Ajab Gajab News/ પાણી પર મોટરસાયકલથી 40.74 કિલોમીટરનું અંતર કાપ્યું….ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં થયું નામ દર્જ….જાણો આ જાંબાઝની કહાણી!

ચીનના એક વ્યક્તિ જેણે પાણી પર 40 કિમીથી પણ વધુ દૂર સુધી મોટરસાયકલ ચલાવીને રેકોર્ડ બુક (Guinness world record bike ride)માં પોતાનું નામ નોંધાવ્યું….

Ajab Gajab News Trending
Guinness world record bike ride...ચીનના successful ઉદ્યોગપતિની બેમિસાલ કહાણી...17 વર્ષે સફળતા!

Ajab Gajab News: વ્યવસાયિક સ્ટન્ટ અને કઠિન મહેનત બાદ એક રાઇડરે પાણીની સપાટી પર મોટરસાયકલ ચલાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness world record bike ride)માં 39 વર્ષીય ઝાંગએ પોતાનું નામ નોંધાવ્યું છે!

રસ્તાઓ પર તેજ રફતારથી બાઈક દોડાવનારા તો તમે ઘણા જોયા હશે પરંતુ પાણી ઉપર બાઈક દોડાવવાનું દ્રશ્ય કેવું લાગે? આ અજીબોગરીબ ઘટનામાં બેમિસાલ જાંબાઝ છે ચીનના એક વ્યક્તિ જેણે પાણી પર 40 કિમીથી પણ વધુ દૂર સુધી મોટરસાયકલ ચલાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વ્યવસાયિક સ્ટન્ટ અને કઠિન મહેનત બાદ એક રાઇડર, 39 વર્ષીય ઝાંગએ પાણીની સપાટી પર મોટરસાયકલ ચલાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness world records of Zhang Xue)માં  પોતાનું નામ નોંધાવ્યું છે!

39 વર્ષીય ઝાંગ (Zhang Xue) દ્વારા 25 ઓક્ટોબરે ચીનના હુનાન પ્રાંત (Hunan Province, China)ના હુઆઈહુઆમાં મયાંગ (Mayang) મિયાઓ ઑટોનૉમસ કાઉન્ટીમાં એક મૉડિફાઈડ મોટરસાયકલથી 40.74 કિમીનો સફર નિર્ધારિત કર્યો હતો. મોટરસાયકલ બનાવતી કંપની ZXMOTO ના સંસ્થાપક ઝાંગ જ્યૂએ ચીનમાં પોતાના હોમટાઉનમાં આ સફર પૂર્ણ કર્યો હતો. આ પહેલા એમની મોટરસાયકલને પાણી પર ચલાવવાની ઘણી કોશિશો અસફળ રહી હતી. આ રાઈડરને કેટલાયે વર્ષોના પ્રયોગો પછી કામયાબી હાથ લાગી છે! જાંબાઝ ઝાંગના આ કૃત્યની કહાણી સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે.

Guinness world record bike ride
Guinness world record bike ride

પાણી પર કઈ રીતે ટકી રહી બાઇક? (Guinness world record bike ride)

ઝાંગ જ્યૂની મોટરસાયકલ કોઈ સામાન્ય મોટરસાયકલ નથી પરંતુ મૉડિફાઈડ બાઇક છે. આ બાઇકને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે એ પાણી પર ચાલી શકે. ચીનના મીડિયા અહેવાલ અનુસાર, ઝાંગ જ્યૂએ આ મોડિફાઈડ MX450 મોટરસાયકલ દ્વારા ખુલ્લા પાણી પર નિર્ધારિત કરેલી સૌથી લાંબા અંતર માટે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઝાંગે કઠિન વળાંકો અને શારીરિક થાકનો સામનો કરતા રહીને છ ચક્કર પૂર્ણ કર્યા હતા. એણે 31.8 કિમીના છેલ્લા રેકોર્ડને તોડી નાખ્યો છે!

આ બાઈકને પાણી પર ચલાવવા માટે (Byke ride on Water) વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. મોટરસાયકલમાં તરવા માટેના ખાસ માળખાકીય અને વોટરપ્રૂફિંગ પરિવર્તન કરવામાં આવ્યુ હતુ જેથી એ નદી પર ચાલી શકે! આટલું જ નહિં પરંતુ બાઇક ચલાવવા દરમિયાન (Guinness world record bike ride) સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. આ પ્રયાસો દરમિયાન નૌકાઓ અને મેડિકલ ટીમો નિયુક્ત કરવામાં આવી હતી.

Guinness world record of Zhang Xue
Guinness world record of Zhang Xue

17 વર્ષના પ્રયાસો અને તૈયારી બાદ મળી કામયાબી (Guinness world record of Zhang Xue)

ઝાંગ જ્યૂને આ કામયાબી રાતોરાત નથી મળી પરંતુ એમની લાંબી મહેનતનું પરિણામ છે. ઝાંગે સૌપ્રથમ 22 વર્ષની ઉંમરમાં પાણી પર બાઈક ચલાવવાની કોશિશ કરી હતી. એમના પ્રથમ 4 પ્રયાસો અસફળ રહ્યાં હતા. જેમાં સૌથી લાંબી કોશિશમાં કેવળ 20 મીટર સુધી જ જઈ શક્યા હતા. આ વખતે ઝાંગ અને એમની ટીમે 5 મહિના સુધી મોટરસાયકલની તરવાની ક્ષમતા, વોટરપ્રૂફિંગ સીલ અને પાવર સિસ્ટમને બહેતર બનાવવા પર કાર્ય કર્યુ હતુ. એણે મોટરસાયકલના સંતુલન સાથે સંલગ્ન સમસ્યાઓને પણ દૂર કરવા પાણીમાં અનેક વાર ટેસ્ટ પણ કર્યા હતા.

ઝાંગ જ્યૂની પ્રતિક્રિયા

ઈન્ટરનેશનલ મીડિયા અહેવાલ અનુસાર, ઝાંગે પોતાની સફળતા (Guinness world record bike ride)ને પોતાની મહેનત અને વિશ્વાસનું ફળ દર્શાવ્યું હતુ. એણે કહ્યું કે મને વિશ્વાસ હતો કે હું આ કરી શકું છું. જો હું નિષ્ફળ પણ જઇશ તો પણ કોઈ સંકોચ વિના કોશિશ કરતો રહીશ. મને આ પૂરી પ્રક્રિયામાં ઘણી જ મજા આવે છે. ઝાંગે કહ્યું કે પોતાને હોમટાઉનમાં આ પ્રયાસ કરવાથી એમની આ ઉપલબ્ધિ ઓર ખાસ બની ગઈ છે! એ પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા ઈચ્છતા હતા અને સાથે જ મયાંગ અને ત્યાંની ખૂબીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગતા હતા.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :