નવરાત્રીને આડે હવે માત્ર આજની રાત જ વધી છે, ત્યારે ફરી એક વાર ફરી એક વાર વરસાદ આ નવરાત્રીમાં વિલન બનીને ખેલૈયાની સામે આવે તેવી પૂરેપુરી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી પાંચ દિવસ અહજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

નવરાત્રીમાં ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક હળવું દબાણ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણમાં થવાની પૂરી શક્યતા છે. જેથી આગામી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં મોટા ભાગના તમામ જીલ્લામાં ભરેથીયતી ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે આગામી 4 દિવસમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેથી ખલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. ત્યારે હવે ક્યારે મેઘરાજા રાજ્યમાંથી વિદાય લેશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદનાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
