Dharma & Bhakti/ ચાણક્ય નીતિ: શત્રુને હરાવવા માગો છો, તો…દુશ્મનને પરાસ્ત કરવા માટે આટલું યાદ રાખો…

Chanakya Niti Sutra (ચાણક્ય નીતિ સૂત્ર) અનુસાર, શત્રુને પહોંચી વળવા માટે ચતુરાઇ, સંયમ અને ધૈર્યની જરુર પડે છે. જો તમને ગુસ્સો આવી જાય તો સમજી લેજો કે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra, દુશ્મન, દોસ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય, વિજય

Dharm & Bhakti: આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ એટલી જ ઉપયુક્ત છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આપણું માર્ગદર્શન કરી રહી છે. આચાર્ય ચાણક્યના મતે, દુશ્મનને કદી પણ નિર્બળ સમજવો જોઇએ નહિં. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ એટલા જ પ્રાસંગિક છે.

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)ની ગણના ભારતીય રાજનીતિ, કૂટનીતિ તથા અર્થશાસ્ત્રના એક મહાન વિદ્વાન તરીકે કરવામાં આવે છે. અત્યંત બુદ્ધિમાનીપૂર્વક ચાલ ચાલીને, એમણે પોતાના દુશ્મનોનો વિનાશ કર્યો હતો. આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં અનેક મહત્વપૂર્ણ સંદેશ સમાજને આપ્યા છે.

કોણ હતા આચાર્ય ચાણક્ય?

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન હતા, પરંતુ આજથી હજારો વર્ષ અગાઉ તેમણે જે નીતિઓ બનાવી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એમણે પોતાની ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલા એવા કેટલાય સિદ્ધાંતો દર્શાવ્યા છે, જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઇઓને સ્પર્શી શકે છે.

Chanakya Niti Sutra, દુશ્મન, દોસ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય, વિજય

ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

કૌટિલ્ય ચાણક્ય ‘અર્થશાસ્ત્ર’ અને ‘નીતિશાસ્ત્ર’ના રચયિતા

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthashastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે.

Chanakya Niti Sutra, દુશ્મન, દોસ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય, વિજય

દુશ્મનને હરાવવા માટે મિત્ર જેવો વ્યવહાર કરો

આચાર્ય ચાણક્યના કથન અનુસાર, દુશ્મન (Enemy)ને હરાવવા માટે સૌપ્રથમ તો એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઇએ. આમ કરવાથી શત્રુની યોજનાઓ, વિચાર તથા નિર્બળતાને બારીકાઇથી સમજી શકાય છે અને સમય આવ્યે તમે એને પરાસ્ત કરી શકો છો.

ચાણક્ય નીતિ અનુસાર, શત્રુને પહોંચી વળવા માટે ચતુરાઇ, સંયમ અને ધૈર્યની જરુર પડે છે.

આચાર્ય ચાણક્યની નીતિઓ (Chanakya Niti Sutra)

ચાણક્યના મતે, દુશ્મનને કદી પણ નિર્બળ સમજવો જોઇએ નહિં. દુશ્મનને નાનો અથવા નિર્બળ ગણવાથી એ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે, તેથી સદૈવ સતર્ક રહેવું જોઇએ.

જો શત્રુને હરાવવા માગો છે, તો એની માનસિકતા તથા રણનીતિ (Mindset and Strategy)ને સમજવી તમારા માટે અત્યંત આવશ્યક છે. આમ કરવાથી એના પર વિજય (Victory) પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બની જાય છે.

શત્રુ સાથે મિત્ર સમાન વર્તો

શત્રુ સાથે હંમેશાં મિત્ર (Friend) જેવો વ્યવહાર કરો. સહજતાપૂર્વક, એની સાથે તમે વાત ભલે ને કરો, પરંતુ દુશ્મનની દરેકે-દરેક હિલચાલ પર તમારી સતત નજર હોવી જોઇએ. આવું કરવાથી, તમે શત્રુની નિર્બળતા વિશે જાણી શકશો.

Chanakya Niti Sutra, દુશ્મન, દોસ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય, વિજય

આચાર્ય ચાણક્યના કથન અનુસાર, પોતાની યોજનાઓને કદી પણ જાહેર કરવી જોઇએ નહિં. ગોપનીયતા, એ તમારી સૌથી મોટી શક્તિ છે.

ચાણક્યના મતે, દુશ્મનની ઉશ્કેરણીજનક વાતોમાં કદીયે ન આવવું. તમારા શત્રુનો ઉદ્દેશ્ય, ખાસ કરીને, તમને ઉશ્કેરવાનો જ હોય છે જેથી ક્રોધિત થઇને તમે કોઇ ખોટું પગલું ભરી બેસો!

જો તમને ગુસ્સો (Anger) આવી જાય તો સમજી લેજો કે, તમારી નબળી કડી એને હાથ લાગી ગઈ છે, જેનાથી તમારો શત્રુ વધારે સમર્થ બની જશે. આથી શાંત રહેવું અતિ આવશ્યક છે. શત્રુના સારા વ્યવહારથી ભ્રમિત થઈને એના પર કદાપિ ભરોસો ન કરવો, કારણ કે દુષ્ટ વ્યક્તિ (Evil Person) પોતાનો સ્વભાવ ક્યારેય બદલતી નથી, મોકો મળતાં જ એ તમને દગો દઇ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…