Dharm & Bhakti: જો તમે પણ જીવનમાં સફળતા (Success)ના સોપાનો સર કરવા માંગો છો તો, આચાર્ય ચાણક્ય દ્વારા દર્શાવેલા આ ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) ને પોતાના જીવનમાં અવશ્ય અપનાવવા જોઇએ. આ સફળતા મંત્ર (Success Mantra) અનુસાર, સાચી યોજના, મહેનત અને સાચી દિશા- આ ત્રણેય બાબતો તમને એવા મુકામ સુધી પહોંચાડી શકે છે, જ્યાં તમે પહોંચવા માગો છો.
ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અપનાવી મેળવો સફળતા
આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન હતા, પરંતુ આજથી હજારો વર્ષ અગાઉ તેમણે જે નીતિઓ બનાવી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એમણે પોતાની ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલા એવા કેટલાય સિદ્ધાંતો દર્શાવ્યા છે, જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઇઓને સ્પર્શી શકે છે.

ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

કૌટિલ્ય ચાણક્ય અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthashastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે. એમણે લખેલા અનેક ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિ સૂત્ર આજના આ કઠિન અર્વાચીન સમયમાં પણ પ્રેરણા દાયક અને સુસંગત છે.
એમના માનવા મુજબ, લક્ષ્ય મેળવવા માટે કેવળ મહેનત જ નહિં પરંતુ, સાચી દિશામાં વિચાર કરવો તથા યોજના ઘડવી જરુરી છે. જો તમે પણ જીવનમાં સફળતાના સોપાનો સર કરવા માંગો છો તો, આચાર્ય ચાણક્યની આ નીતિઓને પોતાના જીવનમાં અવશ્ય અપનાવવી જોઇએ.

સમયનો સદુપયોગ કરો
આચાર્ય ચાણક્ય કહે છે કે, સૌથી અધિક મૂલ્યવાન સમય (Time) છે. આ એક એવું સંસાધન છે કે, જેની કદર જે કોઈ વ્યક્તિ કરે છે એ જીવનમાં અવશ્ય આગળ વધી જાય છે. એક વાર સમય વીતી જાય તો ફરીથી ક્યારેય પાછો આવતો નથી. એવામાં મનુષ્યે દરેક કાર્યને સમયસર કરતા શીખવું જોઇએ.
સ્વયં નિર્ણય લો
આચાર્ય ચાણક્યના કથન અનુસાર, કોઈના પર નિર્ભર રહીને ક્યારેય સફળતા મળતી નથી. જે વ્યક્તિ આપમેળે નિર્ણયો (Decisions) લે છે અને પોતાના પ્રયત્નોથી આગળ વધે છે, એ જ જીવનમાં વાસ્તવિક રીતે સફળતા પ્રાપ્ત કરે છે.
મિત્ર અને શત્રુની ઓળખ કરો
ચાણક્ય નીતિમાં જણાવ્યા મુજબ, કોઇ પણ વ્યક્તિની સંગતનો પ્રભાવ એના જીવન પર બહુ ગાઢ રીતે પડે છે. એવામાં હંમેશાં સમજી-વિચારીને જ મિત્ર (Friend) બનાવો. સાચા અને જૂઠ્ઠા લોકોની ઓળખ કરતા શીખો. કુસંગ અને દુરાચારી વ્યક્તિઓથી દૂર રહેવું.

જ્ઞાનને સર્વોપરિ માનો
આચાર્ય ચાણક્ય કહે છે, ધન તો ક્યારેય પણ નાશ પામી શકે છે, પરંતુ જ્ઞાન (Knowledge) એક એવું ધન છે કે જે આજીવન સાથે રહે છે. શિક્ષિત તથા જ્ઞાની વ્યક્તિનું હંમેશાં સન્માન થાય છે. કોઇ પણ કઠિન ઘડીમાં ધન જે કાર્ય નથી કરી શકતું એ કુશાગ્ર બુદ્ધિ અને જ્ઞાન કરી શકે છે.
પોતાના લક્ષ્ય પર અડગ રહો
જીવનમાં કંઇક મોટું લક્ષ્ય (Goal) હાંસલ કરવું હોય તો એના માટે સંકલ્પ, ધૈર્ય તથા નિરંતર પ્રયાસ આવશ્યક છે. વારંવાર લક્ષ્ય બદલનારા લોકોને ક્યારેય સફળતા મળતી નથી. તમારી આવડતને ઓળખો અને એ મુજબ એક લક્ષ્ય નિર્ધારિત કરો અને એના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો, તમને સફળતા અવશ્ય મળશે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
