મુંબઇ,
વીતેલા જમાનાની બોલિવૂડ એક્ટ્રેસ મોસમી ચટર્જી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગઈ છે. મોસમી ચટર્જીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કેલાશ વિજયવર્ગીયની હાજરીમાં બીજેપીમાં જોડાઇ છે. બીજેપીમાં જોડાયા પહેલા મોસમી ચટર્જીએ ભાજપના ઘણા મોટા નેતાની મુલાકાત લીધી હતી.
જણાવી દઈએ કે મોસમી 2004 પછી સક્રિય રાજનીતિમાં પરત ફરી રહી છે. 2004 માં મોસમીએ બંગાળથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને બોલિવૂડ એક્ટ્રેસને ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો.
Delhi: Veteran actor Moushumi Chatterjee joins BJP in presence of party National General Secretary Kailash Vijayvargiya pic.twitter.com/trLlJXuFPX
— ANI (@ANI) January 2, 2019
આપને જણાવી દઈએ કે મોસમી ચટર્જીનો જન્મ 26 એપ્રિલ, 1948 માં કોલકાતામાં થયો હતો. મોસમી ઇન્ડસ્ટ્રીની એવી પસંદ કરેલી અભિનેત્રીઓમાં છે, જેમણે લગ્ન કર્યા અને બાળકોના જન્મ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. 18 વર્ષની ઉંમરે દીકરીને જન્મ આપ્યા પછી મોસમી ચટર્જીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કેઈ હતી. 19 વર્ષની ઉંમરે તેમણે બંગાળી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. બંગાલીની પછી તેઓ બોલિવૂડમાં આગળ વધ્યા અને તેમના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું હૃદય જીત્યું હતું.
