india news/ BSPમાં ઈશાન આનંદને મળી જવાબદારી, આકાશ આનંદ બાદ ભાઈને આગળ વધારવાની તૈયારી

UP Election 2027: બહુજન સમાજ પાર્ટી (BSP) માં માયાવતીએ ઈશાન આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. આકાશ આનંદને હટાવ્યા બાદ પાર્ટીમાં આ એક મોટો ફેરફાર છે.

Top Stories India Breaking News
UP Election 2027 પહેલા BSPમાં ઈશાન આનંદને મળી જવાબદારી

India News: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં બહુજન સમાજ પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારોને લઈને હલચલ તેજ બની છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના નાના ભત્રીજા ઈશાન આનંદને સંગઠનમાં મહત્વની જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. જોકે તાજા અહેવાલો પ્રમાણે તેમને રાષ્ટ્રીય સંયોજક બનાવાયા હોવાની પુષ્ટિ હજુ થઈ નથી. 23 સપ્ટેમ્બરે લખનૌમાં મળેલી પાર્ટીની મહત્વની બેઠકમાં ઈશાનની હાજરી પણ જોવા મળી હતી.

આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવ્યા

ઈશાનને આગળ લાવવાની કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે તેમના મોટા ભાઈ આકાશ આનંદને(UP Election 2027) બસપાના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર પદેથી ફરી એકવાર હટાવવામાં આવ્યા હતા. 3 સપ્ટેમ્બરે માયાવતીએ આકાશને સંગઠનની મહત્વની જવાબદારીમાંથી દૂર કર્યા હતા. માયાવતીએ જાહેરમાં કહ્યું હતું કે આકાશને રાજકીય રીતે વધુ પરિપક્વ થવા માટે સમયની જરૂર છે.

10 સપ્ટેમ્બરે આકાશને પાર્ટીમાંથી પણ દૂર કર્યા

ત્યારબાદ 10 સપ્ટેમ્બરે માયાવતીએ આકાશ આનંદને બસપાથી(UP Election 2027) સંપૂર્ણપણે અલગ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય આકાશના સસરા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થના રાજકારણમાંથી નિવૃત્તિના એલાન બાદ આવ્યો હતો. માયાવતીએ આકાશ સાથે જોડાયેલા સંગઠનાત્મક મુદ્દાઓ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

ઈશાનને પહેલા પણ મળી હતી સંગઠનની જવાબદારી

7 સપ્ટેમ્બરે માયાવતીએ ઈશાન આનંદને(UP Election 2027) ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાયના રાજ્યો માટે ચીફ સેક્ટર કો-ઓર્ડિનેટર બનાવ્યા હતા. તેઓ સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરીને પોતાના અહેવાલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ કુમારને આપવાના હતા.

2027ની ચૂંટણી પહેલાં સંગઠન પર ફોકસ

બસપાની 23 સપ્ટેમ્બરની બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી(UP Election 2027) અને સંગઠનને મજબૂત કરવાની દિશામાં ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાં ઈશાન આનંદ પણ હાજર રહ્યા હતા. હવે પાર્ટીમાં તેમની નવી ભૂમિકા શું રહેશે અને રાષ્ટ્રીય સ્તરે તેમને કઈ જવાબદારી સોંપાશે, તેના પર નજર છે.


આ પણ વાંચો : માયાવતીએ ફરી આકાશ આનંદને કર્યા પદવિહોણા, હવે નાના ભાઈ ઈશાન પર દાવ લગાવશે બસપા?

આ પણ વાંચો: BSPના તમામ પદો પરથી આકાશ આનંદને કેમ દૂર કરવામાં આવ્યા? માયાવતીએ પોતે કારણ આપ્યું હતું

આ પણ વાંચો: બસપામાં સૌથી મોટો ધડાકો; માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કાઢ્યા