અંધશ્રદ્ધા ફેલાવનારા ઘણા ઢોંગી બાબાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. આવા જ એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી છે. આ બાબા પોતાના અનુયાયીઓને કહેતા હતા કે તેઓ તેમનો પેશાબ પીવે અને મળ ખાય. આમ કરવાથી તેઓ રોગોથી બચી જશે.
પોલીસે બાબાના આશ્રમ પર પાડ્યા હતા દરોડા
મળતી માહિતી મુજબ, આ ઢોંગી બાબાનું નામ થાવી નાનરા છે અને તેની ઉંમર 75 વર્ષ છે. પોલીસે તેની થાઈલેન્ડના છૈયાફુમથી ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનાર બાબા છૈયાફુમના જંગલમાં રહેતો હતો, જ્યાં પોલીસે તેના કેમ્પ સાઈટ પર દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસને બાબા વિરુદ્ધ ઘણા ગંભીર પુરાવા મળ્યા છે, જેના આધારે તેને કડક સજા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
બાબાના અનુયાયીઓની પોલીસ સાથે અથડામણ
બાતમીદારે પોલીસને જણાવ્યું કે આ બાબા વિશે ત્યારે ખબર પડી જ્યારે આ બાબા પાસે ગયેલી એક મહિલા પાછી ન ફરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસ આ નકલી બાબાને પકડવા ગઈ ત્યારે બાબાના અનુયાયીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું. પરંતુ પોલીસે બાબા થાવી નાનરાની ધરપકડ કરી છે.
આશ્રમમાંથી મળી 11 લાશો
અહેવાલો કહે છે કે આ ઢોંગી બાબાના આશ્રમમાંથી એક ડઝનથી વધુ અનુયાયીઓ સાથે તાબૂત સહિત 11 મૃતદેહો મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ મૃતદેહો બાબાના અનુયાયીઓના છે. આ બાબા અત્યાર સુધી પોલીસથી બચી શક્યો હતો કારણ કે તેનો આશ્રમ શહેરથી દૂર ગાઢ જંગલમાં હતો. અહેવાલો અનુસાર, ઢોંગી બાબાઓનું અંધશ્રદ્ધાનું આ કાળું કૃત્ય અહીં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, પુનર્વિચાર માટે પણ નવા કેસ નહીં નોંધી શકે
આ પણ વાંચો:વાવાઝોડા વચ્ચે સમુદ્રમાં વહેતો જોવા મળ્યો રહસ્યમય સુવર્ણ રથ, જોઈને લોકો રહી ગયા દંગ
આ પણ વાંચો:સ્વિગીએ 5 મોટા શહેરોમાં આ સ્પેશિયલ સર્વિસ કરી બંધ, આ નિર્ણયથી લોકોને થશે મુશ્કેલી
આ પણ વાંચો:સરહદી ખાવડા પંથકની ધરા ધ્રુજી, 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
