Fried Snacks: દિવાળીનો તહેવાર (Diwali 2026) હોય અને ઘરમાં વિવિધ પકવાન અને ફરસાણ (Sweets and Namkeen) ન બને એવું શી રીતે થાય? આ વિશેષ તહેવારે મહેમાનોનું સ્વાગત કશુંક ચટપટું અને ક્રિસ્પી વસ્તુથી કરવું હોય તો નમકપારા (Namak Para Recipe) એક બહેતરીન વિકલ્પ છે. મેંદા અને કેટલાક મસાલાની મદદથી બનતું આ સ્નૅક ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય છે. એની ખાસિયત એ છે કે,એક વાર એક પીસ ખાધા પછી હાથ આપમેળે બીજો ટુકડો લેવા આગળ વધી જ જાય છે! તો ચાલો જાણીએ ઘરે તદ્દન ખસતા અને કુરકુરા નમકપારાની વાનગી બનાવવાની સરળ વિધિ અંગે…
શી રીતે બનાવશો ક્રિસ્પી નમકપારા? (Crispy Namak Para Recipe)
કરારા નમકપારા બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
500 ગ્રામ મેંદો
4 મોટી ચમચી તેલ
1 ચમચી જીરું
1 ચમચી અજમો
1 ચમચી ઓરેગાનો
સ્વાદાનુસાર મીઠું
પાણી આવશ્યકતા અનુસાર
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. ક્રિસ્પી નમકપારા બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં અડધો કિલો મેંદો (Maida) લેવો અને એમાં જીરું, અજમો, ઓરેગાનો, સ્વાદાનુસાર મીઠું અને 4 ચમચી તેલ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લો.
2. તેલ (Oil)ને મેંદામાં ત્યાં સુધી મિક્સ કરવું જ્યાં સુધી એ સારી રીતે ભળી ન જાય…મુઠ્ઠીપડતું મોણ લેવું. એટલે કે મેંદાને મુઠ્ઠીમાં લઇએ તો એ લાડુની જેમ બંધાવો જોઇએ. જો જરુર પડે તો વધુ મોણ નાખવું. મોણ યોગ્ય હશે તો જ નમકપારા સારી રીતે ફૂલેલા ક્રિસ્પી બને છે.
3. હવે થોડું-થોડું પાણી મિક્સ કરતા જઈને લોટ બાંધી લેવો. ઘણો કઠણ નહિં અને ઘણો નરમ નહિં એવો લોટ બાંધવો. એને કૉટનના ભીના કપડા વડે ઢાંકીને 10 મિનિટ સુધી રાખી મૂકવો.
4. આ લોટ સેટ થયા બાદ એના લુવા બનાવીને રોટલીની જેમ વણી લેવા અને ચપ્પુથી ડાયમંડ શૅપમાં કાપી લેવા.
5. એક કડાઈમાં તેલ ગરમ કરીને આ નમકપારાને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. આ દરમિયાન ગૅસની ફ્લેમ મધ્યમ રાખવી. આ રીતે બધા જ નમકપારા બનાવી લેવા.
તો તૈયાર છે તમારા ક્રિસ્પી ટેસ્ટી નમકપારા ((Namak Para Recipe)નું નમકીન….જેને તમે દિવાળીમાં મળવા આવતા મહેમાનોને સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: ઘઉંના લોટ અને બટાટાથી બનાવો સ્વાદિષ્ટ નાસ્તો…કચોરી-સમોસા લાગશે ફિક્કા…સરળ રેસિપી…
આ પણ વાંચો: ચટપટું ખાવાની ઈચ્છા થાય છે? બનાવો ચણા દાળ નમકીન…મિનિટોમાં બનતી નમકીન રેસિપી..!
આ પણ વાંચો: શું તમને પણ ચા સાથે નમકીન ખાવાની આદત છે? બનાવો બટાકાની સેવ
