Not Set/ કોરોનાકાળમાં દિલ્હીમાં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ભોજન પૂરુ પાડશે આ ગુજરાતી ક્રિકેટર્સ ભાઈઓની જોડી

કોરોના મહામારીએ સમગ્ર દેશને બાનમાં લીધો છે ત્યારે દેશના ખેલાડીઓ પણ એક બાદ એક આગળ આવી રહ્યા છે. અને મદદનો હાથ લંબાવી રહ્યા છે.ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે તેમની એકેડમી દક્ષિણ દિલ્હીમાં

Gujarat Trending Sports

કોરોના મહામારીએ સમગ્ર દેશને બાનમાં લીધો છે ત્યારે દેશના ખેલાડીઓ પણ એક બાદ એક આગળ આવી રહ્યા છે. અને મદદનો હાથ લંબાવી રહ્યા છે.ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે તેમની એકેડમી દક્ષિણ દિલ્હીમાં કોરોનાથી પ્રભાવિત લોકોને મફત ભોજન આપશે. કોરોના રોગચાળાની બીજી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક દિલ્હીમાં હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ભારત તરફથી 29 ટેસ્ટ અને 120 વનડે મેચ રમનાર ઇરફાનને માર્ચમાં જ ચેપ લાગ્યો હતો. રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટ રમ્યા બાદ તેનો મોટો ભાઈ યુસુફ પણ પોઝિટિવ આવ્યો હતો.

Irfan Pathan & Yusuf Pathan donate food items to the needy amid COVID-19  pandemic - Times of India

 ઇરફાને ટ્વીટ કર્યું, કોરોના રોગચાળાની બીજી લહેર આખા દેશમાં ચાલી રહી છે અને આવી સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ કરવી એ અમારી ફરજ છે. તેનાથી પ્રેરાઈને ક્રિકેટ એકેડેમી ઓફ પઠાણ (સીએપી) દક્ષિણ દિલ્હીમાં જરૂરીયાતમંદોને નિ:શુલ્ક ભોજન પ્રદાન કરશે. યુસુફ અને ઇરફાને ગયા વર્ષે પણ રોગચાળા દરમિયાન 4000 માસ્કનું વિતરણ કર્યું હતું. ભારતમાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ બહાર આવી રહ્યા છે, જ્યારે દરરોજ 3000 થી વધુ લોકો મરી રહ્યા છે.

Irfan And Yusuf Pathan Distributed Rice And Potato For Amid Coronavirus

આ અગાઉ મંગળવારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેસન બેહરેન્ડોર્ફે કહ્યું હતું કે તેઓ યુનિસેફ ઓસ્ટ્રેલિયાની ભારતમાં કોરોના સંકટમાં મદદ માટે કરેલી અપીલ પર રકમનું દાન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે 50,000 ડોલરની જાહેરાત કરી હતી, જ્યારે બેહ્રેન્ડોર્ફના સાથી પેટ કમિન્સ અને બ્રેટ લીએ પણ દાન આપ્યું છે.