Business News : પશ્ચિમી દેશોના નાણાકીય પ્રતિબંધો વચ્ચે ભારત (India)અને રશિયાએ પોતાના દ્વિપક્ષીય વેપારને વેગ (India-Russia Trade)આપવા માટે તૈયાર કરેલું સ્વદેશી પેમેન્ટ માળખું અત્યંત સફળ સાબિત થઈ રહ્યું છે. રશિયા (Russia)ની અગ્રણી બેન્કના તાજેતરના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે થતા કુલ વ્યાપારી વ્યવહારોમાંથી 96 ટકા જેટલો વેપાર હવે થર્ડ-પાર્ટી ચલણને બદલે સીધો ભારતીય રૂપિયા અને રશિયન રૂબલમાં જ થઈ રહ્યો છે.
આ વ્યવસ્થાના સફળ અમલીકરણ માટે બંને દેશોની નાણાકીય સંસ્થાઓ સક્રિયપણે કામ કરી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચલણ (International currency) કન્વર્ઝનને લગતી મુશ્કેલીઓનો સંપૂર્ણ અંત આવ્યો છે.
India-Russia Trade : 39 બેન્કોનું નેટવર્ક અને વેપાર ક્ષેત્રે રિકવરી
આ દ્વિપક્ષીય વેપાર વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે રશિયાની 22 અને ભારતની 17 મોટી બેન્કો સક્રિય રીતે જોડાયેલી છે.વર્ષ 2022 ના ઘટનાક્રમ બાદ 2024 માં ભારત-રશિયાનો વેપાર 70 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. ૨2025 માં પશ્ચિમી પ્રતિબંધોના કારણે આંશિક ધીમો પડેલો વેપાર 2026 ના પ્રથમ છ મહિનામાં ફરીથી ઝડપી રિકવરી દર્શાવી રહ્યો છે.બંને દેશોના મધ્યસ્થ બેન્કિંગ તંત્ર દ્વારા ડાયરેક્ટ કરન્સી સેટલમેન્ટ સેવા સરળ બનાવાતાં આયાતકારો અને નિકાસકારોને સમાન વિનિમય દરનો લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવોમાં અચાનક ઘટાડો; સોનું ₹1.55 લાખની નીચે સરક્યું, ચાંદી પણ તૂટી
આ પણ વાંચો :ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટ્સનો પ્રવાહ વધીને 129 અબજ ડોલરને પાર
આ પણ વાંચો :નોકરિયાતો માટે મહત્વના સમાચાર, હવે PF ઉપાડવાનું બનશે વધુ સરળ!
