gujrat news/ જૂનાગઢમાં ‘લૂંટેરી દુલ્હન’નો આતંક! લગ્નના નામે ₹2.10 લાખ પડાવ્યા બાદ મહારાષ્ટ્રીયન યુવતી ફરાર

જૂનાગઢના ચોકી ગામના યુવાને (Young) સુરતના મેરેજ બ્યુરો મારફતે સંગીતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના નામે આરોપીઓએ કુલ ₹2.10 લાખ પડાવ્યા હતા. લગ્ન બાદ પત્ની પૈસા લઈને ભાગી ગઈ હતી અને પરત માંગતા પતિને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

Trending Gujarat Others
Young

Looteri Dulhan Junagadh Case: સોરઠ પંથકમાં વધુ એક યુવાન (Young) લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. જૂનાગઢના ચોકી ગામના એક યુવાન સાથે લગ્ન કરી, લાખો રૂપિયાની છેતરપિંડી આચરી મહારાષ્ટ્રીયન યુવતી ફરાર થઈ ગઈ છે. આટલું જ નહીં, જ્યારે ભોગ બનનાર યુવાને પૈસા પરત માંગ્યા ત્યારે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે.

મેરેજ બ્યુરો મારફતે ગોઠવાયો ખેલ

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવાને સુરતના ‘સપ્તપદી મેરેજ બ્યુરો’ નો સંપર્ક કર્યો હતો, જ્યાં વિજય ધકાન અને નીલેશ અગ્રવાલ નામના વ્યક્તિઓએ તેની મુલાકાત સંગીતા નામની મહારાષ્ટ્રીયન યુવતી સાથે કરાવી હતી. લગ્ન નક્કી થયા બાદ યુવાને આરોપીઓને ₹૧.૪૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ વિધિવત લગ્ન થયા પછી થોડા સમયમાં જ યુવતીએ અન્ય એક લગ્નમાં જવાનું બહાનું કાઢ્યું હતું અને યુવાન પાસેથી બીજા ₹70 હજાર પડાવ્યા હતા. આમ, કુલ ₹2.10 લાખ રોકડા લઈને આ કથિત દુલ્હન છૂમંતર થઈ ગઈ હતી.

પૈસા માંગતા મળી બળાત્કારની ધમકી

જ્યારે પત્ની પરત ન આવી ત્યારે યુવાને (Young) તેને ફોન કર્યો હતો. પરંતુ સામેથી પત્ની હોવાનો દાવો કરનાર સંગીતાએ અસલી રૂપ બતાવ્યું હતું. તેણે યુવાનને ધમકી આપી હતી કે જો તે ફરી ફોન કરશે કે પૈસા માંગશે તો તેને બળાત્કાર (Rape) ના ખોટા કેસમાં ફસાવી દેશે.

પોલીસ ફરિયાદ અને તપાસ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ભોગ બનનાર યુવાને આખરે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કથિત લૂંટેરી દુલ્હન (Young) સંગીતા, મેરેજ બ્યુરો સંચાલક વિજય ધકાન અને નીલેશ અગ્રવાલ એમ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે આ ટોળકીના અન્ય સભ્યો કોણ છે અને અગાઉ આવા કેટલા યુવાનો (Young) આ ગેંગનો ભોગ બન્યા છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.

 


આ પણ વાંચો: જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: જળસંચય અભિયાન હેઠળ 45 ગામે વિકાસ કાર્યનો પ્રારંભ

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા