ફાઈન પાર્ટિક્યુલેટ મેટર (PM 2.5) વિશ્વભરમાં દર વર્ષે 15 લાખ લોકોના અકાળ મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણનું નીચું સ્તર વિચાર કરતાં વધુ ખતરનાક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તાજેતરના મૂલ્યાંકન મુજબ, વાયુ પ્રદૂષણના સૂક્ષ્મ કણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે દર વર્ષે 42 લાખથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે.
‘સાયન્સ એડવાન્સિસ’ જર્નલમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ સૂચવે છે કે પ્રદૂષણના આ સૂક્ષ્મ રજકણોના સંપર્કમાં આવવાથી દર વર્ષે વિશ્વભરમાં મૃત્યુ અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે. આ કણો, જે ફક્ત માઇક્રોસ્કોપ હેઠળ જોઈ શકાય છે, તે હૃદય અને શ્વસન સંબંધી રોગો અને કેન્સરનું કારણ બની શકે છે.
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર, મુખ્ય સંશોધક સ્કોટ વિચેન્થલે જણાવ્યું હતું કે, “અમને જાણવા મળ્યું છે કે બાહ્ય PM2.5 દર વર્ષે વિશ્વભરમાં 15 લાખ વધારાના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે.”
આ પણ વાંચો:ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી
આ પણ વાંચો:ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ
