Not Set/ કોહલી બાદ રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે PM મોદીને આપી આ ચેલેન્જ

નવી દિલ્હી, કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરુ કરવામાં આવેલા “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” ચેલેન્જને લઇ ખુબ ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ચેલેન્જ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક નવી ચેલેન્જ આપી […]

Top Stories Trending

નવી દિલ્હી,

કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરુ કરવામાં આવેલા “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” ચેલેન્જને લઇ ખુબ ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ચેલેન્જ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક નવી ચેલેન્જ આપી છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ દ્વારા હુમલો બોલતા જણાવ્યું, “પીએમ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે ચેલેન્જ આપી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ટ્વીટ દ્વારા જણાવ્યું, “ડિયર પીએમ, આ જોઇને ખુશી થઇ છે કે, તમે વિરાટ કોહલીનો ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરી છે. ત્યારે અહિયાં મારા દ્વારા પણ એક વધુ ચેલેન્જ છે કે, તેલની કિંમતોમાં ઘટાડો કરો, નહીં તો કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરશે અને તમને આ કરવા માટે મજબૂર કરશે. હું આપણા જવાબની રાહ જોઈ રહ્યો છું”.

રાહુલ ગાંધીએ  હેશટેગ સાથે આ ટ્વીટ કર્યું હતું.

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ પીએમ મોદી પર હુમલો બોલ્યો હતો. તેઓએ ટ્વીટ દ્વારા નિશાન સાધતા જણાવ્યું, “માનનીય પીએમ, મહેરબાની કરીને નો સ્વીકાર કરો. પાકિસ્તાન દ્વારા થતી આતંકવાદી પ્રવૃત્તિઓ, ડોક્લામ મુદ્દે તેમજ અરુણાચલ બોર્ડર પર જોવા મળતું ચાઈનીઝ ઘર્ષણ અને બીજું ઘણું કરીને રાષ્ટ્રની સુરક્ષા માટે ફિટનેસ લાવવી જોઈએ”.

તેઓએ વધુમાં લખ્યું, “દેશ સૌથી પહેલા હોવો જોઈએ, મહેરબાની કરીને મીડિયાના સ્ટંટ કરવાના બદલે ગર્વનન્સની ચેલેન્જ સ્વીકાર કરો”.

આ ઉપરાંત આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ પીએમ મોદીને ચેલેન્જ કરી હતી. તેઓએ ટ્વીટ દ્વારા કહ્યું, “જયારે આપણી પાસે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા સિવાય બીજું કશું નથી, ત્યારે હું પણ તમને એક ચેલેન્જ કરી રહ્યો છું કે, ” નવયુવાનોને રોજગારી આપો, ખેડૂતોને રાહત, દલિતો અને પછાત સમુદાયના લોકો વિરુધ હિંસા ન થાય તે માટે વાયદો કરે. શું તમે મારી આ ચેલેન્જ સ્વીકાર કરી રહ્યા છો ?”

વિરાટ કોહલીએ વિડીયો દ્વારા પીએમ મોદીને ચેલેન્જ આપી હતી.

https://twitter.com/imVkohli/status/999297347032055808

મહત્વનું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરી હતી. ત્યારબાદ કોહલીએ એક વિડીયો પણ ટ્વીટ કર્યો હતો. આ વિડીયોમાં કેપ્શનમાં તેઓએ લખ્યું હતું કે, હુંએ રાજ્યવર્ધન સરનો ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને હવે હું મારી પત્ની અનુષ્કા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી અને ધોની ભાઈને ચેલેન્જ કરવાનું પસંદ કરીશ.

શું છે ફિટનેસ ચેલેન્જ ?

ફિટનેસ ચેલેન્જની શરૂઆત કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાના ટ્વીટર હેન્ડલમાં એક વર્ક આઉટ વિડીયો કરીને કરી હતી અને આ ચેલેન્જને “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” નામ આપવામાં આવ્યું હતું.

આ ચેલેન્જ હેઠળ કામ કરતા હોઈ ફિટ રહેવા માટે સામે વાળાને ચેલેન્જ કરવી પડતી હોય છે. આ ચેલેન્જ જે પણ સ્વીકાર કરે છે તેઓ બીજા કોઈને પણ આ જ ચેલેન્જ કરતા હોય છે.