બેઠક/ રશિયાની મિસાઇલ પોલેન્ડમાં પડતા બે લોકોના મોત થતા માહોલ તંગ,અમેરિકાએ બોલાવી ઇમરજન્સી બેઠક

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન મિસાઈલ પોલેન્ડની સરહદમાં પડી હતી જ્યાં તેના બે નાગરિકોના મોત થયા હતા.

Top Stories World

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન મિસાઈલ પોલેન્ડની સરહદમાં પડી હતી જ્યાં તેના બે નાગરિકોના મોત થયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પોલેન્ડની સરહદમાં રશિયન મિસાઈલ પડતા માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો અને પોલેન્ડના રાષ્ટ્રપતિને મળ્યા બાદ ઘટનાની તપાસમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે, અમે યોગ્ય દિશામાં આગળના પગલાં નક્કી કરવા માટે સતત સંપર્કમાં રહીશું. , બિડેન ઇન્ડોનેશિયાના બાલીમાં G-7 દેશો અને નાટોના સભ્ય દેશો સાથે ‘ઇમરજન્સી’ બેઠક યોજી રહ્યા છે.

યુએસ પ્રમુખ જો બિડેને ટ્વિટ કર્યું, “પૂર્વીય પોલેન્ડમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા અને વિસ્ફોટની તપાસ માટે પોલેન્ડને તેના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપવા માટે મેં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે વાત કરી.” તેમણે ઉમેર્યું હતું કે, “આ તપાસ આગળ વધતાં જ આગળના યોગ્ય પગલાં નક્કી કરવા માટે અમે નજીકના સંપર્કમાં રહીશું.”

આ પહેલા અમેરિકાના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સભ્ય પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડતાં બે લોકો માર્યા ગયા હતા. પોલિશ સરકારના પ્રવક્તા પીઓટર મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી, પરંતુ કહ્યું હતું કે ટોચના નેતાઓ “કટોકટી પરિસ્થિતિ” પર કટોકટી બેઠક યોજી રહ્યા છે.

પોલિશ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનની સરહદ નજીક એક ગામમાં મિસાઇલ પડતાં બે લોકો માર્યા ગયા હતા. મિસાઈલ એવા વિસ્તારમાં પડી જ્યાં અનાજ સૂકવવામાં આવી રહ્યું હતું.