Not Set/ અમદાવાદ: ગુજરાત યુનિ.માં કર્મચારીઓની દાદાગીરી, પોલીસની હાજરીમાં પત્રકારો સાથે કરી ગેરવર્તણૂંક

અમદાવાદ, લોકશાહીની ચોથી જાગીર પર હુમલાના બનાવો વધી રહ્યા છે. તેવામાં હવે કોઇ લુખ્ખાત્તત્વો નહીં પરંતું ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ મિડીયાકર્મી પર હુમલો કર્યો હતો. વિડીયોમાં તમે જોઇ શકો છે કે, ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ રીતસરની મારામારી પર ઉત્તરી આવ્યા હતા અને મિડીયાકર્મીને ધક્કે ચડાવ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ હાજર હતી. તો પોલીસે કેમ કોઇ પગલા […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

લોકશાહીની ચોથી જાગીર પર હુમલાના બનાવો વધી રહ્યા છે. તેવામાં હવે કોઇ લુખ્ખાત્તત્વો નહીં પરંતું ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ મિડીયાકર્મી પર હુમલો કર્યો હતો. વિડીયોમાં તમે જોઇ શકો છે કે, ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ રીતસરની મારામારી પર ઉત્તરી આવ્યા હતા અને મિડીયાકર્મીને ધક્કે ચડાવ્યા હતા.

આ દરમિયાન પોલીસ પણ હાજર હતી. તો પોલીસે કેમ કોઇ પગલા ન લીધા. તે એક સવાલ છે. જો કે આ દરમિયાન પોલીસ અને મિડીયાકર્મી વચ્ચે પણ તૂતૂમેમે થઇ હતી. જેમાં પોલીસકર્મીઓએ પણ વર્દીનો પાવર રાખીને મિડીયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.

વાત જાણે એમ છે કે વિદ્યાર્થીઓની સમસ્યાને લઇને એનએસયુઆઇ દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે મિડીયાકર્મી કવરેજ કરવા માટે ગયા હતા. આ દરમિયાન યુનિવર્સિટીના કર્મચારીઓએ મિડીયાને કવરેજ કરવા માટે રોક્યા હતા અને લુખ્ખાતત્વોની જેમ મારમારી પર ઉત્તરી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

સીસીટીવી ફૂટેજની વાત કરાતાં યુનિવર્સિટીના કુલપતિએ મૌન સેવ્યું હતું અને મને કશું ખબર નથી તેમ કહીને છટકવાની કોશિશ કરી હતી.

મહત્વની વાત તો એ છે કે પોલીસના ઉચ્ચઅધિકારી ડીજી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઇ પણ પોલીસકર્મી વર્દીમાં રહેશે પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં મિડીયા સાથે ગેરવર્તણૂક કરતાં પોલીસકર્મી ફ્રી ડ્રેશમાં આવ્યા હતા અને મિડીયામાં આ અહેવાલ પ્રસારિત થતાં યુનિવર્સિટીમાંથી રફુચક્કર થઇ ગયા હતા. જેથી કહીં શકાય છે કે ડીજીના આદેશનું ઉલ્લંઘન થયું છે.