Lifestyle/ લગ્ન-પાર્ટીમાં ‘ફ્રી વાલા બૂફે’ જોતાવેંત જ મોટાભાગના લોકો તૂટી પડે છે!..પણ જરા ધ્યાનથી…પેટ પારકું નથી..!

બૂફેમાં ખાવાની કેટલીક રીત-ભાત (Buffet Etiquette) છે જેને અપનાવીને આપણે વધુ સારી રીતે ભોજનનો આસ્વાદ્ય માણી શકીએ છીએ…

Trending Tips & Tricks Food Lifestyle
Buffet Etiquette વિશે જાણો...સાચા અર્થમાં ભોજનની મજા માણો..!

Lifestyle: લગ્ન, પાર્ટી કે હોટલના બૂફેમાં ભોજન લેવાની એક રીત (Buffet Etiquette) હોય છે અને પેટનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું હોય છે. ઘણી વાર લોકો ભાત-ભાતની ડિશીઝ જોઇને એટલા એક્સાઇટ થઇ જાય છે કે આખી પ્લેટ ભરી લે છે! પરંતુ આહાર નિષ્ણાતોના મતે, આ એક ખોટી રીત છે અને બૂફેમાં ખાવાની કેટલીક રીત-ભાત છે જેને અપનાવીને આપણે વધુ સારી રીતે ભોજનનો આસ્વાદ્ય માણી શકીએ છીએ…આ ઉપરાંત, પેટ પણ સ્વસ્થ (Healthy Stomach) રહે એ નિશ્ચિત કરી શકાય છે.

કોઈ લક્ઝુરિયસ હોટલનો શાનદાર બૂફે હોય કે પછી બર્થ ડે પાર્ટી (Hotel Buffet, Birthday Party, Marriage)…કે પછી કોઈ લગ્ન સમારંભ, સામે સજાવેલા ભાત-ભાતના પકવાનો જોઇને મોંમાં પાણી આવે એ સ્વાભાવિક છે. પણ આટલી બધી વાનગીનો રસથાળ માણવા માટે આપણી પાસે તો એક જ જઠર છે અને આથી જ અમુક બાબતોમાં સાવધાની (Buffet etiquette) રાખવી જ ઉચિત છે. જે લોકો હરખમાં આવીને પ્લેટમાં વાનગીઓ (Recipes) ઠૂસી લે છે એ લોકોને મૂંઝવણ થઇ જાય છે કે, આટલી બધી વાનગીઓમાં હવે ન્યાય કોને આપવો? આ માટે આહાર નિષ્ણાતો (Nutritionist)ના મતે આટલી બાબતની સાવધાની રાખવી જરુરી છે.

જમણની લાઈનમાં ધીરજ રાખો

બૂફેમાં માં ભોજન લેવાનો શિષ્ટાચાર (Buffet etiquette)

બૂફેમાં ખાવાની કેટલીક રીત-ભાત (Buffet Etiquette) છે જેને અપનાવીને આપણે વધુ સારી રીતે ભોજનનો આસ્વાદ્ય માણી શકીએ છીએ.

વારંવાર પ્લેટ ન બદલો

ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સ્નૅક્સ, મેઇન કોર્સ અને મીઠાઈઓ (Snacks, Main courses and Desserts)….આ તમામ વિવિધ વ્યંજનો માટે અલગ-અલગ પ્લેટ લેતા હોય છે. પરંતુ એથી તો ભોજન અને પ્લેટ બંનેનો વેડફાટ થાય છે! આથી જ એક જ પ્લેટમાં ભોજન સર્વ કરવું અને એને વારે-વારે બદલવી નહિં…આમ કરવાથી તમને વધુ અનુકૂળતા રહેશે અને આ એટીકેટની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે.

પ્લેટ ઓવરલોડ ન કરો

આહાર નિષ્ણાતોના મતે, બૂફેમાં પહોંચતાવેંત જો તમે દરેક વાનગીને તમારી પ્લેટમાં સ્થાન આપાની કોશિશ કરશો તો પ્લેટમાં રમખાણ મચી જશે! તમારી પ્લેટમાં વાનગીઓ મિક્સ થઇ શકે છે અને એમનો અસલ સ્વાદ માણી શકાતો નથી…એક સમયે કોઇ પણ 2 જ વાનગી (Recipe) સર્વ કરવી અને જો તમને કોઈ ડિશ ભાવે તો તમે એને ફરીથી લઇ શકો છો. પરંતુ એકસાથે પ્લેટમાં વાનગીઓ ભરી લેવાનું સભ્ય પણ નથી અને અનુકૂળ પણ નથી!!

બૂફેમાં એટલું જ લો જેટલું ખાઇ શકો

એટલું જ લો જેટલું ખાઇ શકો

બૂફેમાં સૌથી જરુરી બાબત છે ભોજનની બરબાદી (Wastage of Food)! કેટલાયે લોકો એક્સાઇટમેન્ટમાં વિવિધ વાનગીઓને જરુરતથી વધારે લઇ લે છે અને પછી પ્લેટમાં એમનેમ જ છાંડી દે છે! આથી હંમેશા પોતાની ભૂખ (Hunger) પ્રમાણે જ ભોજન પ્લેટમાં લેવું જોઇએ અને પછી જેટલું તમે આરામથી ખાઈ શકો એટલું જ લેવું.

સૌપ્રથમ સંપૂર્ણ બૂફે નિહાળો

બૂફે વિભાગમાં પહોંચીને પ્લેટ લઇ જમવાનું આડેધડ મૂકવા લાગવાના બદલે સર્વપ્રથમ પૂરા બૂફેનું સર્વેક્ષણ કરી લેવું. આથી તમને ખબર પડી જશે કે કઈ-કઈ ડિશ છે અને તમારી પસંદની વાનગીઓ કઈ-કઈ છે? પરંતુ એક વખત લોકો શરુ-શરુના કાઉન્ટર પરથી પ્લેટ ભરી લે છે અને પછી પોતાની મનપસંદ ડિશ માટે પ્લેટમાં જગ્યા જ નથી બચતી!

જમણની લાઈનમાં ધીરજ રાખો

બૂફેમાં લોકો ઉતાવળમાં એકબીજાને હળવો ધક્કો મારી આગળ નીકળવાની કોશિશ કરતા જોવા મળે છે, પણ એ કોઈ સારી આદત (Buffet Etiquette) નથી…લાઈનમાં પોતાના વારાની રાહ જોવી અને પછી આરામથી જમવાનું લેવું. થોડી ધીરજથી અન્ય લોકો સામે તમારી ઈમ્પ્રેશન પણ સારી પડશે અને તમારી પસંદનું ભોજન પણ તમે પસંદ કરી શકશો.


આ પણ વાંચો : વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…

આ પણ વાંચો : ફ્રેન્ચ ફ્રાઈઝ અને અન્ય સ્નૅક્સ પર ભભરાવવા માટે બનાવો ટેસ્ટી-ટેસ્ટી પેરી-પેરી મસાલા..!

આ પણ વાંચો : ન ઘઉંનો લોટ કે ન મેંદો…બનાવો આ ફૂલેલી સફેદ હૅલ્ધી પૂરીઓ…બ્રેકફાસ્ટ માટે સોજીની મસાલા પૂરી રેસિપી..!