Gold-Silver Price: વાયદા બજાર એટલે કે MCXમાં ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. બંને કીમતી ધાતુઓમાં ભારે લેવાલી વચ્ચે સોનાના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ચાંદીમાં પણ અઢી ટકાથી વધુની તેજી જોવા મળી હતી. જોકે, ગઈકાલની જોરદાર તેજી બાદ આજે સવારે બંને ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાતા રોકાણકારોનું ધ્યાન હવે આગામી અમેરિકી આર્થિક ડેટા પર કેન્દ્રિત થયું છે. MCX પર સોનાનો 05-Oct-26 વાયદો ગઈકાલે ₹3,373 એટલે કે 2.21 ટકાના ઉછાળા સાથે ₹1,55,775ના સ્તરે બંધ થયો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,56,296ની ઊંચી સપાટી પણ બનાવી હતી. સતત ખરીદારીને કારણે સોનાના ભાવમાં મજબૂત તેજી જોવા મળી હતી.
ચાંદીમાં પણ ભારે લેવાલી
સોનાની સાથે ચાંદીના ભાવમાં(Gold Silver Price) પણ જોરદાર તેજી નોંધાઈ હતી. ચાંદીનો 04-Dec-26 વાયદો ₹6,083 એટલે કે 2.57 ટકાના વધારા સાથે ₹2,42,349 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,42,776ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આજે સવારે સોના-ચાંદીમાં ઘટાડો(Gold Silver Price)
ગઈકાલની બમ્પર તેજી બાદ આજે સવારે MCX પર કીમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોનાનો ભાવ ₹780 એટલે કે 0.50 ટકા ઘટીને ₹1,54,995ની સપાટીએ આવી ગયો હતો. બીજી તરફ ચાંદીમાં ₹1,775 એટલે કે 0.73 ટકાનો ઘટાડો(Gold Silver Price) નોંધાતા ભાવ ₹2,40,574ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડા પાછળનું એક મહત્વનું કારણ આગામી અમેરિકી Jobs Data એટલે કે Non-Farm Payrolls રિપોર્ટ હોવાનું માનવામાં આવે છે. આ ડેટાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં કેટલો ઘટાડો કરી શકે તેના સંકેતો મળી શકે છે. તેથી વૈશ્વિક રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગનો દબાવ
તાજેતરની તેજી બાદ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price) ઊંચા સ્તરે પહોંચતા કેટલાક રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શાર્પ રિકવરી બાદ ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આગામી અમેરિકી આર્થિક આંકડા અને ફેડના વ્યાજદર અંગેના સંકેતો હવે કીમતી ધાતુઓની આગળની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
