Ahmedabad News/ રાણીપ હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયા: છત્રાલના ગોડાઉનમાંથી બે સગીર સહિત ધરપકડ, ઘટનાસ્થળે કરાયું પંચનામું

અમદાવાદના સુભાષબ્રિજ પાસે અજય સાલ્વીની હત્યા કેસ (Ahmedabad Ranip Murder Case)માં બે સગીર સહિત 8 આરોપી ઝડપાયા; છત્રાલના ગોડાઉનમાંથી ધરપકડ બાદ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Ranip Murder Caseમાં પોલીસની મોટી કાર્યવાહી, 8 આરોપી ઝડપાયા; 8ની શોધખોળ ચાલુ

Ahmedabad News: શહેરના સુભાષબ્રિજ ચાર રસ્તા પાસે 15 ઓગસ્ટની રાત્રે થયેલી અજય સાલ્વીની હત્યા કેસ (Ahmedabad Ranip Murder Case)માં પોલીસને મોટી સફળતા મળી છે. રાણીપ અને ચિલોડા પોલીસની સંયુક્ત ટીમે તપાસ દરમિયાન છત્રાલના એક ગોડાઉનમાંથી બે સગીર સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, હત્યા (Ahmedabad Ranip Murder Case)ની ઘટના જૂની અદાવતના મનદુઃખને કારણે બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ કેવી રીતે ઘટનાસ્થળે પહોંચ્યા, અગાઉ રેકી કરી હતી કે નહીં, હુમલો કેવી રીતે કર્યો અને ત્યારબાદ કયા રસ્તે ફરાર થયા સહિતના મુદ્દે પૂછપરછ કરી છે.

Ahmedabad Ranip Murder Case: સુભાષબ્રિજ પાસે યુવક પર હથિયારોથી હુમલો

15 ઓગસ્ટની રાત્રે અજય સાલ્વી પોતાના ભાઈ સાથે સુભાષબ્રિજ ચાર રસ્તા નજીક ઊભો હતો. તે સમયે આરોપીઓ ટેમ્પોમાં ત્યાં આવ્યા હતા. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પાસે તલવાર અને ધારિયા જેવા ધારદાર હથિયારો હતા. અજય પર હુમલો કર્યા બાદ તેને દોડાવીને માર મારવામાં આવ્યો હતો. હુમલામાં તેના પીઠ અને કમરના ભાગે અનેક ઘા કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે અજયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા (Ahmedabad Ranip Murder Case) બાદ આરોપીઓ ટેમ્પોમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના કેટલાક દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા.

છત્રાલના ગોડાઉનમાંથી આરોપીઓ ઝડપાયા

હત્યાની ઘટના બાદ આરોપીઓને ઝડપી પાડવા માટે રાણીપ અને ચિલોડા પોલીસની ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ અને અન્ય તપાસના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસ દ્વારા છત્રાલ ખાતે આવેલા એક ગોડાઉનમાંથી બે સગીર સહિત 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યા (Ahmedabad Ranip Murder Case)માં અન્ય કેટલા લોકોની ભૂમિકા હતી તે અંગે તપાસ ચાલી રહી છે.

આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પંચનામું

પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને સુભાષબ્રિજ ખાતે ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. આરોપીઓને જે સ્થળેથી ટેમ્પોમાં બેસાડવામાં આવ્યા હતા ત્યાંથી ઘટનાસ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ઘટનાની સમગ્ર કડી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચનામા દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ભીડને કારણે પોલીસે આરોપીઓને કોર્ડન કરીને કાર્યવાહી પૂર્ણ કરી હતી.

પૂછપરછમાં આરોપીનું કથિત નિવેદન

પોલીસના જણાવ્યા પ્રમાણે, પૂછપરછ દરમિયાન એક આરોપીએ એવું જણાવ્યું હતું કે અન્ય લોકો અજય પર હુમલો કરી રહ્યા હતા ત્યારે તેને દયા આવી હતી. જોકે, આ આરોપીના કથિત નિવેદન અને સમગ્ર કેસમાં તેની ચોક્કસ ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓના નિવેદનોને તપાસ અને અન્ય પુરાવા સાથે ચકાસવામાં આવશે.

8 આરોપીની ધરપકડ

રાણીપ હત્યા કેસમાં પોલીસે નીચેના 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, રાજેશ ભોઈ, સની મકવાણા, મિતેશ પુરબીયા, હેનીલ પરમાર, હર્ષવર્ધન પરમાર, મુકેશ મકવાણા અને બે સગીર સગીરોની ઓળખ કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી નથી.

મુખ્ય આરોપી સહિત 8 હજુ ફરાર

પોલીસની યાદી મુજબ, હત્યા કેસમાં નીચેના આરોપીઓ હાલ ફરાર હોવાનું જણાવાયું છે, અંકિત પરમાર (મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખિત), સાગર પરમાર, વિશાલ ચૌહાણ, શિવો, પાર્થ ઉર્ફે પાવડર, લાલો, કૌશિક ઉર્ફે વણઝારા અને  સત્યો ઉર્ફે મયુર ઠાકોર પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

રેકીથી હત્યા અને ફરાર થવા સુધી તપાસ

રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. રબારીના જણાવ્યા મુજબ, આરોપીઓ કઈ રીતે ઘટનાસ્થળે આવ્યા, અગાઉ રેકી કરી હતી કે નહીં, હુમલો કેવી રીતે કર્યો અને હત્યા (Ahmedabad Ranip Murder Case) બાદ કેવી રીતે ફરાર થયા તે તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ હવે પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતી, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

જૂની અદાવતમાં હત્યાનો આક્ષેપ

પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવતનું મનદુઃખ હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા (Ahmedabad Ranip Murder Case)નું ચોક્કસ કારણ, તમામ આરોપીઓની ભૂમિકા અને ઘટનાની સંપૂર્ણ કડી અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે. રાણીપ વિસ્તારમાં બનેલી આ હત્યાએ ચકચાર મચાવી હતી. હવે 8 આરોપીઓની ધરપકડ અને બાકીના ફરાર આરોપીઓની શોધખોળ વચ્ચે પોલીસ તપાસ પર સૌની નજર છે.


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવકની હત્યા: પાણીના પીપના ઢાંકણાને લઈને થયેલી બોલાચાલી બાદ છરીના ઘા

આ પણ વાંચો:અમદાવાદમાં ડિલિવરી બોયનું મોત: પત્નીની ફરિયાદ બાદ બે સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

આ પણ વાંચો:અમદાવાદના ફતેવાડીમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, જૂની અદાવતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો