ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. તેની વચ્ચે દેશની અગ્રણી સંસ્થાનાં નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે – હવે દેશવાસીઓએ દર વર્ષે કોરોના વાયરસ વિરોધી રસી લેવી પડશે.

દર વર્ષે લેવી પડશે કોરોના રસી
ICMRનાં નિષ્ણાતોએ આપી ચેતવણી
ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારી ચાલી જ રહી છે અને તેની વચ્ચે દેશના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે હવે દેશવાસીઓએ દર વર્ષે કોરોનાવાયરસ વિરોધી રસી લેવી પડશે કારણ કે આ વાઇરસ હવે આપણી સાથે સામાન્ય ફલુની જેમ રહેશે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ ના નિષ્ણાંતો દ્વારા આ મુજબની ચેતવણી જારી કરવામાં આવી છે. ફક્ત એકવાર કોરોનાવાયરસ વિરોધી રસી લઇ લેવાથી નહીં ચાલે પરંતુ હવે લોકોએ દર વર્ષે રસી લેવી પડશે. અત્યારે તેને પેનડેમિક કહેવામાં આવે છે પરંતુ હળવે હળવે તે એનડેમિક સ્ટેજ પર પહોંચી જશે. હવે માનવ વસ્તી સાથે વાયરસ હંમેશા રહેશે અને તેના સ્વરૂપમાં ફેરફાર થવું તે એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે જ હોય છે અને વાઈરસ પોતાના સ્વરૂપ બદલે જ છે માટે ગભરાઈ જવાની કોઈ જરૂરિયાત નથી.

વાયુમંડળમાંથી કોઈપણ વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ ન થઈ શકે અને સામાન્ય સ્થિતિમાં તે હાજર રહે તેને પેનડેમિક કહેવામાં આવે છે. અને કોરોના વાયરસ તે જ આવી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. માટે દર વર્ષે લોકોએ સાવચેતી રાખવી પડશે અને કોરોનાવાયરસ વિરોધી રસી લેવાની રહેશે.

અત્યારે સામાન્ય ફલૂ તેને કહેવામાં આવે છે. તે ૧૦૦ વર્ષ પહેલા મોટી મહામારી તરીકે લોકોમાં ફેલાઇ ગઇ હતી અને ત્યારબાદ તે કાયમ રહી હતી. અને લાંબા સમય બાદ તેના સ્વરૃપમાં હળવાશ આવી ગઈ હતી અને કોરોનાવાયરસ સાથે પણ આવું જ થવાનું છે. અને તે સામાન્ય સ્વરૂપમાં આપણી સાથે રહેશે.
