Dharma & Bhakti/ ચાણક્ય નીતિ: પૈસા ટકતા નથી? આચાર્ય ચાણક્યના આ નિયમોથી તમારી જીંદગી બદલાઇ જશે…!

ખોટી વ્યક્તિની સંગત તમને આર્થિક અને માનસિક બંને રીતે નુકસાન પહોંચાડશે! આચાર્ય ચાણક્યના નીતિ સૂત્રો (Chanakya Niti Sutra) અનુસાર, પૈસા શી રીતે કમાવા…

Religious Rashifal Trending Dharma & Bhakti
Chanakya Niti Sutra,પૈસા, નાણા, કમાણી, આર્થિક સહાય

Dharm & Bhakti: ભારતીય ઇતિહાસના મહાનતમ અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યના નીતિ સૂત્રો (Chanakya Niti Sutra) આજે પણ આપણા જીવનમાં એટલા જ અસરદાર છે જેટલા એ સમયે હતા! એમણે કેવળ રાજનીતિ જ નહિં પણ એ પણ દર્શાવ્યું હતુ કે પૈસાને શી રીતે કમાવા, સંભાળવા અને વધારવા જોઇએ?

આજની વધતી મોંઘવારી, અનુશ્ચિત આવક અને બદલાઇ રહેલી જીવનશૈલીમાં આ સિદ્ધાંત ઓર મહત્વપૂર્ણ બની જાય છે. ચાણક્યનું મંતવ્ય હતુ કે, કેવળ પૈસાને કમાવા જ પર્યાપ્ત નથી પણ સમજદારીપૂર્વક એને ખર્ચ કરવા, બચત કરવી અને રોકાણ કરવું પણ એટલું જ મહત્વનું હોય છે. જે લોકો આ ટેવને અપનાવે છે એમને જીવનભર કદીયે પૈસાની કમી મહેસૂસ થતી નથી!

કોણ હતા આચાર્ય ચાણક્ય?

ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

કૌટિલ્ય ચાણક્ય ‘અર્થશાસ્ત્ર’ અને ‘નીતિશાસ્ત્ર’ના રચયિતા

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthashastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે.

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન હતા, પરંતુ આજથી હજારો વર્ષ અગાઉ તેમણે જે નીતિઓ બનાવી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એમણે પોતાની ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલા એવા કેટલાય સિદ્ધાંતો દર્શાવ્યા છે, જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઇઓને સ્પર્શી શકે છે.

Chanakya Niti Sutra,પૈસા, નાણા, કમાણી, આર્થિક સહાય

Chanakya Niti Sutra: પૈસાને શી રીતે કમાવા, સંભાળવા અને વધારવા જોઇએ?

પૈસાને શી રીતે કમાવા, સંભાળવા અને વધારવા જોઇએ એ અંગે ચાણક્ય નીતિ આધારિત કેટલાક મુદ્દાઓ જોઇશુ.

1. બચત કરો

દર મહિને પોતાની કમાણીનો એક ભાગ બચત માટે અવશ્ય ણલગ કાઢીને રાખવો. આ આદત મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો સાબિત થાય છે. એ તમને આત્મનિર્ભર બનાવે છે અને આકસ્મિક ખર્ચાઓનો સામનો કરવાનું સરળ બનાવે છે.

2. પૈસાનું સન્માન

પૈસા (Money)ની કદર કરવી જોઇએ. એનો વેડફાટ, દેખાડો અને ઝડપથી ખર્ચ કરવાની ટેવોથી બચવું. બજેટ બનાવીને સમજી-વિચારીને નાણા ખર્ચવા જોઇએ. પૈસાની ઇજ્જત કરનાર જ લાંબા સમય સુધી આર્થિક સ્થિરતા જાળવી શકે છે.

3. કમાણીના અનેક સ્ત્રોત ઊભા કરો

ફક્ત એક નોકરી પર કે આવક પર નિર્ભર ન રહેવું. નવી સ્કિલ્સ શીખવી, ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ અથવા તો પાર્ટ ટાઇમ ઇન્કમની તકો શોધો. આમ કરવાથી કોઇ પણ આર્થિક સંકટ સામે તમારી પાસે વિકલ્પ રહેશે.

4. સકારાત્મક વિચારધારા

ધન-સંબંધિત મુશ્કેલીઓમાં ગભરાઇ જવું સામાન્ય બાબત છે પણ એનાથી નકારાત્મક વિચારસરણી જન્મે છે. સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો અને પડકારોને પણ અવસરના રુપમાં નિહાળવા.

Chanakya Niti Sutra,પૈસા, નાણા, કમાણી, આર્થિક સહાય

5. સમયનો સદુપયોગ કરવો

સમય અને નાણા બંને અણમોલ છે. બેકાર વાતોમાં સમય વ્યર્થ ન કરવો. સમયનું ઉચિત પાલન તમને લક્ષ્ય સુધી જલદી પહોંચાડવામાં સહાયક બનશે.

6. યોગ્ય સંગત શોધો

ખોટી વ્યક્તિની સંગત તમને આર્થિક અને માનસિક બંને રીતે નુકસાન પહોંચાડશે! મહેનતકશ, ઈમાનદાર અને લક્ષ્યને નજરમાં રાખનારા લોકોની સાથે સમય વીતાવવો જોઇએ. આમ કરવાથી તમારા વિચારો અને કમાણીના રસ્તાઓ બંને યોગ્ય દિશામાં રહેશે.

Chanakya Niti Sutra,પૈસા, નાણા, કમાણી, આર્થિક સહાય

7. નાના-નાના ખર્ચાઓનું ધ્યાન રાખો

નાના-નાના ખર્ચાઓને મોટાભાગે, અજાણતા જ મોટી રકમમાં બદલાતા વાર નથી લાગતી! દરેક ખર્ચનો હિસાબ રાખવો. આ ટેવ તમને મોટા નાણાકીય સંકટથી બચાવશે.

8. સમજી-વિચારીને રોકાણ કરો

રોકાણ કરતા પહેલા પૂર્ણ જાણકારી મેળવવી. ઊતાવળે લીધેલા નિર્ણયોથઈ નુકસાન પહોંચી શકે છે અને આથી જ સુરક્ષિત અને લાંબી અવધિવાળા રોકાણ વિકલ્પોમાં નાણા રોકવા હિતાવહ છે.

9. યોગ્ય સમયને ઓળખો

સારી તકો વારંવાર નથી આવતી. સમજી-વિચારીને નિર્ણયો લેવા પણ નિર્ણય લેવામાં વિલંબ ન કરવો. યોગ્ય સમયે લેવામાં આવેલા નિર્ણયોથી તમારી આર્થિક બાબતો અને જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તનો આવી શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: ધરતી પર જ માણશો સ્વર્ગનું સુખ, જો તમારી પાસે હશે આ 3 વસ્તુઓ…