Dharm & Bhakti: આચાર્ય ચાણક્યને મહાન રાજનીતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (Politician, Economist and Educationist) માનવામાં આવે છે. એમના અચૂક રામબાણ જેવા ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં અનુસરીને સફળતા મેળવી રહ્યાં છે.
કોણ હતા આચાર્ય ચાણક્ય?
ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

તેઓની ગણના મોટા રણનીતિકાર અને વિદ્વાનોમાં થાય છે. એ માનતા હતા કે મનુષ્યની સફળતા એની ડિગ્રી કે પ્રતિભાથી નહિં પરંતુ એની દિનચર્યા અને જીવનશૈલી (Lifestyle)થી નિયત થાય છે. ઘણી વાર આપણે એવી નાની-નાની ભૂલો (Mistakes) કરીએ છીએ કે જેથી ધીમે-ધીમે આપણું કેરિયર, પૈસા અને માનસિક શાંતિ (Career, Money & Mental Peace)ને નુકસાન પહોંચે છે. જો તમને લાગે છે કે જીંદગીમાં આગળ વધવામાં વિઘ્નો ઊભા થઇ રહ્યાં છે તો આ પાંચ બાબતો પર અવશ્ય ધ્યાન આપવું જોઇએ.
ચાણક્ય નીતિ સૂત્ર આજે પણ સુસંગત
કહેવાય છે કે, ચાણક્યની નીતિઓ અપનાવવી શરુઆતમાં કઠિન જણાય છે, પરંતુ જેણે પણ એને જીવનમાં વણી લીધી, એ સદા સુખી રહે છે. ચાણક્યના નીતિશાસ્ત્રમાં કઠિન સમય (Hard Times)માં કામ આવનારા સૂત્રો દર્શાવવામાં આવ્યા છે.
દરેક મનુષ્યે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઇએ એનો ઉલ્લેખ, આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં અત્યંત સરળ રીતે કરવામાં આવેલો છે. મનુષ્યજીવન ને સ્પર્શતી અને એના માટે આવશ્યક હોય, એવી પ્રત્યેક બાબતનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
શું કહે છે ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra)?
ચાણક્ય નીતિ સૂત્ર અનુસાર, આ 5 બાબતો જીવનના સૌથી મોટા અંતરાયો છે.

1. આળસ
ચાણક્યના મતે (According to Chanakya Niti Sutra) આળસ (Laziness) એક એવો દુશ્મન છે જે પ્રગતિના માર્ગનો મોટો અવરોધ છે. આ વસ્તુ અદ્રશ્ય રીતે મનુષ્યને હારવા પર મજબૂર કરી દે છે. જે લોકો કામને ટાળ્યા કરે છે એ સમય સાથે કદમતાલ નથી મેળવી શકતા અને સમયની સ્પર્ધામાં પાછળ પડી જાય છે. જીવન કોઇ માટે પણ અટકતું નથી અને જે લોકો સમયની કદર કરતા નથી એમનાથી સફળતા અને ધન બંને દૂર રહે છે.
2. ખોટા લોકોની સંગત
આચાર્ય (Acharya Chanakya)ના મતે, માણસ એવો જ બને છે જેવી એની સંગત હોય છે. નકારાત્મક વિચારધારા ધરાવતા અને ખોટી આદતો (Bad Habits)માં ફસાયેલા લોકો પોતે જ પોતાની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ બની જાય છે! જે લોકો દર વખતે ફરિયાદ જ કર્યા કરતા રહે છે અથવા તમને હતોત્સાહિત કર્યા કરે એમનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. મહેનતુ અને સકારાત્મક વિચારધારા ધરાવતા લોકોની સંગતમાં રહેવુ એ જીવનમાં આગળ વધવાનું પ્રથમ ડગલું છે.

3. નવું શીખવાથી દૂર ભાગવું
આચાર્ય નીતિ અનુસાર, સૌથી મોટું ધન ‘જ્ઞાન’ (Knowledge) છે. જે વ્યક્તિ એમ માની લે કે એને બધુ જ આવડે છે એ નવી વસ્તુઓ શીખવામાં રસ દાખવતો નથી અને એની પ્રગતિ રુંધાઇ જાય છે. આજનું વિશ્વ અત્યંત ઝડપભેર બદલાઇ રહ્યું છે. પુસ્તકો વાંચવા, નવું કૌશલ્ય શીખી એમાં મહારથ હાંસલ કરવી અને સ્વયંને સમયાનુસાર ઢાળવાથી જ તમે અન્યો કરતા આગળ વધી જાઓ છો.
4. નાણાનો ખોટો વ્યય
ચાણક્યના મતે, પૈસા કઠિન દિવસોનો સૌથી મોટો સહારો બને છે. જે લોકો વગર વિચાર્યે કે સમજદારી વિના ખર્ચા કરે છે અને બચત (Savings) નથી કરતા અથવા તો ભવિષ્યની યોજના નથી બનાવતા એ સંકટના સમયે તદ્દન એકલા પડી જાય છે! પૈસાની કદર ન કરવાથી તમારી આર્થિક સ્થિતિ કંગાળ બની શકે છે આથી સમજદારી એમાં જ છે કે આવકથી ઓછો ખર્ચ કરવો જોઇએ અને ભાવિ સમયને અનુલક્ષીને બચતનું આયોજન પણ કરવું જોઇએ.

5. ગુસ્સો અને અધીરાઇ
આચાર્ય ચાણક્યના મતે ગુસ્સો (Anger) મનુષ્યની વિચાર કરવાની ક્ષમતાને ખતમ કરી નાખે છે. ઉતાવળે કે ગુસ્સામાં લેવાયેલા નિર્ણયો મોટા ભાગે પસ્તાવાનું કારણ બને છે. ધીરજ જ મોટી તાકાત છે જે કઠિન પરિસ્થિતિમાં પણ ઉચિત માર્ગ દર્શાવે છે. ભાવનાઓમાં વહેવાને બદલે શાંત મનથી વિચારીને બનાવેલી રણનીતિ જ વાસ્તવિક જીત તરફ દોરી જાય છે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
