Ajab Gajab News: Matthew Hey Beard Record : અમેરિકાના એક શખ્સે છેલ્લા 20 વર્ષથી પોતાની દાઢી કપાવી નથી! એના પરિણામે એની દાઢી એટલી લાંબી થઈ ગઈ કે એણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો!
મોટા ભાગે લોકો પોતાના લુકને બહેતર બનાવવા માટે દાઢી નાની રાખતા હોય છે પરંતુ અમેરિકા (America)ના એક શખ્સે છેલ્લા 20 વર્ષથી પોતાની દાઢી કપાવી નથી! એના પરિણામે એની દાઢી એટલી લાંબી થઈ ગઈ કે એણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ((Matthew Hey Beard Record) પોતાના નામે કરી લીધો! આ શખ્સનું નામ મેથ્યૂ હે (Matthew Hey) છે જે અમેરિકાના કેન્સાસના બાલ્ડવિન સિટીમાં રહે છે અને એની વય 54 વર્ષની છે. એની દાઢીની લંબાઈ 5 ફીટ 3 ઈંચ એટલે કે 1.60 મીટર માપવામાં આવી છે.
આ ઉપલબ્ધિ સાથે એણે એક જીવિત વ્યક્તિના ચહેરા પર સૌથી લાંબી કુદરતી દાઢીના ગુચ્છા (Natural Beard Locks)નો રેકોર્ડ બનાવ્યો છે. ખાસ બાબત એ છે કે મેથ્યૂએ આ રેકોર્ડ બનાવવા માટે કોઈ વિશેષ તૈયારીઓ નહોતી કરી. લગભગ બે દાયકા પહેલા એણે બસ પોતાની દાઢીને કાપવાનું બંધ કરી દીધું હતુ. ધીમે-ધીમે આ જ દાઢી દુનિયામાં એની ઓળખ બની ચૂકી છે.
બાળકોની એક વાત સાંભળીને દાઢી વધારવાનું ચાલુ કર્યુ (Matthew Hey Beard Record)
મેથ્યૂ હંમેશા નાની દાઢી જ રાખતો હતો. લગભગ 20 વર્ષ અગાઉ કેટલાક બાળકોએ એની દાઢીની ચોટલી બનાવવા માટે કહ્યું. બાળકોની વાત માનીને એણે પોતાની દાઢીની ચોટલી બનાવી લીધી. એને આ સ્ટાઈલ પસંદ પડ્યું અને એણે દાઢીને કાપવાનું બંધ કરી દીધું. ધીરે-ધીરે એની દાઢીના વાળ એકબીજા સાથે જોડાઈને એક મોટા ગુચ્છા જેવા બની ગયા. અંગ્રેજીમાં એને Beard Lock કહે છે. ત્યાર બાદ એની દાઢી સતત વધતી જ રહી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, એની દાઢી લગભગ દર વર્ષે 3 થી 4 ઈંચ વધતી રહી. સમય જતાં એ એટલી લાંબી થઈ ગઈ કે મેથ્યુ એને પોતાની કમરની ચારે તરફ બેલ્ટની જેમ લપેટી શકે! જ્યારે એને ખોલે છે ત્યારે એ જમીન સુધી પહોંચી જાય છે.

જૂના રેકોર્ડથી લગભગ 2 ફીટ વધુ લાંબી છે આ દાઢી (Matthew Hey Beard Record)
આ રેકોર્ડ અગાઉ અમેરિકાના રુડોલ્ફ માર્ટિનોના નામ પર હતો. એની દાઢીના કુદરતી ગુચ્છાની લંબાઈ 3 ફીટ 6 ઈંચ અર્થાત્ 1.06 મીટર હતી. મેથ્યૂની દાઢીની લંબાઈ 5 ફીટ અને 3 ઈંચ નોંધાઈ છે. આ રીતે મેથ્યૂએ જૂના રેકોર્ડને લગભગ 1 ફીટ 9 ઈંચની સરસાઈથી તોડી નાંખ્યો છે. જો કે, અહિં એ સમજવું જરુરી છે કે મેથ્યૂનો આ રેકોર્ડ દુનિયાના સૌથી લાંબી પૂરી દાઢીનો નથી….આ રેકોર્ડ કુદરતી રીતે બનેલા દાઢીના ગુચ્છાની લંબાઈ સાથે જોડાયેલો છે.
જીવિત પુરુષની સૌથી લાંબી પૂરી દાઢીને રેકોર્ડ કેનેડાના મૂળ ભારતીય સરવન સિંહના નામે (Sarvan Sinh Beard Record) છે. એની દાઢીની લંબાઈ 8 ફીટ 3 ઈંચ અર્થાત્ લગભગ 2.54 મીટર નોંધાઈ હતી.
આટલી લાંબી દાઢીને શી રીતે સંભાળે છે મેથ્યૂ?
મેથ્યૂની દાઢી એટલી તો લાંબી છે કે એને ખુલ્લી રાખવી આસાન નથી. એટલે રોજીંદા કાર્યો કરતી વખતે એ એને ઘણી વાર વાળીને બાંધી લે છે. નવાઈની વાત તો એ છે કે આટલી લાંબી દાઢીની સંભાળ માટે એ કોઈ મોંઘા પ્રોડક્ટ્સ નથી વાપરતા. એનું રુટિન સામાન્ય છે. એ નોર્મલ શેમ્પૂ અને કંડિશનર વાપરે છે અને દાઢીના વાળને જરા પણ કપાવતા નથી!

મેથ્યૂને કાર, કમ્પ્યુટર, વેટ લિફિટીંગ, વીડિયોગેમ્સ રમવાનો અને પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવાનો શોખ છે. એનું કહેવું છે કે એના દોસ્ત એને લાંબી દાઢીથી વધારે એના સ્વભાવ અને શોખથી જાણે છે.
એનું કહેવું છે કે માણસને ક્યારેટ બહારના દેખાવના આધારે આંકવો જોઈએ નહિે. દરેકની પસંદ અને પોતાને પ્રસ્તુત કરવાની રીત અલગ હોઈ શકે છે. એટલા લોકોએ પરસ્પર સારો વ્યવહાર રાખવો જોઇે અને કોઈ અલગ દેખાય તો એની મજાક ઉડાવવી ન જોઈએ!
‘નો શેવ નવેમ્બર’ ટ્રેન્ડ
એનો આ રેકોર્ડ નવેમ્બરમાં ચાલતા નો શેવ નવેમ્બર (No Shave November)ના ટ્રેન્ડ દરમિયાન ઘણો જ ચર્ચામાં છે. આ દરમિયાન લોકો આખો મહિનો દાઢી કે મૂછ કપાવતા નથી અને ચહેરા પર કુદરતી રીતે વાળને વધવા દે છે. મેથ્યૂની કહાણી જણાવે છે કે ક્યારેક-ક્યારેક એક નાની અમથી પસંદ પણ લાંબા સમયે એક ઉપલબ્ધિ બની શકે છે!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
