Dharma & Bhakti/ શા માટે મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ…ભગવાન શ્રી રામ અને પતંગ ચગાવવા વચ્ચે શો સંબંધ છે?

Ram (રામ) અને પતંગ મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડનારા સૌપ્રથમ મનુષ્ય હતા એવો તમિલ રામાયણમાં ઉલ્લેખ છે. મકર સંક્રાંતિના પર્વનો ઇતિહાસ ઘણો પ્રાચીન…

Trending festival Religious Rashifal Dharma & Bhakti
Ram, રામ, પતંગ, સંબંધ,મકર સંક્રાંતિ

Dharm & Bhakti: મકર સંક્રાંતિ (Makar Sankranti)ના પર્વ પર પતંગબાજીની પરંપરા શ્રી રામ (Ram)ના સમયથી ચાલતી આવે છે એવી માન્યતા છે અને મુઘલો પણ પતંગ ચગાવતા હોવાનો ઇતિહાસ છે. આ વિશે વિગતે જાણીએ એ પહેલા પતંગબાજી અને ઉત્તરાયણ વિશે થોડું જાણીશું.

આનંદ અને ઉલ્લાસનું પર્વ મકર સંક્રાંતિ

દર વર્ષે વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14 અને15 જાન્યુઆરી (14 January)એ મનાવવામાં આવે છે. આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો, ફીરકી, તલ અને ગોળમાંથી બનેલી તલ પાપડી (Til Papdi), સીંગની ચીકી અને મમરાના લાડુ જેવી મીઠાઈઓ તથા શેરડી, બોર અને જામફળ વગેરે ફળો મકરસંક્રાંતિનું અનુપમ પ્રતીક છે. વર્ષ 2026ની ઉત્તરાયણ (Uttarayan) ઉજવવા સૌ કોઈ સજ્જ થઇ ગયા છે ત્યારે પતંગબાજી (Kite Flying) વિના આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. વિશેષ કરીને ગુજરાત (Gujarat)માં તેને ઉજવવાની પરંપરા છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના દિલ્હી (Delhi) સહિતના ઘણા શહેરોમાં પણ પતંગ ઉડાડવાની પરંપરા છે.

પતંગ ઉડાડવા પાછળનો વૈજ્ઞાનિક આધાર શો છે?

મકરસંક્રાંતિના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડી ઓછી થવા લાગે છે. શિયાળાની સવારે પતંગ ઉડાડવાથી શરીરને ઊર્જા મળે છે. શિયાળામાં આખો દિવસ પતંગ ઉડાડવાથી સૂર્યના કિરણોનું સ્વાગત કરવા ઉપરાંત એનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. જેને કારણે વિટામિન ડી (Vitamin D) મળવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે અને આપણું સ્વાસ્થ્ય (Health) સુધરે છે. આ ઉપરાંત, શિયાળામાં તલ, સીંગદાણા અને ગોળની મીઠાઇઓ ખાવાથી સમગ્ર વર્ષભર માટે એનર્જી (Energy) સંચિત થાય છે અને શરીર મજબૂત બને છે.

Ram, રામ, પતંગ, સંબંધમકર સંક્રાંતિ

પતંગ ચગાવવાનો પ્રાચીન ઇતિહાસ

વિશ્વના ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે, ચીની યાત્રીઓ (Chinese Travelers) ફા-હિએન તથા ઝુઆનઝાંગ દ્વારા ભારત (India)માં પતંગનું આગમન થયું હતું. આપણે દર વર્ષે ઉત્તરાયણના દિવસે હરખથી પતંગ ઉડાવીએ છીએ એ પતંગબાજીનો ઇતિહાસ (History) આશરે 2,000 વર્ષ જૂનો છે. પતંગનો ઉદ્ભવ ચીનમાં થયો હતો અને ચીનના લોકો સંદેશા મોકલવા માટે પતંગનો ઉપયોગ કરતા હતા.

Ram, રામ, પતંગ, સંબંધ,મકર સંક્રાંતિ

યુદ્ધ મેદાનમાં સંદેશા મોકલવા પતંગનો ઉપયોગ

શરૂઆતની સદીઓમાં તો યુદ્ધ મેદાનમાં સંદેશા મોકલવા માટે પતંગનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હતો. પતંગને લોકપ્રિયતા ત્યારે મળી જ્યારે મુઘલો (Mughals)એ દિલ્હીમાં પતંગબાજીની હરીફાઇ યોજવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ, એક નવી રમતના સ્વરુપમાં પતંગબાજીને ભારતીય લોકોએ અપનાવી અને ત્યારથી એણે લોકપ્રિય તહેવાર (Festival)નું સ્વરુપ લીધું.

પતંગ અને શ્રી રામ (Ram) વચ્ચેનો સંબંધ

તમિલ રામાયણ (Tamil Ramayana) અનુસાર, પ્રભુ શ્રી રામ (Ram) મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડનારા સૌપ્રથમ મનુષ્ય હતા. ગ્રંથોમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે, તેમણે ચગાવેલો પતંગ છેક ઇન્દ્રલોક (Indralok) સુધી પહોંચ્યો હતો. છેક રામ (Ram)ના સમયથી મકરસંક્રાંતિનો તહેવાર મનાવી, પતંગ ઉડાડવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

‘રામચરિતમાનસ’ (Ramcharitmanas)માં રચયિતા તુલસીદાસજી એક ઘટનાનું વર્ણન કરે છે જેમાં એવું વર્ણન છે કે, ભગવાન રામ (Ram) તેમના ભાઈઓ સાથે પતંગ ઉડાવે છે.

આ સંદર્ભમાં ‘રામચરિતમાનસ’ના ‘બાલકાંડ’માં એક ચોપાઇ છે,

“રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇંન્દ્રલોક મેં પહુંચી જાઈ”…

ચંગ અર્થાત્ પતંગ…આ ચોપાઇનો અર્થ છે કે, રામે (Ram) એક દિવસ એટલો ઊંચો પતંગ ઉડાડ્યો કે એ છેક ઈન્દ્રલોક સુધી જઇ પહોંચ્યો!

Ram, રામ, પતંગ, સંબંધ,મકર સંક્રાંતિ

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત (Shubh Mahurat)

ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે સૂર્ય (Sun) મકર રાશિ (Makar Rashi)માં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે.આ દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્ય (Ganga Snan & Daan) કરવાનું વિશેષ મહત્વ હોવાની શાસ્ત્રોક્ત માન્યતા છે.

ઉત્તરાયણ (Uttarayan) નો અર્થ જ છે ઉત્તર+અયન…મકર સંક્રાંતિને દિવસે સૂર્ય ઉત્તર (North) તરફ અયન કરે છે એટલે કે એ દિશામાં આગળ વધે છે. આ અવસર સૂર્યના આગમનનું પ્રતીક છે અને એને અત્યંત શુભ તથા પુણ્યકારી ક્ષણ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન તથા દાન કરવાથી આત્માની શુદ્ધિ, માનસિક શાંતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે એવું માનવામાં આવે છે.

આ વર્ષે મકર સંક્રાંતિ પર વિશેષ મુહૂર્ત (Shubh Mahurat) બપોરે 3 વાગીને 13 મિનિટે શરુ થશે અને સાંજે 5 વાગીને 20 મિનિટ સુધી રહેશે. આ સમયને મહાપુણ્યકાળ કહેવાય છે. આ સમય અવધિમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને દાન અનેકગણું ફળ આપે છે એવી માન્યતા છે.

મકર સંક્રાતિનું સ્નાન આત્મા, અધ્યાત્મ અને ગહન આસ્થાનો અનેરો સંગમ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં ડૂબકી લગાવનાર શ્રદ્ધાળુ સ્વયંના જીવનમાંથી તમસ, અશાંતિ અને વિઘ્નો દૂર કરવાની કામના કરે છે.

આ દિવસે વિશેષ રુપે દાન, પૂજા અને ભજન કીર્તન કરવામાં આવે છે. મકર સંક્રાતિએ માઘ સ્નાનથી લાખો શ્રદ્ધાળુઓના જીવનનો નવીન પ્રારંભ અને અધ્યાત્મિક પુનર્જન્મ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર શુભ માઘ સ્નાનનો મહાસંયોગ….જાણીએ શુભ મુહૂર્ત અને મહત્વ..!