પાંચ તબક્કામાં પૂર્ણ થયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઇ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. તે પછી ઈવીએમનાં મતોની ગણતરી કરવામા આવશે. શરૂઆતનાં વલણોમાં કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે સખત ટક્કર બતાવે છે.
ઝારખંડના ભૂતપૂર્વ સીએમ અને જેવીએમ (પી) ના વડા બાબુલાલ મરંડી 5980 મતોથી ધનવર બેઠક પરથી આગળ છે
https://twitter.com/ANI/status/1208991757205028866
ઝારખંડનાં મુખ્યમંત્રી અને જમશેદપુર પૂર્વનાં ભાજપનાં ઉમેદવાર, રઘુબરદાસ, 1449 મતો સાથે આગળ.
https://twitter.com/ANI/status/1208990921187921922
બાબુલાલ મરાંડી ધનવર બેઠક પરથી 2841 મતોથી આગળ છે.
https://twitter.com/ANI/status/1208980368449130496
ભાજપ 27 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધન 43 બેઠકો પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208978584011857920
81 બેઠકો પર સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: 27 બેઠકો પર ભાજપ અગ્રેસર છે, 25 પર જેએમએમ, કોંગ્રેસ 13 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ 3, બસપા 2 અને સીપીઆઇ (એમએલ) 1 બેઠક પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208978054581645312
78 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 29 બેઠકો પર આગળ છે, 23 પર જેએમએમ, કોંગ્રેસ 11 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ અને બીએસપી 2 અને સીપીઆઈ (એમએલ) 1 સીટ પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208973444852748294
પૂર્વ સીએમ અને જેવીએમ (પી) નાં બાબુલાલ મરાંડી ધનવર બેઠક પરથી 2841 મતોથી આગળ, સીપીઆઈ (એમએલ) નાં રાજકુમાર યાદવ પાછળ છે.
https://twitter.com/ANI/status/1208971912585465857
68 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 22 સીટો પર આગળ, 21 પર જેએમએમ, કોંગ્રેસ 10 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ અને બીએસપી 2 અને સીપીઆઈ (એમએલ) 1 બેઠક પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208971429896548354
દુમકા બેઠક પરથી હેમંત સોરેન પાછળ ચાલી રહ્યા છે, ભાજપનાં લુઇસ મરાંડી 6329 મતોથી આગળ છે.
https://twitter.com/ANI/status/1208969865328906241
જેએમએમનાં હેમંત સોરેન બરહાઇટ વિધાનસભા મત વિસ્તારમાંથી 664 મતોથી આગળ, ભાજપનાં સિમોન માલ્ટો પાછળ ચાલી રહ્યા છે.
https://twitter.com/ANI/status/1208968232792514561
ઝારખંડનાં મુખ્યમંત્રી અને જમશેદપુર (પૂર્વ) નાં ભાજપનાં ઉમેદવાર, રઘુબરદાસ 342 મતો સાથે આગળ, અપક્ષ ઉમેદવાર સરયુ રાય પાછળ છે.
https://twitter.com/ANI/status/1208966901503672320
46 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 17 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 પર, જેએમએમ 13 પર, આરજેડી 3 પર, એજેએસયુ અને બીએસપી બે બેઠકો પર અને સીપીઆઈ (એમએલ) 1 પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208966194004287488
37 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 13 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 પર, આરજેડી 3 પર, જેએમએમ 10 પર, એજેએસયુ અને ભાજપે 2 બેઠકો પર મેળવી જીત.
https://twitter.com/ANI/status/1208964350565699585
પ્રથમ તબક્કાનાં મતની ગણતરી પૂર્ણ. ભાજપનાં લુઇસ મરાંડી 3209 બેઠકોથી આગળ, જેએમએમનાં હેમંત સોરેન દુમકામાં પાછળ.
https://twitter.com/ANI/status/1208963935300284416
સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: 8 બેઠકો પર ભાજપ અગ્રેસર છે, 6 પર કોંગ્રેસ, 3 પર આરજેડી, 4 પર જેએમએમ અને 1 બેઠક પર એજેએસયુ આગળ છે.
https://twitter.com/ANI/status/1208962307348295683
સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: BJP 5 બેઠકો પર અગ્રેસર છે, કોંગ્રેસ 4 પર, આરજેડી 3 પર, જેએમએમ 2 પર અને એજેએસયુ 1 બેઠક પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208960752637243392
સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: BJP 3 બેઠકો પર અગ્રેસર છે, કોંગ્રેસ, જેએમએમ, આરજેડી બે પર અને એજેએસયુ એક બેઠક પર આગળ છે.
https://twitter.com/ANI/status/1208959866867347456
સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) 1 બેઠક પર આગળ છે. ગોમિયા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર લંબોદર મહતો આગળ છે.
https://twitter.com/ANI/status/1208955731770101760
ઝારખંડની વિધાનસભા બેઠકો માટેની મતગણતરી સોમવારે સવારે આઠ વાગ્યે તમામ 24 જિલ્લા મથકોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી.
https://twitter.com/ani_digital/status/1208942798134624258
એક રાઉન્ડમાં વધુમાં વધુ 14 ઈવીએમ મતોની ગણતરી કરવામાં આવશે. દરેક રાઉન્ડમાં મત ગણતરી બાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ પોતપોતાના જિલ્લાનાં સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવામાં વ્યસ્ત છે.
https://twitter.com/ANI/status/1208919981640966145
ઝારખંડની 57 બેઠકોનાં વલણો આવી ગયા છે, 21 બેઠકો પર ભાજપ અને 21 બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે. જ્યારે 4 બેઠકો પર જેવીએમ, 7 બેઠકો પર એજેએસયુ અને 4 બેઠકો પર અન્ય પક્ષો આગળ છે.
https://twitter.com/ani_digital/status/1208892956867846144
ચૂંટણીમાં સૌથી પ્રમુખ ઉમેદવાર મુખ્યમંત્રી રઘુબરદાસ, તેમના પૂર્વગામી હેમંત સોરેન, ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ સુદેશ મહતો અને ઝારખંડ વિકાસ મોરચાનાં બાબુલાલ મરાંડી છે. જેનું ભાગ્ય આજે નક્કી થવાનું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસનાં ગઠબંધને મતદારોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજ્યમાં અલગ-અલગ 9 રેલીઓ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
