Girsomnath News/ ગીર સોમનાથમાં ઉના પંથકનો રીઢો બુટલેગર ઝડપાયો

ગીર સોમનાથમાં ઉના પંથકનો રીઢો બૂટલેગર ઝડપાયો છે. માથાભારે બૂટલેગર રસિક ઝીણા પોલીસની પક્કડમાં આવ્યો છે. રસિક ઝીણા છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. ગોવાથી અમદાવાદ ફ્લાઇટમાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

Gujarat Others Breaking News

GirSomnath: ગીર સોમનાથમાં ઉના પંથકનો રીઢો બૂટલેગર ઝડપાયો છે. માથાભારે બૂટલેગર રસિક ઝીણા પોલીસની પક્કડમાં આવ્યો છે. રસિક ઝીણા છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. ગોવાથી અમદાવાદ ફ્લાઇટમાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

ગીરસોમનાથની એલસીબી પોલીસે આરોપીને અમદાવાદમાંથી ઝડપી લીધો. ઉના પંથકના આરોપી રસિક ઝીણા સામે 28થી વધુ પોલીસ કેસ છે. તે આ કેસોમાં વોન્ટેડ હતો. આ અગાઉ આ જ રીતે લોકોને દારૂ પહોંચાતા બુટલેગર અને ડીજે સંચાલક પ્રદિપ ઉર્ફે પિન્ટુ ગવળીની વડોદરા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. બુટલેગર ગવળી ડીજેના સ્પીકરમાં દારૂ સંતાડીને વેચતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. ડીજેના સ્પીકર ઉપરાંત ચોરખાના અને ભોંયરામાંથી પણ પોલીસને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી પિન્ટુ ગવળી શુભપ્રસંગોએ ડીજેની આડમાં દારૂ પીરસતો હોવાનું કહેવાય છે. તે સિવાય પોલીસે આ કેસમાં પવન, રવિ અને મહિડા નામથી ઓળખાતા શખ્સોની વોન્ટેડ જાહેર કરીને તેમની શોધ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે દારૂ સહિત 6,36,000 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત

આ પણ વાંચો: ખેડાના લઠ્ઠાકાંડમાં નીકળ્યું અમદાવાદ કનેકશન

આ પણ વાંચો: બિહારમાં લઠ્ઠાકાંડઃ 14ના મોત, અનેક લોકો હજી પણ ગંભીર, મૃત્યુઆંક વધી શકે