Not Set/ અયોધ્યા વિવાદ અંગે સંજય રાઉતે છોડ્યું રોકેટ, કહ્યું “અમે ૧૭ મિનિટમાં બાબરી તોડી તો, કાયદો બનવા..

અયોધ્યા, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે ખુબ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ પહોચવાના છે, ત્યારે આ પહેલા સંજય રાઉતનું એક નિવેદન સામે આવ્યું છે. Humne 17 minute mein Babri tod di, to […]

Top Stories India Trending
સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ (જુલાઈ 18) નજીક આવી રહી છે. બળવા સામે ઝઝૂમી રહેલી શિવસેનાએ હજુ નક્કી કર્યું નથી કે યશવંત સિંહાને મત

અયોધ્યા,

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે ખુબ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ પહોચવાના છે, ત્યારે આ પહેલા સંજય રાઉતનું એક નિવેદન સામે આવ્યું છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, “અમે માત્ર ૧૭ મિનિટમાં જ બાબરી મસ્જિદ તોડી હતી તો કાયદો બનાવવા માટે આટલો વિલંબ શા માટે થઇ રહ્યો છે ?

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ભવનથી લઈ યુપી સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામાં પણ એવા ઘણા સાંસદ છે જેઓ રામ મંદિર સાથે ઉભા રહેશે. જે વિરોધ કરશે તેઓને દેશમાં મુશ્કેલી થશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ધર્મસભામાં અંદાજે ૨ લાખ લોકો ભેગા થવાની આશંકા છે.

શિવાજીના જન્મસ્થળથી માટી લઈને અયોધ્યા પહોચશે ઉદ્ધવ ઠાકરે

national-uttar-pradesh-ayodhya-shivsena-leader-sanjay-raut-statement-ayodhya-dispute

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ૨૪ નવેમ્બર એટલે કે શનિવારના રોજ અયોધ્યા પહોચવાના છે. તેઓએ અનેક સંતો સાથે મળશે.

આ દરમિયાન તેઓ છત્રપતિ શિવાજીના જન્મસ્થળ શિવનેરી કિલ્લામાં પૂજા પાઠ કરીને અહિયાંથી માટી ભરી હતી અને ત્યારબાદ તેઓ આ માટી રામજન્મભૂમિ સ્થળના મહંતને સોપશે.

અયોધ્યા માટે રવાના થયા શિવસૈનિકો

શિવસેના પ્રમુખની ઉપરાંત શિવસૈનિકો પણ અયોધ્યા માટે રવાના થયા છે. “પહેલા મદિર પછી સરકાર”ના નારા સાથે હજારોની સંખ્યામાં શિવસૈનિકો ગુરુવારે થાણે સ્ટેશનથી અયોધ્યા માટે રવાના થયા છે.

શિવ સૈનિકોની આ અયોધ્યા યાત્રાને લઈ શિવસેના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.