Lifestyle/ જુવારના લોટમાં છાશ મિક્સ કરીને બનાવો ગુજરાતી ‘છાશિયો લોટ’…બધા તમારા વખાણ કરતા નહિં થાકે..!

જે તમને એક એવી વાનગી વિશે જણાવીશું કે જે તમે ઘરે જ સરળતાપૂર્વક બનાવી શકો છો અને એનું નામ છે ‘Chhashiyo lot’…જેને ઘણા લોકો ‘ખાટો લોટ’ પણ કહે છે…

Trending Food Health & Fitness Lifestyle
Chhashiyo lot...વિસરાતી જતી ગુજરાતી પરંપરાગત વાનગી..!

Lifestyle : Recipe: ક્યારેક-ક્યારેક કંઇક હળવું અને હૅલ્ધી ખાવાનું મન થતું હોય છે. આ સંજોગોમાં તમે છાશ અને જુવારના લોટમાંથી તૈયાર થતી ફૅમસ ડિશ ‘છાશિયો લોટ’ (Chhashiyo lot Recipe) બનાવી શકો છો. આ ગુજરાતી પરંપરાગત વાનગી છે જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક (Healthy Recipe) છે. આ ઉપરાંત, એ ઓછા સમયમાં અને જૂજ સામગ્રીમાંથી તૈયાર થઇ જાય છે. તો ચાલો જાણીએ, આ રેસિપી બનાવવાની રીત વિશે વિસ્તૃતપણે…

ભારત (India) વૈવિધ્યપૂર્ણ દેશ છે અને અહિં ખાણી-પીણીની ભરમાર છે. દરેક પ્રદેશમાં વિભિન્ન પ્રકારની ખાણી-પીણી, વ્યંજનો અને વાનગીઓ જોવા મળે છે. વાત ગુજરાત રાજ્ય (Gujarat)ની કરીએ તો અહિંના લોકો ભોજનમાં બાજરી, જુવાર અને છાશ (Millet, Juwar and Buttermilk) જેવા પરંપરાગત આહારને વિશેષ મહત્વ આપે છે. ગરમીની કે બફારાની ઋતુ (Moonsoon)માં શરીરને ઠંડક આપવા માટે છાશનો ઉપયોગ કેવળ પીણા તરીકે નહિં પરંતુ, કેટલાય પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આજે તમને એક એવી વાનગી (Chhashiyo lot) વિશે જણાવીશું કે જે તમે ઘરે જ સરળતાપૂર્વક બનાવી શકો છો અને એનું નામ છે ‘છાશિયો લોટ’…જેને ઘણા લોકો ‘ખાટો લોટ’ (Khato Lot) પણ કહે છે.

આ એક પારંપરિક ગુજરાતી ડિશ (Traditional Gujarati Dish) છે જેમાં ખાટી છાશને જુવારના લોટ સાથે પકાવવામાં આવે છે. એમાં લસણ, આદુ, લીલા મરચાં અને વઘારના મસાલા એનો સ્વાદ વધારી દે છે. આ રેસિપી  (Chhashiyo lot) ઓછી સામગ્રીમાં સરળતાપૂર્વક ઘરે બનાવી શકાય છે અને બાળકોથી લઇને વડીલો સુધી સૌ કોઇને એનો સ્વાદ ભાવશે જ એની ગૅરેંટી છે!

જુવારનો લોટ અને છાશ

શી રીતે બનાવશો છાશિયો લોટ? (Chhashiyo lot Recipe)

2 કપ જુવારનો લોટ

2 કપ ખાટી છાશ

2 કપ પાણી

મસાલા પેસ્ટ માટે (Masala Paste)

12-15 લસણની કળીઓ

2 ઈંચ આદુ

5 તીખી લીલી મરચી

પ્રથમ વઘાર માટે (First Tadka)

2-3 ચમચી તેલ

1/2 ચમચી રાઈ

1/2 ચમચી જીરું

1/2 ચમચી ખાંડેલી મેથી

1/4 ચમચી હીંગ

10-12 મીઠા લીમડાના પાન

1 ચમચી સફેદ તલ

1/2 ચમચી હળદર

1/2 કપ પાણી

2 મોટા ચમચા વાટેલી અધકચરી શેકેલી મગફળી

સ્વાદાનુસાર મીઠું

2-3 મોટી ચમચી બારીક સમારેલી કોથમીર

બીજા વઘાર માટે અને સજાવટ માટે (Second Tadka)

2-3 ચમચી તેલ

1/2 ચમચી રાઈ

1/2 ચમચી જીરું

1/4 ચમચી હીંગ

2 સમારેલા લીલા મરચાં

થોડા મીઠા લીમડાના પાન

તાજા નારિયેળનું છીણ

થોડો અથાણા/ મેથીયા મસાલો

સમારેલી લીલી કોથમીર

છાશિયો લોટ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ખીરું (Better) તૈયાર કરી લો. આ માટે એક વાસણમાં જુવારનો લોટ, ખાટી છાશ અને પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો જેથી એમાં ગાંઠા ન રહે. થોડીવાર માટે ઢાંકીને મૂકી દો.

2. મસાલા પેસ્ટ બનાવવા માટે મિક્સર કે ખાંડણીમાં લસણ, આદુ અને લીલા મરચાં અધકચરા વાટી લો.

3. હવે પ્રથમ વઘાર કરો. કડાઇમાં 2-3 ચમચી તેલ ગરમ કરીને એમાં રાઈ અને જીરું ઉમેરવું. રાઈ-જીરું ફૂટે એટલે એમાં વાટેલી મેથી, હીંગ, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરો. આ તૈયાર વઘારમાં આદુ-મરચાં-લસણની પેસ્ટને મિક્સ કરીને થોડી શેકી લો.

4. હવે એમાં હળદર ઉમેરીને તરત જ જુવાર-છાશનું મિશ્રણ ઉમેરો. એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) અને અડધો કપ પાણી ઉમેરી સતત હલાવતા રહો.

5. મધ્યમ તાપે આ મિશ્રણને સતત હલાવતા રહીને પકાવી લો જેથી એમાં ગાંઠા ન પડે.

6. ઘટ્ટ બને અને લોટ જેવી કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારે એમાં શેકીને વાટેલા સીંગદાણા (Peanuts) ઉમેરી દેવા અને કોથમીર મિક્સ કરી લેવી.

7. બીજો વઘાર કરો. અન્ય એક વઘારિયામાં તેલ ગરમ કરીને રાઈ, જીરું, હીંગ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરો. આ વઘાર તૈયાર થાય એટલે એને છાશિયા લોટ પર રેડી દો.

તો તૈયાર છે તમારો મનભાવન છાશિયો લોટ…જેને તાજા નારિયેળના છીણ, લીલી કોથમીર અને થોડું અથાણું અથવા તો મેથીયા મસાલો નાખીને ગરમાગરમ ખાવાની અનેરી મજા માણો!

આ પરંપરાગત અને સ્વાદસભર વાનગી (Chhashiyo lot) બાળકોથી લઇને વડીલો સુધી સૌ કોઇને એનો સ્વાદ ભાવશે જ એની ગૅરેંટી છે! તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે તદ્દન ઓછી સામગ્રીથી ઝટપટ આ ડિશ બનાવીને સૌકોઇની ક્ષુધા સમતુષ્ટ કરી શકો છો!


આ પણ વાંચો: ઘઉંના લોટ કે મેંદાના ઉપયોગ વિના બનાવો મખાના પૂરી…પોષણથી ભરપૂર…હૅલ્ધી ટેસ્ટી બ્રેકફાસ્ટ..!

આ પણ વાંચો: ઢાબા સ્ટાઇલ પંજાબી કઢી પકોડા બનાવવાની પરફેક્ટ રીત, જાણી લો ઘરે બનાવવાની ટિપ્સ

આ પણ વાંચો: ભાત વધ્યા હોય તો શું કરવું? નો ટેન્શન…બ્રેકફાસ્ટમાં બનાવો વધેલા ભાતના ચીલા…ઝટપટ ટેસ્ટી રેસિપી..!