World News: કેનેડા (Canada Visa)માં અભ્યાસ, નોકરી અથવા કાયમી નિવાસ (PR) મેળવવા ઇચ્છતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને PR અરજીઓ માટેના નવા પ્રોસેસિંગ ટાઈમ જાહેર કરવામાં આવ્યા છે. આ અપડેટ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિઝા (Canada Visa)પ્રક્રિયામાં સતત ફેરફાર થઈ રહ્યા છે.

શા માટે હજારો ભારતીયો કેનેડા તરફ વળી (Canada Visa)રહ્યા છે?
ઉચ્ચ આવક ધરાવતા ઘણા NRI અને યુવાનો માટે કેનેડા (Canada) માત્ર પૈસાનો મુદ્દો નથી. સ્થિર જીવનશૈલી, મજબૂત સોશિયલ સિક્યુરિટી, આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા, તેમજ લાંબા ગાળાની સુરક્ષા કેનેડાને આકર્ષક બનાવે છે. આ કારણોસર જ ભારતીયો મોટી સંખ્યામાં કેનેડામાં અભ્યાસ, કામ અને અંતે PR મેળવવાનું લક્ષ્ય રાખે છે.
PR માટે રાહ જોવાનો સમય કેટલો છે?
IRCCના તાજેતરના અપડેટ મુજબ, PR માટેનો પ્રોસેસિંગ સમય દરેક કેટેગરી પ્રમાણે અલગ છે.
કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC) હેઠળ અરજી કરનારાઓ માટે હવે પ્રોસેસિંગ સમય 7 મહિના છે, જે અગાઉ 6 મહિના હતો.
ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP) દ્વારા અરજી કરનાર ભારતીય કામદારોને પણ હવે 7 મહિના સુધી રાહ જોવી પડશે.
સામાન્ય રીતે IRCC PR અરજીઓ 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ સમયગાળો વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આથી PR માટે અરજી કરનારાઓએ સમય અને દસ્તાવેજોની યોગ્ય યોજના બનાવી રાખવી જરૂરી છે.
ભારતીય કામદારો માટે વર્ક પરમિટમાં સારા સમાચાર
વર્ક પરમિટ (Canada Visa)અંગે ભારતીય કામદારો માટે રાહતના સમાચાર છે. ભારતીય નાગરિકો માટે વર્ક પરમિટનો પ્રોસેસિંગ સમય હવે 8 અઠવાડિયા છે. જ્યારે ગયા મહિને આ સમય 9 અઠવાડિયા હતો, એટલે કે પ્રક્રિયા થોડીઘણી ઝડપાઈ છે.
આની સરખામણીમાં, પાકિસ્તાની નાગરિકો માટે વર્ક પરમિટનો સમય 13 અઠવાડિયાથી વધારીને 30 અઠવાડિયા કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે દેશવાર સુરક્ષા તપાસ અને અરજીના બોજા પ્રમાણે IRCC સમયગાળો નક્કી કરે છે.
સ્ટડી પરમિટ અંગે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતા
જ્યારે વર્ક પરમિટમાં સુધારો થયો છે, ત્યારે સ્ટડી પરમિટ અંગે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્થિતિ થોડી નિરાશાજનક છે. અગાઉ ભારતીય વિદ્યાર્થીઓને 3 અઠવાડિયામાં સ્ટડી પરમિટ મળી જતી હતી. હવે આ સમય વધારીને 4 અઠવાડિયા કરવામાં આવ્યો છે. જોકે આ વધારો બહુ મોટો નથી, પરંતુ શૈક્ષણિક સત્ર નજીક હોય ત્યારે એક અઠવાડિયાનો વિલંબ પણ મહત્વપૂર્ણ બની જાય છે.
પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટનો સમય પણ વધારીને 7 અઠવાડિયા કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને કામદારો માટે શું સલાહ?
જો તમે કેનેડામાં અભ્યાસ કે નોકરી માટે જવાનું આયોજન કરી રહ્યા છો, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
વિઝા (Canada Visa)અરજી વહેલી તકે કરો
તમામ દસ્તાવેજો સંપૂર્ણ અને સાચા રાખો
બાયોમેટ્રિક્સ અને મેડિકલમાં વિલંબ ન થાય તેનું ધ્યાન રાખો
શૈક્ષણિક સત્ર અથવા નોકરીની શરૂઆત પહેલાં પૂરતો સમય રાખીને અરજી કરો
શું ભવિષ્યમાં સમય ફરી બદલાઈ શકે?
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, IRCC પ્રોસેસિંગ સમય સ્થિર નથી. અરજીઓની સંખ્યા, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સ્ટાફ ઉપલબ્ધતા પ્રમાણે સમય વધઘટ થતો રહે છે. તેથી, આજનો સમયગાળો ભવિષ્યમાં ફરી બદલાઈ શકે છે.
IRCC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ મુજબ,
PR માટે રાહ જોવાનો સમય વધ્યો છે,
વર્ક પરમિટમાં ભારતીયો માટે રાહત મળી છે,
સ્ટડી પરમિટમાં થોડી વિલંબની સ્થિતિ છે.
કેનેડા જવાનું સ્વપ્ન જોનાર ભારતીયોએ આ નવા પ્રોસેસિંગ સમયને ધ્યાનમાં રાખીને પોતાની યોજના તૈયાર કરવી જોઈએ, જેથી અંતિમ ક્ષણે મુશ્કેલી ન આવે.
આ પણ વાંચો:કેનેડા મોકલવાના નામે વકીલ પાસેથી 17.5 લાખની ઠગાઈ, વિઝા એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ
આ પણ વાંચો:ભારતીયોને 2026માં કેનેડામાં PR મળવાનો મોકો, H-1B વિઝા હવે સળતાથી મળશે
