, ટ્રેનરે અને તેના સગાઓએ પણ તેને ના બખ્શી… અને રમતગમત શિબિરો સહિત અનેકો સ્થળોએ આ રમતવીર છોકરી પર દુર્વ્યવહાર થયો….

તમને જાણીને નવાઈ લાગશે કે, આ છોકરી બે મહીના પહેલા જ 18 વર્ષની થઇ છે, અને તેના પાસે પોતાનો કોઇ ફોન નથી તે તેના પિતાના મોબાઇલનો ઉપયોગ કરતી હતી જેમાં તેણે લગબગ 40 નંબર સેવ કર્યા હતાં, જેમણે તેના સાથે ખરાબ વર્તન કર્યું હતું અને આ વિશે છોકરીએ શાળાના કલ્યાણ સમિતિના કાઉન્સેલિંગ સત્ર દરમિયાન આ વાત કરી હતી…. જો કે કલ્યાણ સમિતિના સભ્યો પણ તેની આ વાત સાભળીને ચોકીં ગયા હતા અને તે પછી આ આરોપો સાચા સાબિત થયા…

તેની ખાતરી કરવામાં માટે મનોવિજ્ઞાન પાસેથી તેનું કાઉન્સેલિંગ કરાવ્યું….. તે પછી કલ્યાણ સમિતિના હસ્તક્ષેપ બાદ પોલીસ કેસ નોધાવામાં આવ્યો હતો, જેનો સર્પક કાઉન્સેલર દ્વારા કરવામાં આવ્યો હતો અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોક્સો એક્ટ અને અન્ય બાબતો હેઠળ કેસ નોધવામાં આવ્યાં… પોલીસના જણાવ્યાં મુજબ આ સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના આરોપીયો કોચ, સહપાઠીઓ સ્થાનિક રહેવાસીઓ છે.. અને છઠો આરોપી પહેલાથી જ જેલમાં છે…. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે, હવે છોકરીયો કોના ઉપર ભરોસો કરી શકે મિત્ર ઉપર? શિક્ષક ઉપર? કોચ ઉપર??? પાડોશીઓ ઉપર?? આનો જવાબ કોઇના પાસે નથી, કારણ કે આ હેવાનો માટે કડક પગલા લેવામાં નથી આવી રહ્યા… બેટી બચાઓ બેટી પઢાઓ ના નારા તો બઉ જ લગાવી લીધા,  દિકરી ભણતી પણ થઇ ગઇ પણ તેને આ હેવાનોથી બચાવશે કોણ….?

આજે પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં કોઈ જિલ્લો અને તાલુકો કે કોઈ શહેર બાકી નથી જ્યાં બાળકી પર બળાત્કાર થયો ન હોય. આ સ્થિતિ પાછી દિનપ્રતિદિન વણસી રહી છે, આ સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં  દેશનો કોઈ જિલ્લો, તાલુકો કે ગામ બાકી નહીં હોય જ્યાં બળાત્કાર થયો નહીં હોય….. આજે દરેક દિકરીના માતા પિતા પોતાની દિકરીને ભણાવીને તેને કઇંક બનતા જોવા માગે, તેના પગ પર ઉભી જોવા માગે છે….

પરતું આ સ્થિતિમાં કેવી રીતે માતા પિતા તેને ભણવા મોકલશે તેને કેવી રીતે આ હેવાનોથી સુરક્ષિત કરી શકશે, દરેક દીકરીના માતા પિતાને એ જ ડર છે કે, તેમની દિકરી ક્યાં સુધી સુરક્ષિત છે, કા તો એવું કહીએ કે સુરક્ષિત જ નથી કોને ખબર તેમની દીકરી ક્યારે કોનો શિકાર બની જાય, કારણ કે આ હેવાનો દરેક જગ્યાં પર છે ક્યાંક શિક્ષકના રૂપમાં તો ક્યાંક પાડોશી તો ક્યાંક કોચના રૂપમાં જોવા મળી રહ્યાં છે….

આજે આવી સ્થિતિના કારણે જ્યારે છોકરી સ્કૂલ, કોલેજ અથવા નોકરીએ જાય છે તો દરેક દીકરીની માતાને એ જ ડર હોય છે કે તેમની દીકરી ત્યાં સુરક્ષિત હશે કે નહી તેમની દીકરી સુરક્ષિત ઘરે પાછી આવશે કે નહી, કારણ કે બળાત્કારીઓને તો જાણે કોઇ ડર જ રહ્યો નથી. જો પોલીસ કે તંત્રનો ડર હોત તો બળાત્કારીઓ આવી હિંમત કરી શકતા હોત….તમારું આ વિષે શું કહ્યું છે કોમેન્ટ કરી જણાવો…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સગીરાનું 11 વર્ષની વયે કર્યુ અપહરણ, બે બાળકોની માતા અને…. આ રીતે કર્યો પોલીસે ખુલાસો

આ પણ વાંચો: શિક્ષકે કર્યું છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની નું વારંવાર જાતીય શોષણ, કોર્ટે આપી 60 વર્ષની જેલની સજા

આ પણ વાંચો: સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી