Anand News: આણંદ(Anand)ના વહેરાખાડી ગામની સીમમાં યુવકની કરપીણ હત્યા (Murder) કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે ભરવાડના નાકા નજીક કેનાલ પાસે તબેલામાં હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.
આણંદ જીલ્લામાં વહેરાખાડી ગામની સીમમાં યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. ભરવાડના નાકા નજીક કેનાલ પાસે તબેલામાં 38 વર્ષનાં નબીશા દીવાન નામનાં યુવકની હત્યા કરાઈ છે. ખેતરમાં તબેલો બનાવી યુવક પશુપાલન અને ખેતી કરતો હતો. અજાણ્યાં શખ્સે યુવકની કરપીણ હત્યા કરી છે. યુવકની હત્યા પાછળનું કારણ અકબંધ છે. ખંભોળજ પોલીસ, LCB, વાસદ, ભાલેજ, ઉમરેઠ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો છે.

અગાઉ કચ્છમાં મિત્રએ જ મિત્રની હત્યા કરાવવાની ઘટના સાણે આવી છે. આ બનાવ અંજારના વરસામેડીમાં બન્યો હતો. જેમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને રહેસી નાંખવામાં આવ્યો હતો. હત્યા બાદ લાશને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.
આ અંગે તપાસ હાથ ધરીને પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પ્રાથમિક તપાસમાં મોંઘો ફોન પડાવવા માટે યુવાનની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવક અંજારની વેલસ્પન કંપનીમાં નોકરી કરતો હતો .
આ પણ વાંચો:દહેગામમાં વેપારીની આત્મહત્યા, એપીએમસીના ચેરમેન સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
