મુંબઈ
‘પદ્માવત’ મુવી બોક્સ ઓફિસ પર સુપરહિટ થયા પછી સંજય લીલા ભણસાલીનો આત્મવિશ્વાસ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે તેઓ આ વર્ષે 5 ફિલ્મો રિલીઝ કરવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલ છે કે છેલ્લા કેટલાય સમયથી સંજય એક પછી એક એક્ટ્રેસની મુલાકાત્ત લઇ રહ્યા છે.જો કે ફિલ્મના નામો અને સ્ટારકાસ્ટને લઈને કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ સંજય એક ફિલ્મને પોતે જ નિર્દશન કરશે અને બીજી ફિલ્મોમાં તે પ્રોડ્યુસર જોડાયેલા રહશે. નિગ્દર્શક હોવા છતાં તે ક્રિએટિવ વર્ક પર પણ ધ્યાન આપશે. ઘણા કલાકારો અને ટેક્નીશિયન્શથી પણ આ અંગે અત્યાર સુધી વાત કરી ચુક્યા છે.

સંજયની ફિલ્મો વિશે શ્રેષ્ઠ વાત એ છે કે અભિનેતાઓને ખબર છે કે સંજય જ્યારે તેમની પાછળ એક માર્ગદર્શક તરીકે ઊભો છે ત્યારે તે એક્ટર સુરક્ષિત હાથમાં છે. એટલું જ નહીં, તેઓ બધા તેમની સાથે કામ પણ કરવા માગે છે.
આપને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે, રણવીર સિંહ અને શાહિદ કપૂર લાંબા સમય સુધી ફિલ્મ પદ્મવત વિવાદથી પસાર થયા હતા. પરંતુ જ્યારે તેને રિલીઝ કરવામાં આવી ત્યારે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
