haryana news/ હરિયાણામાં અંધશ્રદ્ધામાં ડૂબેલી પત્નીએ કરી પતિની હત્યા, કહ્યું- ‘મારા શરીરમાં કાળી માતા આવી હતી, એટલે રાજેશને મારી નાખ્યો’

કુરુક્ષેત્રમાં રાજેશની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા. પત્ની વિમલાએ કહ્યું ‘કાળી માતા આવી ગઈ હતી’ 

NATIONAL India Breaking News
haryana
Haryana News:હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજેશ નામના વ્યક્તિની અત્યંત ગંભીર રીતે હત્યા કરવામાં આવી હોવાના કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. 
મકાનમાલિક રિંકુની માતા અમરો દેવીએ દાવો કર્યો છે કે રાજેશની હત્યા બાદ તેની પત્ની વિમલા આસપાસના લોકોને કહેતી હતી કે તેના માથે ‘કાળી માતા’  
આવી ગઈ હતી અને તેથી તેણે રાજેશને મારી નાખ્યો. આ કેસમાં પોલીસને રાજેશના શરીરમાંથી લીવરનો અડધો ભાગ અને એક કિડની પણ ગાયબ 
હોવાનું જાણવા મળ્યું છે. હત્યા બાદ વિમલા છત પરથી કૂદી પડી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે 
બેભાન હાલતમાં મળી આવી હતી.

Haryanaના કુરુક્ષેત્રમાં પત્નીએ કરી પતિની હત્યા 

પોલીસ તપાસમાં રાજેશના શરીર પર ગંભીર ઇજાઓ મળી આવી હતી. આરોપ છે કે તેના શરીરને છાતીથી લઈને ખાનગી અંગ સુધી ચીરી નાખવામાં આવ્યું હતું. પેટ ચીરીને આંતરડાં બહાર કાઢી તેને કોથળામાં ભરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.

વિમલા કુરુક્ષેત્ર (Kurukshetra)માં એક વર્ષથી રહેતી હતી

વિમલા (Vimla)રાજેશની ત્રીજી પત્ની હતી અને તે રાજેશ કરતાં આશરે 4થી 5 વર્ષ મોટી હતી. બંનેએ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પ્રેમલગ્ન કર્યા હતા. રાજેશના તેની પ્રથમ બે પત્નીઓ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. લગભગ એક વર્ષ પહેલાં રાજેશ અને વિમલા કુરુક્ષેત્રમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. બંનેને કોઈ સંતાન નહોતું.

રાજેશ પિહોવા (Pehowa)રોડ પર આવેલી પીબી આરઓ વોટર ટ્રેડિંગ કંપનીમાં કામ કરતો હતો. આ કંપની તેના ભાડાના મકાનની નજીક જ આવેલી હતી. રાજેશ સાથે કામ કરતા એક વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે રાજેશને દારૂ પીવાની આદત હતી. તે ઘણી વખત દિવસ દરમિયાન પણ દારૂ પીતો હતો. તેની પત્ની વિમલા તેને દારૂ પીવાથી રોકતી હોવાનું સાથીએ જણાવ્યું હતું. જોકે, રાજેશે ક્યારેય વિમલા સાથે કોઈ મોટો ઝઘડો કે વિવાદ હોવાની વાત કરી ન હોવાનું પણ જણાવાયું છે.

પડોશીઓએ વિમલાને કાચા ચોખા અને ખાંડ ખાતા જોઈ

રાજેશ (Rajesh)જે મકાનમાં ભાડે રહેતો હતો તેની આસપાસ વધુ રહેણાંક મકાનો નહોતાં. એક તરફ ખાલી પ્લોટ અને બીજી તરફ બગીચો હતો. નજીકમાં એક ધર્મશાળા પણ આવેલી છે. સ્થાનિક લોકો આ મામલે વાત કરવા તૈયાર નથી. એક વ્યક્તિના જણાવ્યા મુજબ, વિમલા મોટાભાગનો સમય પોતાના રૂમમાં જ રહેતી હતી અને આસપાસના લોકો સાથે વધુ વાતચીત કરતી નહોતી. કેટલાક સ્થાનિક લોકોએ તેને ઘણી વખત કાચા ચોખા અને ખાંડ ખાતા જોઈ હોવાનું પણ જણાવ્યું છે.


આ પણ વાંચો:અમેરિકામાં પિઝા ડિલિવરી કરતા પંજાબી યુવકની ગોળી મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો:અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી

આ પણ વાંચો: રાણીપ હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયા: છત્રાલના ગોડાઉનમાંથી બે સગીર સહિત ધરપકડ, ઘટનાસ્થળે કરાયું પંચનામું