Surendranagar News/ ANNECY સોલર પ્લાન્ટ વિવાદ, ખેડૂતોએ કાયદાના ઉલ્લંઘન સામે નોંધાવ્યો આક્રોશ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મોટી માલવણ ગામના ખેડૂત અને રહેવાસીઓ ANNECY સોલર પ્લાન્ટ સામે વિરોધ કરી રહ્યા છે. ખેતરમાં વીજપોલ નાખવાની, વળતર ન ચૂકવવા અને ઘુડખર અભ્યારણ્ય નજીક પર્યાવરણના નિયમો ઉલ્લંઘન કરવાનો આક્ષેપ, હવે ED ટીમ તપાસમાં.

Gujarat Others Trending
ANNECY

ANNECY Solar Plant Controversy : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મોટી માલવણ ગામ વિસ્તારમાં સ્થિત ANNECY સોલર પ્લાન્ટ સામે સ્થાનિક લોકોમાં મોટો પ્રતિકાર ઉભરાયો છે. ખેડૂતો અને રહેવાસીઓએ આ પ્લાન્ટ પર કાયદા અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે.

ANNECY

ANNECY સોલર પ્લાન્ટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન

આક્ષેપ કરવામાં આવ્યા છે કે પ્લાન્ટ દ્વારા ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખી વળતર ચુકવવામાં આવ્યું નથી અને ઘુડખર અભ્યારણ્ય વિસ્તારની નજીક હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. સોલર પ્લાન્ટના હેવી વીજ વાયર શાળા નજીકથી પસાર થવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓની સલામતી માટે પણ જોખમરૂપ છે.

ANNECY

ED ટીમ તપાસમાં

સ્થાનિકોએ જણાવ્યું કે, સરકારી જમીન પર ગેરકાયદે માર્ગ બનાવવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અનેક વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. આ વિવાદિત સોલર પ્લાન્ટ હવે ED ટીમની રડારમાં આવી ચુક્યો છે અને સ્થાનિકોએ સરકારને વ્યાપક તપાસ કરવા માટે વિનંતી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ