Dharma & Bhakti/ ચાણક્ય નીતિ સૂત્ર: ધરતી પર જ માણશો સ્વર્ગનું સુખ, જો તમારી પાસે હશે આ 3 વસ્તુઓ…

Chanakya Niti Sutra (ચાણક્ય નીતિ સૂત્ર) અનુસાર, 3 વસ્તુઓ એવી છે જે તમને જીવતેજીવત સ્વર્ગના સુખની અનુભૂતિ કરાવી શકે છે….જેમાં પ્રથમ છે સંતોષનો ગુણ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra , સ્વર્ગ, સંતોષ, પ્રેમ, જીવનસાથી

Dharm & Bhakti: આચાર્ય ચાણક્યે કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવ્યું છે કે, જેમનું તમારી પાસે કેવળ હોવા માત્રથી જ તમને ભૂલોક પર જ સ્વર્ગ (Swarg)ની સહેલગાહ કરવા જેવો અનુભવ થઇ શકે છે. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અનુસાર, આજના લેખમાં અમે તમને આની વિસ્તૃત જાણકારી આપવા જઇ રહ્યાં છીએ.

આચાર્ય ચાણક્ય (Chanakya) પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

કૌટિલ્ય ચાણક્ય અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ સુસંગત

કહેવાય છે કે, ચાણક્યની નીતિઓ ((Chanakya Niti) અપનાવવી શરુઆતમાં કઠિન જણાય છે, પરંતુ જેણે પણ એને જીવનમાં વણી લીધી, એ સદા સુખી રહે છે. ચાણક્યના નીતિશાસ્ત્રમાં કઠિન સમય (Hard Times)માં કામ આવનારા સૂત્રો (Chanakya Niti Sutra) દર્શાવવામાં આવ્યા છે. ચાણક્યના મતે, જે વ્યક્તિ પાસે આ 3 વસ્તુઓ હોય તે વ્યક્તિ સદા સુખી રહે છે.

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) દ્વારા લિખીત નીતિ શાસ્ત્ર (Niti Shashtra)માં એવી કેટલીયે જ્ઞાનવર્ધક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજના સમયમાં પણ એટલી જ સુસંગત છે. નીતિ શાસ્ત્રમાં ચાણક્યે, જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શીને એની છણાવટ કરી છે. નીતિ શાસ્ત્રમાં એ પણ દર્શાવ્યું છે કે, કઈ વસ્તુઓ તમારી પાસે હોય તો સ્વર્ગ જેવા સુખનો અનુભવ તમને ધરતી પર જ પ્રાપ્ત થઇ શકે છે! તો ચાલો જોઇશું, કઇ છે આ ત્રણ વસ્તુઓ?

Chanakya Niti Sutra , સ્વર્ગ, સંતોષ, પ્રેમ, જીવનસાથી

1. આત્મિક રુપે સંતુષ્ટ રહેવું

જે વ્યક્તિમાં સદા સંતુષ્ટ રહેવાનો ગુણ (Satisfying Nature) હોય છે, તેને ધરતી પર જ સ્વર્ગ પ્રાપ્ત થઇ જાય છે એવું આચાર્ય ચાણક્યનું માનવું છે. ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ પોતાની મહેનતની કમાણીથી સદા સંતોષ પ્રાપ્ત કરે છે, એના જીવનમાં સુખ-શાંતિ પણ આપમેળે જ આવે છે.

Chanakya Niti Sutra , સ્વર્ગ, સંતોષ, પ્રેમ, જીવનસાથી

2. સંતાનનું આજ્ઞાંકિત હોવું

ચાણક્યનું કહેવુ છે કે, જે વ્યક્તિના સંતાનો આજ્ઞાંકિત (Obedient Children) હોય એના માટે તો ધરતી પણ સ્વર્ગ બની જાય છે. આજ્ઞાંકિત સંતાન તમારા જીવનના કેટલાય કષ્ટોને દૂર કરી શકે છે તથા તમે ચીંધેલા સાચા માર્ગે ચાલીને આવું સંતાન, ન કેવળ પોતાનું પરંતુ પોતાના કુળનું નામ પણ દીપાવે છે. વળી, જે બાળકો પોતાના માતા-પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા, માતા-પિતા (Parents)નો અનાદર કરે છે, એમના જીવનમાં દુ:ખ અને સંતાપ હંમેશાં બની રહે છે. આથી જો આજ્ઞાકિંત સંતાનની પ્રાપ્તિ થઇ જાય તો વ્યક્તિના ઘણા દુ:ખો દૂર થઇ શકે છે.

Chanakya Niti Sutra , સ્વર્ગ, સંતોષ, પ્રેમ, જીવનસાથી

3. સમજદાર અને સાચો જીવનસાથી

આચાર્ય ચાણક્યના કથન અનુસાર, જો તમને સત્યનિષ્ઠ અને હંમેશાં તમારો સાથ આપનાર જીવનસાથી (Life Partner) મળી જાય તો તમને ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થઇ શકે છે. ઈમાનદાર અને તમને સદા પ્રેમ કરવા વાળો જીવનસાથી મળવો એ કોઇ વરદાનથી કમ નથી, એવામાં જો તમને આવો સાથી મળી જાય તો તમારું જીવન સફળ થઇ જાય છે!

આખી દુનિયા તમારી સામે ભલે ને મોરચો માંડે પરંતુ, જો કેવળ તમારો જીવનસાથી તમારી પડખે ઊભો હોય તો પણ તમે તમારું જીવન સરળતાથી વિતાવી શકો છો. આથી વિપરીત, જો તમારો જીવનસાથી જ તમારો સાથ ન આપતો હોય તો, આખી દુનિયા મળીને પણ તમને સુખી નહિં કરી શકે!


આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ…ભગવાન શ્રી રામ અને પતંગ ચગાવવા વચ્ચે શો સંબંધ છે?