Not Set/ ગુજરાતમાં ભાજપને ઓછી બેઠકો મળતાં મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે : જીગ્નેશ મેવાણી

પુણેમાં ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા બાદ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ દલિતો પર થઇ રહેલા અત્યાચાર ઉદ્દે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. દિલ્લી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા દલિત નેતાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર હિંસામાં મને ફસાવવામાં આવી રહ્યો છે અને ૨૦૧૯માં બીજેપી અને સંઘને મારાથી ખતરો છે”. પત્રકાર પરિષદ સંબોધતા જીગ્નેશ […]

Top Stories

પુણેમાં ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા બાદ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ દલિતો પર થઇ રહેલા અત્યાચાર ઉદ્દે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. દિલ્લી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા દલિત નેતાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર હિંસામાં મને ફસાવવામાં આવી રહ્યો છે અને ૨૦૧૯માં બીજેપી અને સંઘને મારાથી ખતરો છે”.

પત્રકાર પરિષદ સંબોધતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું, 

  • પુણે હિંસા મામલે વડાપ્રધાન મોદી ચૂપ કેમ છે. દેશમાં દલિત સુરક્ષિત નથી. પ્રધાનમંત્રીની દલિતોને અનુલક્ષીને કોઈ પ્રતિબદ્ધતા છે કે નહીં. પોતાને આંબેડકરના ભક્ત ગણાવતા પીએમ નરેન્દ્ર મોદી આ કઈક પ્રતિક્રિયા આપે.
  • નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ વેમુલા, ઉના, સહારનપુર અને હવે ભીમા-કોરેગાંવમાં દલિતોને નિશાન બનાવવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન ચૂપ કેમ છે. હવે સમય આવી ગયો છે કે, કેન્દ્ર પોતાની રુખ સાફ કરે.
  • ગુજરાતમાં ભાજપને ઓછી બેઠકો મળતાં મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
  • ૨૦૧૯માં વડાપ્રધાન મોદીને બતાવી દઈશું.
  • જો ચૂંટાયેલા વ્યક્તિને નિશાન બનાવાય તો દલિત-ખેડૂતોની શું હાલત હશે ?
  • મારા વિરુધ FIR કેમ કરવામાં આવી, જયારે મેં પુણેમાં કોઈ ભડકાઉ નિવેદનો કર્યા નથી.
  • ૯ જાન્યુઆરીએ દિલ્લીમાં યુવા હુંકાર રેલી યોજાશે.