Ahmedabad News : કતાર એરવેઝની એક ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ટેક્નિકલ ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. હાલમાં ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને ખામી દૂર થયા બાદ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે.
આ પણ વાંચો:જામનગર: સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
આ પણ વાંચો:જામનગરમાં NRIની કરોડો રૂપિયાની જમીન પચાવી પડાઈ
આ પણ વાંચો:જામનગરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો ભડક્યા
