Uttar Pradesh News:/ માયાવતીએ ફરી આકાશ આનંદને કર્યા પદવિહોણા, હવે નાના ભાઈ ઈશાન પર દાવ લગાવશે બસપા?

બસપા પ્રમુખ Mayawatiએ ફરી એકવાર આકાશ આનંદને તમામ પદોથી હટાવી દીધા છે. બેઠકમાં નાના ભાઈ ઈશાન આનંદની હાજરીથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Mayawati

Mayawati Removes Akash Anand BSP Politics : લખનઉમાં બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ બસપામાં ફરી એકવાર મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. પાર્ટી સુપ્રીમો માયાવતીએ(Mayawati) પોતાના ભત્રીજા આકાશ આનંદ પાસેથી તમામ સંગઠનાત્મક પદો છીનવી લીધા છે. આકાશ આનંદ અત્યાર સુધી બસપાના ચીફ નેશનલ કોઓર્ડિનેટર હતા. હવે તેમને પાર્ટીના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ કાર્યવાહી બાદ આકાશ આનંદના રાજકીય ભવિષ્યને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

Mayawatiએ આકાશને કેમ હટાવ્યા?

માયાવતીએ(Mayawati) સ્પષ્ટતા કરી છે કે આકાશ આનંદને હજુ રાજકીય રીતે વધુ પરિપક્વ થવાની જરૂર છે. તેમના જણાવ્યા પ્રમાણે, આકાશને હાલ કોઈ મોટી જવાબદારી આપવી યોગ્ય નથી. જોકે, પાર્ટીના સૂત્રોનું માનવું છે કે મામલો માત્ર રાજકીય પરિપક્વતા પૂરતો સીમિત નથી. આકાશની આક્રમક રાજકીય શૈલી પણ માયાવતાને પસંદ ન હોવાની ચર્ચા છે. આકાશ આનંદે તાજેતરના સમયમાં આરક્ષણ, દલિત મુદ્દાઓ અને ભાજપ-આરએસએસ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. હાથરસની રેલી સહિત કેટલાક પ્રસંગોએ તેમના ભાષણો ચર્ચામાં રહ્યા હતા. લખનૌના એક દલિત કેબ ડ્રાઇવરના મુદ્દે પણ તેમણે જાતિવાદ અને આરક્ષણને લઈને કડક નિવેદનો કર્યા હતા.

Mayawati

મોહન ભાગવત પર નિવેદન પડ્યું ભારે?

આકાશ આનંદે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પણ દલિત યુવાનો અને આરક્ષણના મુદ્દે સવાલો કર્યા હતા. તેમના આ નિવેદન બાદ માયાવતીએ(Mayawati) આકાશને પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને હટાવવાનું કહ્યું હોવાની ચર્ચા થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આક્રમક રાજકીય વલણ અને સંઘને સીધું નિશાન બનાવવાની નીતિ પણ તેમની સામેની કાર્યવાહીમાં એક કારણ બની શકે છે.

હવે ઈશાન આનંદની એન્ટ્રી?

આકાશ આનંદને હટાવ્યા બાદ તેમના નાના ભાઈ ઈશાન આનંદની બેઠકમાં હાજરીએ નવી રાજકીય ચર્ચા શરૂ કરી છે. ઈશાન પોતાના પિતા આનંદ કુમાર અને માયાવતી સાથે મુખ્ય મંચ પર જોવા મળ્યા હતા અને ગળામાં બસપાનો વાદળી પટકો પહેર્યો હતો. આથી સવાલ ઉઠી રહ્યો છે કે શું માયાવતી હવે આકાશના વિકલ્પ તરીકે ઈશાનને તૈયાર કરી રહી છે?

ચંદ્રશેખર સામે યુવા દલિત ચહેરાની શોધ

ઈશાન આનંદે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરથી કાયદાનો અભ્યાસ કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેઓ હજુ સક્રિય રાજકારણમાં સંપૂર્ણ રીતે ઉતર્યા નથી. પરંતુ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બસપા યુવા અને શિક્ષિત દલિત મતદારોને જોડવા માટે નવા ચહેરા પર દાવ લગાવે તેવી ચર્ચા તેજ બની છે. ચંદ્રશેખર આઝાદ જેવા યુવા દલિત નેતાઓનો વધતો પ્રભાવ બસપા માટે પડકાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં આકાશ આનંદ બાદ ઈશાન આનંદને આગળ લાવવામાં આવે છે કે નહીં, તે આગામી સમયમાં બસપાની રાજકીય વ્યૂહરચનાનો મહત્વનો સંકેત બની શકે છે.


આ પણ વાંચો : આકાશ આનંદ પર માયાવતીનું નિવેદન, કહ્યું ‘પાર્ટીના હિતમાં લોકોને કાઢી મૂકવામાં આવે છે અને પાછા લેવામાં આવે છે’

આ પણ વાંચો: BSPના તમામ પદો પરથી આકાશ આનંદને કેમ દૂર કરવામાં આવ્યા? માયાવતીએ પોતે કારણ આપ્યું હતું

આ પણ વાંચો: આકાશ આનંદે માયાવતીની માફી માંગી, પાર્ટીમાં ફરીથી કામ કરવાની માંગી તક