18th BRICS Summit Live Update: ભારતની યજમાની હેઠળ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનનો પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ મહત્વપૂર્ણ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ બ્રિક્સદેશોના નેતાઓ વૈશ્વિક પડકારો, સહિયારી પ્રાથમિકતાઓ અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.
12 અને 13 સપ્ટેમ્બરે યોજાઈ રહ્યું છે સંમેલન
18મું બ્રિક્સ Summit 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. બ્રિક્સના સભ્ય દેશો ઉપરાંત પાર્ટનર દેશોના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત આઉટરીચ કાર્યક્રમ માટે આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ પણ સંમેલનમાં હાજરી આપશે. બેઠક દરમિયાન વૈશ્વિક અને પ્રાદેશિક સ્તરના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નેતાઓ વચ્ચે વિચારવિમર્શ થશે.
BRICS SUMMIT ની આજની થીમ
આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની થીમ “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” રાખવામાં આવી છે. આ થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Humanity First’ના અભિગમ સાથે જોડાયેલી છે, જેમાં લોકો અને માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બ્રિક્સ Summit દરમિયાન સભ્ય દેશો વચ્ચે સહિયારી પ્રાથમિકતાઓને લઈને સહયોગ કેવી રીતે વધારી શકાય તેના પર ચર્ચા થશે. આ સાથે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે પણ દેશોના નેતાઓ પોતાના વિચારો રજૂ કરશે. આ બેઠકમાંથી વ્યવહારુ અને વિકાસલક્ષી પરિણામો મેળવવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારતની અધ્યક્ષતામાં 350થી વધુ બેઠકો
ભારતની અધ્યક્ષતા દરમિયાન અત્યાર સુધીમાં દેશના 25થી વધુ શહેરોમાં 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. આ બેઠકો દ્વારા બ્રિક્સની વ્યૂહાત્મક ભાગીદારીને ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજકીય અને સુરક્ષા સહયોગ, આર્થિક અને નાણાકીય સહકાર તેમજ સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. હવે તમામની નજર નવી દિલ્હીમાં યોજાઈ રહેલા આ 18મા BRICS Summit પર છે, જ્યાં સભ્ય દેશોના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ સાથે વિકાસ, સહયોગ અને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે.
BRICS સંમેલનની LIVE UPDATE ……
8:45 PM
ભારત મંડપમ ખાતે ગાલા ડિનરનું આયોજન
ભારત મંડપમ ખાતે એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રિભોજનના મેનૂમાં મશરૂમ કબાબ, પનીર લબાબદાર, બીટરૂટ રાયતું અને ઓલ્ડ દિલ્હી ફ્રૂટ આઈસ્ક્રીમ જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે.
WHOના મહાનિદેશક ભવ્ય રાત્રિભોજનમાં સામેલ થવા માટે ભારત મંડપમ પહોંચ્યા.
વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ભવ્ય રાત્રિભોજનમાં સામેલ થવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનૉમ ઘેબ્રેયેસસ ભારત મંડપમ પહોંચ્યા.
07: 05 PM
વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત સંપન્ન થઈ.

વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું દ્વિપક્ષીય બેઠક વખતે સ્વાગત કર્યું. તેમણે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન ચીન દ્વારા આપવામાં આવેલા સમર્થન અને સહકાર બદલ રાષ્ટ્રપતિ શીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ બેઠક દ્વિપક્ષીય સહકાર અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ભારતમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું.
4:19 PM
BRICSમાં ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી મંજૂરી
#WATCH | BRICS Summit: Prime Minister Narendra Modi proposes the adoption of the declaration.
“No member has raised any objection. The New Delhi Declaration 2026 is adopted unanimously,” says PM Modi
(Video source: DD) pic.twitter.com/vBBJSD81uK
— ANI (@ANI) September 12, 2026
18મા BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્ય દેશો સમક્ષ ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સ્વીકારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM મોદીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ અંગે કોઈપણ સભ્ય દેશ તરફથી વાંધો રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ BRICS સભ્ય દેશોની સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણા 2026ને મંજૂરી આપવામાં આવી. આ સાથે સમિટમાં ચર્ચાયેલા વિવિધ વૈશ્વિક અને સહયોગ સંબંધિત મુદ્દાઓ પર BRICS દેશો વચ્ચે સહમતીનો સંદેશ પણ સામે આવ્યો છે.
4:17 PM
PM મોદીએ સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવાની વાત કરી
#WATCH | Delhi: At the BRICS Summit 2026, PM Narendra Modi launches two postage stamps, commemorating 20 years of BRICS.
(Video: DD News) pic.twitter.com/BrJ3KLtbT2
— ANI (@ANI) September 12, 2026
ભારત મંડપમમાં બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે યોજાયેલા બંધ બારણાના સત્રના સમાપન સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાવેશી વૈશ્વિક શાસન વ્યવસ્થા અને બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં વધુ દેશોની ભાગીદારી અને સહકાર વધારવા તરફ બ્રિક્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું.
4:07 PM
વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે BRICSએ આગેવાની લેવી જોઈએ: શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ દેશોને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી છે. તેમણે સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવાની સાથે વૈશ્વિક સુરક્ષા અને શાંતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંકલન મજબૂત કરવાની જરૂરિયાત જણાવી. નવી દિલ્હીમાં ચાલી રહેલી બ્રિક્સ બેઠકમાં વૈશ્વિક સંઘર્ષો અને બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ રહી છે.
મધ્ય પૂર્વમાં શાંતિ માટે BRICS દેશો સાથે મળીને કામ કરશે ચીન: શી જિનપિંગ
શી જિનપિંગે જણાવ્યું કે ચીન બ્રિક્સના અન્ય સભ્ય દેશો સાથે મળીને મધ્ય પૂર્વ અને ગલ્ફ વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતા જાળવવા માટે કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન તેમણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ યુદ્ધના કારણે પ્રદેશના સામાન્ય લોકોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે અને આવી સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતમાં નથી. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો.
4:06 PM
મધ્ય પૂર્વ અને ગલ્ફમાં વધુ યુદ્ધ ટાળવું જરૂરી: શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય પૂર્વ અને ગલ્ફ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ અસ્થિરતા ટાળવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. બ્રિક્સ સમિટ દરમિયાન તેમણે પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો. મધ્ય પૂર્વની સ્થિતિની અસર માત્ર પ્રાદેશિક સુરક્ષા પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડી શકે છે.
4:03 PM
BRICS દેશોએ ઇતિહાસના ‘સાચા પક્ષ’માં મજબૂતીથી ઊભા રહેવું જોઈએ: શી જિનપિંગ
શી જિનપિંગે BRICS સભ્ય દેશોને વૈશ્વિક પરિસ્થિતિમાં યોગ્ય અને ન્યાયસંગત વલણ સાથે આગળ વધવાની અપીલ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની સાથે વૈશ્વિક મુદ્દાઓ પર BRICS દેશો વચ્ચે સંકલિત અભિગમ વધુ મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવી. તેમના જણાવ્યા મુજબ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં BRICS દેશોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહી છે.
4:03 PM
2027માં ચીન કરશે 19મા BRICS સમિટની યજમાની: શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાહેરાત કરી છે કે 2027માં BRICSની અધ્યક્ષતા ચીન સંભાળશે અને આગામી એટલે કે 19મા BRICS સમિટનું આયોજન પણ ચીનમાં કરવામાં આવશે. નવી દિલ્હીમાં ચાલી રહેલી વર્તમાન સમિટ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. આગામી વર્ષ માટે BRICSના એજન્ડામાં વૈશ્વિક ગવર્નન્સ, ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગ અને સંગઠનની ભવિષ્યની દિશા જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેવાની શક્યતા છે.
4:02 PM
મધ્ય પૂર્વના યુદ્ધથી લોકોને ગંભીર નુકસાન, વૈશ્વિક હિતમાં નથી: શી જિનપિંગ
શી જિનપિંગે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન તેમણે જણાવ્યું કે આ સંઘર્ષને કારણે પ્રદેશના લોકોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને આવી સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતમાં નથી. તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
3:01 PM
ગ્લોબલ સાઉથને ‘રૂલ ટેકર’ નહીં, ‘રૂલ શેપર’ બનાવવાની જરૂર: PM મોદી
BRICS સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સ્પેસ, આઉટર સ્પેસ, બાયોટેકનોલોજી અને અન્ય અદ્યતન ટેક્નોલોજી માત્ર નવા અવસરો ઊભા કરી રહી નથી, પરંતુ ભવિષ્યના વૈશ્વિક નિયમોને પણ આકાર આપી રહી છે. આવી સ્થિતિમાં ગ્લોબલ સાઉથની સમાન ભાગીદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. BRICSના માધ્યમથી ગ્લોબલ સાઉથના યુવા રાજદ્વારીઓ અને નીતિ નિર્માતાઓને વાટાઘાટ કૌશલ્ય, પ્રેક્ટિકલ તાલીમ અને કાનૂની નિષ્ણાતી આપવાનો પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો. PM મોદીએ કહ્યું કે જો ભવિષ્ય સૌનું સહિયારું છે, તો તેને ઘડવાનો અધિકાર પણ સૌનો હોવો જોઈએ.
3:00 PM
Sharing my opening remarks during the BRICS Session on ‘Inclusive Global Governance and Strengthening Multilateralism.’
https://t.co/g31TharSOc— Narendra Modi (@narendramodi) September 12, 2026
વૈશ્વિક સંસ્થાઓએ બદલાતી આર્થિક વાસ્તવિકતા પ્રમાણે કામ કરવું જોઈએ: PM મોદી
PM મોદીએ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ અને નિર્ણય લેવાની વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના જણાવ્યા મુજબ, વૈશ્વિક અર્થતંત્રને આગળ ધપાવતા દેશોને વૈશ્વિક આર્થિક નીતિઓ નક્કી કરવામાં પણ યોગ્ય સ્થાન મળવું જોઈએ. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ લોકોની સમસ્યાઓનો ઝડપી અને અસરકારક ઉકેલ લાવે ત્યારે જ લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે. આ ઉપરાંત તેમણે સમુદ્રમાં મુશ્કેલીમાં મુકાતા નાવિકો માટે ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો, જેમાં ડિસ્ટ્રેસ એલર્ટ, તબીબી સહાય, પરિવારજનોને માહિતી અને જરૂર પડે ત્યારે ઇવેક્યુએશનની વ્યવસ્થા સામેલ થઈ શકે.
2:59 PM
Sharing my opening remarks during the BRICS Session on ‘Inclusive Global Governance and Strengthening Multilateralism.’
https://t.co/g31TharSOc— Narendra Modi (@narendramodi) September 12, 2026
વૈશ્વિક ગવર્નન્સ સુધારવા BRICS દેશો 10 પ્રસ્તાવ તૈયાર કરે: PM મોદી
વડાપ્રધાન મોદીએ BRICS દેશોને વૈશ્વિક ગવર્નન્સમાં સુધારા માટે સંયુક્ત રીતે 10 મહત્વપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સૂચન કર્યું કે આગામી BRICS સમિટ સુધી આ પ્રસ્તાવોને એક રિફોર્મ રોડમૅપનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થવો જોઈએ. આ રોડમૅપમાં પ્રતિનિધિત્વ, ઝડપી અને અસરકારક પ્રતિસાદ તથા વૈશ્વિક નિયમો ઘડવામાં ભાગીદારી જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાની વાત તેમણે કરી. PM મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની પ્રક્રિયાને વધુ વિલંબિત ન કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી.
2:54 PM
ગ્લોબલ સાઉથ સંકટની સામે છે, પરંતુ નિર્ણય પ્રક્રિયામાં પાછળ: PM મોદી
BRICS સમિટ દરમિયાન PM મોદીએ વૈશ્વિક ગવર્નન્સની વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આજે વિશ્વની ઘણી વ્યવસ્થાઓમાં સત્તા અને નિર્ણય લેવાની શક્તિ મર્યાદિત દેશો અથવા સંસ્થાઓ પાસે કેન્દ્રિત છે, જ્યારે આ નિર્ણયોનો સીધો પ્રભાવ અનેક વિકાસશીલ દેશો પર પડે છે. ગ્લોબલ સાઉથ અનેક વૈશ્વિક સંકટોની અસર સૌથી પહેલા અનુભવે છે, પરંતુ વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં તેની ભૂમિકા હજુ પણ પૂરતી નથી. BRICSને મજબૂત બનાવવાની સાથે વૈશ્વિક વ્યવસ્થામાં વધુ સંતુલિત અને સમાવેશી સુધારા માટે પણ પ્રયાસ કરવાની જરૂરિયાત PM મોદીએ વ્યક્ત કરી.
2:53 PM
BRICS માટે આગામી 20 વર્ષનો મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવાની જરૂર: PM મોદી
PM મોદીએ BRICSના આગામી બે દાયકાના કાર્ય માટે નવી દિશા અને મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. તેમણે કહ્યું કે BRICSની અધ્યક્ષતા દર વર્ષે બદલાતી હોવા છતાં અગાઉ શરૂ થયેલા કામ અને પહેલોની ગતિ અટકવી જોઈએ નહીં. આ માટે તેમણે ‘BRICS Community Continuity and Implementation Mechanism’ની દરખાસ્ત કરી. ટ્રોયકા વ્યવસ્થા દ્વારા વિવિધ પહેલોના અમલીકરણ અને પરિણામો પર સતત નજર રાખી શકાય તેવી વ્યવસ્થા બનાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. સાથે જ દરેક નિર્ણય સાથે જવાબદાર નોડલ પોઇન્ટ, સમયમર્યાદા અને અમલીકરણની સ્થિતિ નોંધાય તેવી સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો.
2:49 PM
ભારત મંડપમમાં BRICS સમિટનો સત્તાવાર પ્રારંભ
નવી દિલ્હીના ભારત મંડપમમાં 18મા BRICS સમિટની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમિટની મુખ્ય કાર્યવાહી શરૂ થઈ છે. પોતાના ભાષણ દરમિયાન PM મોદી BRICS દેશો વચ્ચે સહયોગ, વૈશ્વિક પડકારો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે.
2:41 PM
જિનપિંગ અને પુતિન ભારત મંડપમ પહોંચ્યા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મા BRICS સમિટમાં ભાગ લેવા ભારત મંડપમ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ જિનપિંગનું સ્વાગત કર્યું હતું. હવે BRICS દેશોના નેતાઓ એકસાથે બેઠક કરીને મહત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
2:30 PM
PM મોદીએ બ્રાઝિલના વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિયેરાનું સ્વાગત કર્યું હતું. તેઓ 18મા BRICS સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. સમિટ દરમિયાન બ્રાઝિલ સહિતના દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
2:22 PM
UAE, ઇથિયોપિયા અને બ્રાઝિલના પ્રતિનિધિઓ ભારત મંડપમ પહોંચ્યા
18મા BRICS સમિટમાં ભાગ લેવા માટે UAEના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિયેરા ભારત મંડપમ પહોંચ્યા છે. સમિટમાં વિવિધ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ વચ્ચે સહયોગ વધારવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે.
2:22 PM
ભારત-UAE સંબંધોને વધુ મજબૂત બનાવવા PM મોદીનો ભાર
India-UAE ties have been transformed over the last few years. Now, we are raising our ambitions even higher.
Delighted to meet His Highness Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan.
Discussed taking our Strategic Partnership forward across defence, AI, space, critical… pic.twitter.com/omzRK4ccuP
— Narendra Modi (@narendramodi) September 12, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસો અંગે વાત કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીમાં ઝડપથી વિસ્તરણ થયું છે. ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ, ક્રિટિકલ મિનરલ્સ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. સાથે જ સ્ટ્રેટેજિક એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને IMEC કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પણ મોટી સંભાવનાઓ હોવાનું PM મોદીએ જણાવ્યું.
2:20 PM
BRICSમાં સંયુક્ત નિવેદન પર સહમતી
BRICS દેશો વચ્ચે લાંબી ચર્ચા અને પરામર્શ બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવા અંગે સહમતી બની હોવાનું સામે આવ્યું છે. વિવિધ મુદ્દાઓ પર સભ્ય દેશોના અલગ-અલગ અભિપ્રાય હોવા છતાં ભારતે ચર્ચા અને સહમતિ દ્વારા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ વાત એ છે કે BRICSમાં ઈરાન, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશો પણ સામેલ છે, જેમની વચ્ચે અનેક પ્રાદેશિક મુદ્દાઓ પર મતભેદો છે. આવા સંજોગોમાં સંયુક્ત નિવેદન પર સહમતી બનવી ભારત માટે મહત્વપૂર્ણ કૂટનીતિક સફળતા માનવામાં આવી રહી છે.
2:17 PM
PM મોદી BRICS સમિટ માટે ભારત મંડપમ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મા BRICS સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા છે. સમિટમાં BRICSના સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિમંડળો એકત્ર થયા છે. બે દિવસીય બેઠક દરમિયાન સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવા ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
1:24 PM
PM મોદી અને વિયેતનામના વડાપ્રધાન વચ્ચે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં BRICS Summitથી અલગ વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને BRICSમાં પાર્ટનર દેશ તરીકે વિયેતનામની ભાગીદારીનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ ભારત-વિયેતનામ સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને દેશોએ પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મે 2026માં વિયેતનામના કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોને ‘Enhanced Comprehensive Strategic Partnership’ના સ્તરે લઈ જવામાં આવ્યા હતા.
1:16 PM
અનવર ઇબ્રાહિમે PM મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકની શરૂઆતમાં તેમની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. વાતચીત દરમિયાન તેમણે હળવા અંદાજમાં PM મોદીની લોકપ્રિયતાની પ્રશંસા કરતા કહ્યું કે મોદી ખૂબ જ લોકપ્રિય છે અને તેમને સતત મોટી સંખ્યામાં સંદેશાઓ મળી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.
1:10 PM
દિલ્હી પહોંચ્યા શી જિનપિંગ, BRICS Summitમાં લેશે ભાગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS Summitમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું હતું. જિનપિંગના ભારત આગમન સાથે BRICS Summitમાં તેમની ભાગીદારીને લઈને ચર્ચા તેજ બની છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે BRICSના માધ્યમથી સહયોગને વધુ આગળ વધારવા ઉપરાંત વધુ સંતુલિત, પ્રતિનિધિત્વ ધરાવતી અને બહુપક્ષીય વૈશ્વિક વ્યવસ્થા માટે રચનાત્મક સંવાદને વેગ મળશે.
1:01 PM
પેઝેશ્કિયાનની પુત્રીએ BRICS બજારમાં માણ્યો કલા-સંસ્કૃતિનો રંગ
A cultural connect at the BRICS Bazaar in New Delhi 🇮🇳🇮🇷
Zahra Pezeshkian, daughter of Iranian President Masoud Pezeshkian, and her husband Hassan Majidi visited the BRICS Bazaar, accompanied by Union Minister for Women & Child Development Annapurna Devi.
They explored… pic.twitter.com/vSsDYnMWpP
— DD News (@DDNewslive) September 12, 2026
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની પુત્રી ઝહરા પેઝેશ્કિયાન અને તેમના પતિ હસન મજીદીએ નવી દિલ્હીમાં BRICS બજારની મુલાકાત લીધી હતી. તેમની સાથે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પણ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે BRICSના સભ્ય અને પાર્ટનર દેશોના વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જેમાં ભારતનો પેવેલિયન પણ સામેલ હતો. આ દરમિયાન તેમણે વિવિધ દેશોની કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક નિહાળી હતી.
12:55 PM
‘અમેરિકાના હુમલાથી ઈરાન વધુ એકજૂથ થયું’
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને એક મુલાકાત દરમિયાન અમેરિકા સાથેના સંઘર્ષ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીથી ઈરાન નબળું પડવાને બદલે ત્યાંના લોકો વધુ એકજૂથ થયા. પેઝેશ્કિયાને આરોપ લગાવ્યો કે અમેરિકા પોતાની શક્તિના આધારે ઈરાન પર કાર્યવાહી કરી રહ્યું હતું અને તેને લાગતું હતું કે સરકારને નબળી પાડીને દેશમાં પોતાની ઈચ્છા મુજબની વ્યવસ્થા ઊભી કરી શકાશે. જોકે, તેમના દાવા પ્રમાણે ઈરાનની જનતા, સૈન્ય અને સુરક્ષા દળોએ મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કર્યો. તેમણે કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ વિવિધ ટેક્નોલોજી અને સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હોવા છતાં ઈરાન પોતાના વલણ પર અડગ રહ્યું અને સંઘર્ષની સ્થિતિએ દેશની અંદર એકતા વધુ મજબૂત કરી.
12:39 PM
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પેઝેશ્કિયાનની મુલાકાત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત અને ઈરાનના સંબંધો તથા પરસ્પર હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. BRICS Summit દરમિયાન પેઝેશ્કિયાનની ભારત મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
12:21 PM
શી જિનપિંગનું કાફલો ભારત મંડપમ તરફ રવાના

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચ્યા બાદ હવે તેમનો કાફલો ભારત મંડપમ તરફ રવાના થયો છે. BRICS Summitમાં ભાગ લેવા આવેલા જિનપિંગની હાજરીને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે. સમિટ દરમિયાન તેમની અન્ય દેશોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે.
11:52 AM
પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું આગમન

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વિમાન નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું છે. BRICS Summitમાં ભાગ લેવા માટે તેઓ ભારત આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે આજે સાંજે 5:45 વાગ્યે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. બંને નેતાઓની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે.
11:43 AM
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચ્યા
#WATCH | Delhi: Chinese President Xi Jinping arrives in Delhi to participate in the BRICS Summit 2026.
PM Modi is scheduled to hold a bilateral meeting with the Chinese President later today. pic.twitter.com/XCJ5lD6gGg
— ANI (@ANI) September 12, 2026
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS Summitમાં ભાગ લેવા માટે ભારત પહોંચી ગયા છે. તેમનું વિમાન નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. જિનપિંગની ભારત મુલાકાતને BRICS Summitના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
11:40 AM
શી જિનપિંગનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું
BRICS Summitમાં ભાગ લેવા ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. તેઓ થોડા સમય બાદ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચવાના હતા. જિનપિંગની સાથે ચીનના કેટલાક વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ પણ ભારત આવી રહ્યા છે.
11:35 AM
ઇથિયોપિયા અને મલેશિયા સાથે સંરક્ષણ-રોકાણ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ઇથિયોપિયા અને મલેશિયાના નેતાઓ સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકોમાં બંને દેશો સાથે ભારતના સંબંધોને વધુ વિસ્તૃત કરવા અંગે ચર્ચા થઈ હતી. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા ઉપરાંત સંયુક્ત તાલીમ અને ભારત પાસેથી ડિફેન્સ સાધનોની ખરીદી અંગે પણ વાતચીત થઈ હતી. બંને દેશોએ ભારતીય ઉદ્યોગો અને રોકાણને આવકારવાની તૈયારી દર્શાવી હતી. ઇથિયોપિયાએ ભારતીય માઇનિંગ કંપનીઓ માટે ઉપલબ્ધ તકો અંગે ચર્ચા કરી હતી, જ્યારે મલેશિયા સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સહયોગની સંભાવનાઓ પર વિચારવિમર્શ થયો હતો.
11:30 AM
બપોરે 2 વાગ્યાથી BRICS Summitનો ઔપચારિક પ્રારંભ
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે બપોરે 2 વાગ્યાથી 18મા BRICS Summitનો ઔપચારિક પ્રારંભ થશે. બે દિવસ ચાલનારા આ શિખર સંમેલનમાં BRICS દેશોના નેતાઓ વૈશ્વિક અને પરસ્પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યે સમિટનું ઉદ્ઘાટન થશે, ત્યારબાદ 2:30 વાગ્યે સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીય વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે પ્રથમ સત્ર યોજાશે. સાંજે 4:30 વાગ્યે નેતાઓ India Innovates પ્રદર્શનની મુલાકાત લેશે, 5 વાગ્યે ફેમિલી ફોટો અને 5:30 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. દિવસના અંતે રાત્રે 7:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
11:19 AM
PM મોદીની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ પરસ્પર હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
11:07 AM
PM મોદી અને ઇથિયોપિયાના વડાપ્રધાન વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ Summitથી અલગ ઇથિયોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહમદ અલી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને ઇથિયોપિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન આર્થિક સહયોગ, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી તેમજ ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025માં વડાપ્રધાન મોદીની અદીસ અબાબાની મુલાકાત બાદ બંને નેતાઓ વચ્ચે આ બેઠક યોજાઈ છે. બંને પક્ષે પરસ્પર હિત સાથે જોડાયેલા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને બહુપક્ષીય મંચો પર નજીકનો સહયોગ આગળ પણ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
10:45 AM
VIDEO | Delhi: PM Modi (@narendramodi) holds bilateral meeting with Prime Minister of Malaysia, Anwar Ibrahim, on the sidelines of BRICS Summit 2026.
(Source: Third Party)#BRICSUpdatesOnPTI#BRICS2026#BRICS#BRICSSummit#BRICSIndia pic.twitter.com/JMlydcYHK9
— Press Trust of India (@PTI_News) September 12, 2026
PM મોદી અને અનવર ઇબ્રાહિમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. સાથે જ વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ વિસ્તૃત કરવાની શક્યતાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
10:44 AM
#WATCH | Delhi: Security beefed up at the Bharat Mandapam ahead of the 18th BRICS Leaders’ Summit.
Police and paramilitary personnel, along with dog squads, have been deployed across the venue. pic.twitter.com/MSHBtPfguA
— ANI (@ANI) September 12, 2026
ભારત મંડપમની સુરક્ષા વધુ કડક
18મા બ્રિક્સ Leaders’ Summit પહેલાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળ પર પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈપણ સુરક્ષા જોખમને પહોંચી વળવા માટે ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્થળની તપાસ કરવામાં આવી રહી છે.
10:37 AM
#WATCH | Delhi: Vietnam’s Prime Minister Le Minh Hung arrives in Delhi to participate in the BRICS Summit 2026. pic.twitter.com/keIfP0sPXV
— ANI (@ANI) September 12, 2026
વિયેતનામના વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા
BRICS Summit 2026માં ભાગ લેવા માટે વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ નવી દિલ્હી પહોંચ્યા છે. સમિટમાં વિવિધ દેશોના નેતાઓની હાજરી વચ્ચે વિયેતનામના વડાપ્રધાનનું ભારત આગમન BRICSના કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
10:30 AM
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a bilateral meeting with the Prime Minister of Ethiopia, Abiy Ahmed, on the sidelines of the BRICS Summit 2026.
(Source: DD News) pic.twitter.com/WyuZxHLuEC
— ANI (@ANI) September 12, 2026
PM મોદીની ઇથિયોપિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ Summit 2026થી અલગ ઇથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સંબંધો તેમજ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. BRICS Summit દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ આગળ વધારવા માટે આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
10:27 AM
ભારત મંડપમ આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન
BRICS Summitને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં આજે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 12 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ભારત મંડપમ અને પ્રગતિ મેદાન આસપાસના 35થી વધુ માર્ગો પર ડાયવર્ઝન લાગુ રહેશે. દિલ્હી ટ્રાફિક પોલીસે 22 ડાયવર્ઝન પોઈન્ટ નક્કી કર્યા છે. કેટલાક મહત્વના રસ્તાઓ પર સામાન્ય તેમજ કોમર્શિયલ વાહનોની અવરજવર પર નિયંત્રણ રહેશે. લોકોને જરૂરિયાત ન હોય તો આ માર્ગો ટાળીને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
10:22 AM
રામાફોસાની ગૌતમ અદાણી સાથે મુલાકાત
BRICS Summit 2026 દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. બ્રિક્સ સમિટની મુખ્ય બેઠકો ઉપરાંત યોજાયેલા દક્ષિણ આફ્રિકાના બિઝનેસ એન્ગેજમેન્ટના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી. બંને વચ્ચેની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વેપાર, રોકાણ અને બિઝનેસ સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.
આ પણ વાંચો:LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત
આ પણ વાંચો:ભારત-ચીન સંબંધો સુધરવાની આશા; બ્રિક્સ સંમેલન માટે શી જિનપિંગ આવી શકે છે ભારત
આ પણ વાંચો:BRICS સમિટમાં સામેલ થવા ભારત આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ





